SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અરિહંત પ્રભુ સિદ્ધિોને નમસ્કાર કરે છે પરંતુ નમસ્કાર મહામંત્રમાં પહેલા નમસ્કાર અરિહંત પ્રભુને અને પછી સિદ્ધ પ્રભુને કરીએ છીએ કારણ કે આપણને સિદ્ધનું સ્વરૂપ સમજાવનાર જો કોઈ હોય તો તે ઉપકારી અરિહંત ભગવાન છે. મહાન સદગુર રૂપે જો અરિહંત ભગવાને સિદ્ધનું સ્વરૂપ ન બતાવ્યું હોય તો આપણે જાણી શક્યા ન હોત અને એવી સિદ્ધદશાની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવા કોઈ જીવ પ્રેરાયો પણ ન હોત. આમ પ્રત્યેક જીવ પુરુષાર્થ કરીને પરમાત્મા થઈ શકે છે. એ બતાવનાર અરિહંત પ્રભુને સિદ્ધ ભગવંત કરતાં પણ પ્રથમ સ્થાન આપ્યું છે.ન વર્તમાન ગુરુની અનિવાર્યતા છે. કારણ, આ કાળમાં આ ક્ષેત્રે અરિહંતદેવ આપણી વચ્ચે સદેહે નથી ત્યારે આપણા માટે જો કોઈ સચોટ અને સબળ અવલંબન હોય તો તે માત્ર એક જ છે અને તે છે સર. - જિનેશ્રવર શાસ્ત્ર પ્રરૂપ્યા, ગુરુ ગણધર તથા તેમની શિષ્ય પરંપરાએ એ ઉપદેશ સૂત્ર-સિધ્ધાંતને આગમરૂપે ગુંથ્યા. આમ સદ્ગરને કારણે આપણને આગમરૂપી અમૂલ્ય વારસો મળ્યો. શાસ્ત્રોમાં માર્ગ બતાવ્યો છે. મર્મ બતાવ્યો નથી. મર્મ તો સરના અંતરમાં પડયો છે. ગુરુ આપણા દોષ જોઈ આપણને જાગૃત કરે, જ્યાં ભૂલીએ ત્યાં ફરી ગણવાની પ્રેરણા આપે, પરમહિતકારી મિત્ર, કરુણાનિધાન સર, હિતબુદ્ધિએ શામ, દામ, દંડ, ભેદરૂપ નીતિ આચરીને પણ સાધકને સાચા રસ્તે ચડાવે. ગુરુ શિલ્પી છે. શિલામાંથી નકામો ભાગ દૂર કરી શિલ્પી સુંદર મૂર્તિ બનાવે તેમ ગુરુ શિષ્યના દુર્ગુણો દૂર કરીને તેને જીવનસૌદર્ય બક્ષે છે. જ્ઞાન તો પ્રત્યેક માનવીના આત્માનો પ્રથમ ગુણ છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મથી આત્મા જ્યાં સુધી લોપાયેલો છે ત્યાં સુધી તેને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ નથી આ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય ગુરુના ઉપદેશ વિના શક્ય નથી. “અહિલ્યા થઈને સૂતું છે, અમારું જ્ઞાન અંતરમાં, ગુર! મમ રામ થઈ આવો, તમારા સ્પર્શ ઝંખુ છું.” આમ સરના સ્પર્શમાત્રથી શાન પ્રગટ થવાની માર્મિક વાત કવિએ કહી છે. કબીરજીએ તો સરુને જ્ઞાનરૂપી લોચન ઉઘાડનાર કહ્યા છે. સદગુરકી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર લોચન અનંત ઉઘાડિયા, અનંત દિખાવણહાર અવા સર મેળવવા માટે આપણને અંતરના અતલ ઊંડાણમાંથી જિજ્ઞાસા ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ઝંખના જાગવી જોઈએ. ગુર પ્રાપ્તિની અભિલાષા રોમરોમમાંથી પ્રગટ થવી જોઈએ. સહરાના રણમાં પ્રવાસ કરતાં પ્રવાસીને તરસ લાગે ત્યારે શીતલ જળ માટે કેવી ઉત્કૃષ્ટ ઈચ્છા થાય છે, જે રીતે સર! તમોને ઝંખુ છું પ્રખર સહારાની તરસથી... સર જેવા મહાન રત્નને જીરવી શકે તેવી પાત્રતા પણ કેળવવી જોઈએ આ તો સિહણના દૂધ જેવી વાત છે. વિનય, હિત શિક્ષાની પાત્રતા અને ગુરુ પ્રત્યે આદર અતૂટ શ્રદ્ધા આદર્શ શિષ્યના ગુણો છે. આવા આદર્શ શિષ્ય માટે સદ્ગરનું શરણું કલ્પવૃક્ષની શીતળ છાયા સમાન છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે કુગુરુ કાગળની કે પથ્થરની નાવ જેવા હોય છે. કાગળની નાવ જેવા ગુરુ પોતે ડૂબે ને બીજાને ડૂબાડે, પથ્થરની નાવ જેવા ગુરુ પોતે ડૂબે ને બીજાને પણ ડૂબાડે જ્યારે સદ્ગુરુ કાષ્ટની નાવ જેવા હોય છે જે પોતે તરે અને બીજાને પણ તારે છે. જ્ઞાનીઓએ ગુરુને પનિહારી સમાન અને સોનાની ખાણના ખાણીયારૂપે કહ્યા છે. કૂવામાં પાણી ઘણું છે. તરસ્યો પ્રવાસી કાંઠે ઊભો છે. પાણીના દર્શનથી તેની તૃષા તૃપ્ત થવાની નથી. પનિહારી દોરડું સિંચી ઘડામાં પાણી ભરી બહાર લાવે તેને કપડા વડે ગાળી પ્રવાસીની તૃષા તૃપ્ત કરે છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન કૂવાના પાણી જેવું છે. ગુર તેનું ચિંતન-મનન પરિશીલન કરી આપણે યોગ્ય બનાવી આપે છે અને આપણી જ્ઞાનપિપાસાને તૃપ્ત કરે છે. જેમ પનિહારી કોઈપણ તરયા વટેમાર્ગુને નાત, જાતપાતના ભેદ વગર તૃષા તૃપ્ત કરે છે. તેવા જ છે કરૂણાવંત જ્ઞાની ગુરુજન. વળી સોનાની ખાણમાં માટી મિશ્રિત સોનાનો પુરુષાર્થ દ્વારા અનેક પ્રક્રિયાથી ચોવીસ કેરેટની શુદ્ધ સોનાની લગડી ખાણીયા બનાવે છે તેમ જ્ઞાની ગુરજન શાસ્ત્રનાં અગાધ રહસ્યોને સરળ ભાષ્માં આપણી સમક્ષ રજૂ કરી મોક્ષનો માર્ગ સુલભ કરી આપે છે. સદ્ગર અંતરમાં અખૂટ અનુકંપાનું ઝરણું વહેતું હોય છે. તેથી સંસ્કાર અને સાચી સમજણ ગુરુ પાસેથી મળે છે. અધ્યાત્મજ્ઞાન અને જીવનનાં ઉચ્ચ મૂલ્યો ગુર દ્વારા સાંપડે છે. આપણી આર્યસંસ્કૃતિમાં ગુરુને પ્રભુના પ્રતિનિધિ અને ધર્મસંસકનિા સંરક્ષક અને પોષક માનવામાં આવ્યા છે. સદવિદ્યા, બ્રહ્મવિદ્યા ને સણો ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય છે. નમ્રતા, સેવાભાવ, વિનયને વિવેક એ બધું ગુર કૃપાથી જ પ્રાપ્ત થાય છે. ૨૩ - ૨૪
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy