SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... શિલ્પીથી કોઈ ભૂલ થાય તો એક પથ્થરને ફેંકી દઈને બીજા પથ્થર પર એ પોતાનું કામ શરૂ કરે પરંતુ ગુરને તો એ જ શિષ્ય પર પોતાનું કામ કરવાનું છે અને એના મનમાં વર્ષોથી કે ભવોભવથી જામી ગયેલાં જાળાને સાફ કરીને એમાં નવું અજવાળું પાથરવાનું હોય છે. આથી ગુરુને ‘મહેશ્વર' કહેવામાં આવ્યા છે. મહેશ એ વિનાશને સૂચવે છે. તેની પાછળનો મર્મ એ છે કે ધોબી જેમ પહેલાં કપડાં પાણીમાં બોળે, એમ ગરુ શિષ્યમાં ભક્તિ અને સત્સંગનો રગ લગાડે છે. પછી એ પથ્થર પર કપડાં પછાડે છે એમ ગુરુ શિખ્ય ઘડતરને માટે ક્યારેક ગુસ્સાનો લાલ રંગ તો ક્યારેક શાંતિનો શ્વેત રંગ પ્રગટ કરે છે અને શિષ્યની ચિત્તવૃત્તિનું રૂપાંતર કરે છે. જેમ ધોબી કપડાંને નીચોવે, તેમ શિષ્યની સઘળી આસક્તિને નિચવે છે અને ત્યારબાદ જેમ ધોબી કપડાંને સૂર્યના પ્રકાશમાં સુધે છે, એ રીતે ગુરુ એને વૈરાગ્યના પ્રકાશમાં સૂકવીને એનામાં આત્મજ્ઞાન, સમતા, નિસ્પૃહતા અને શાસ્ત્રાપણું જગાડે છે. જેવી દશા કપડાંની, એવી દશા શિષ્યની, એ પટકાય, નિચોવાય, એને ઝાપટવામાં આવે એ બધું થાય એ રીતે ગુરુ પહેલાં એના હૃદયમાં દીર્ઘ કાળથી પલાંઠી લગાવીને બેઠેલા અજ્ઞાન, ભ્રમ, રૂઢિ તથા ખ્યાલોને દૂર કરે છે. આજ સુધી એ મૃત્યુના ભયથી કે નરકના ડરથી એ ધર્મ તરફ ગયો હતો. આજ સુધીમાં પોતાનાં પાપને છૂપાવીને ધર્મ તરફ ગયો હતો અથવા તો પોતાનાં દુષ્કૃત્યોનાં ભારમાંથી મુક્ત થવા ધર્મ તરફ ગયો હતો. આવી મનમાં બંધાયેલી માન્યતાઓનો ગુરુ પહેલાં નાશ કરે છે. એનું આગણું ચોખ્ખું કરે છે, કારણ કે તો જ એના હૃદયમાં શુભભાવોનો પ્રવેશ થાય અને પરમનો સ્પર્શ શક્ય બને. એક જગા ખાલી થાય તો એમાં બીજું મૂકી શકાય, આથી ભક્તના હૃદયમાં આસન જમાવી બેઠેલા ધનલોભ, સત્તામોહ કે ઈંદ્રિયલોલુપતાને ગુર દૂર કરે છે. એને દૂર કરે તો જ ત્યાં કશુંક નવું આવી શકે. વર્ષોથી પાળેલાં ભ્રમો પર ગુર આઘાત કરે છે. આમ ગુરૂ ભ્રમનાશક છે. શિષ્યની વૃત્તિઓએ રચેલાં અનેક કિલ્લાઓને એક પછી એક જમીનદોસ્ત કરે છે. જે ભ્રમ લઈને સાધક પરમની પાસે જાય, તો એ પરમાત્માની આસપાસ પોતાની ભ્રમજાળ ગૂંચી દેશે. વૃત્તિઓ લઈને એ પ્રભુ પાસે જશે, તો પ્રભુને કે ધર્મને પોતાની વૃત્તિ બહેકાવવાનું માધ્યમ બનાવી દેશે. એની ભક્તિ અહંકારનું રૂપ ધારણ કરશે અને એના અંતરના અજ્ઞાનનો અંધકાર વધારવાનું નિમિત્ત બનશે. એનું આવું અજ્ઞાન વધતું જશે અને પોતાની મર્યાદાઓ અકબંધ રાખશ. આથી જ કહ્યું છે. ૧૯ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા गुरोरवज्ञया सर्व नश्यते च समुद्भवम् “ગુરુની અવહેલના કરવાથી આખો અભ્યદય નષ્ટ થઈ જાય છે.” એક વ્યક્તિએ પોતાના ગુરુ પાસે પશ્ચાત્તાપ કરતાં કહ્યું, “બસ, મને એક બૂરી આદત છે કે રાત્રે પત્નીને મારી બેસુ છું. ગુરુ આ આદતા ઊંડાણમાં ઊતર્યા અને પૂ. આમ પત્નીને મારવાનો અર્થ શો?' ત્યારે એણે કહ્યું કે એ ચોરીના પૈસે જુગાર રમ્યા બાદ દારૂ પીતા સાનભાન ગુમાવે છે અને એને પરિણામે ગુસ્સામાં અપશબ્દો બોલતો બોલતો પત્નીને મારી બેસે છે." આ રીત વ્યક્તિમાં માત્ર એક જ મર્યાદા, દોષ કે ક્ષતિ હોતા નથી. હકીકતમાં તો મર્યાદા કે દોષ ક્યારેક એકલા આવતા નથી. એની સાથે એની સખીઓ અને પુત્રીઓ હોય છે. વ્યાપારમાં શોષણ કરીને મેળવેલા પૈસાથી ધર્મકાર્ય કરવાનું માનનાર હકીકતમાં તો અધર્મ જ આચરતો હોય છે વ્યક્તિ અહંકાર નમાવીને, વાસનાઓ ગાળીને વિનમ્રભાવે ગુરુના દ્વારમાંથી પસાર થઈને પરમ પ્રતિ જવાનું છે, કારણ કે પરમાત્મા સમર્પણ વિના મળતા નથી. આ હરિનો મારગ એવો છે કે જ્યાં માથું મૂકીને ચાલવું પડે છે અને આવું સમર્પણ ગુરૂ વિના સાધતું નથી. સંત કબીરે કહ્યું કે જે પોતાનું ઘર ભસ્મીભૂત કરવા તૈયાર હોય, એ જ મારી સાથે આવે.' આ જ ‘ગુરુ દેવો મહેશ્વર’ છે. આ મહેશ્વર પાસે શિષ્યની બાહ્ય અને આંતર બન્નને દુવૃત્તિઓ નાશ કરવાની ક્ષમતા છે. હિંદુ ધર્મગ્રંથોમાં મહાદેવનું પ્રધાન શસ્ત્ર ત્રિશૂળ છે અને એમના ધનુષ્યનું નામ ‘પિનાક' છે. આ બંને શસ્ત્રો સૂચવે છે કે મહાદેવની જેમ ગુરુ શિષ્યના નજીકના અને દૂરના એટલે કે બાહ્ય અને આંતરિક બધા દોષો અને દુવૃત્તિઓનો નાશ કરે ચે. વળી ગુના પૈર્ય સાથે મહાદેવનું સ્મરણ થાય. સમુદ્રમંથનમાંથી ઉત્પન્ન થયેલા વિષને પીવાને કારણે એમનું નામ નીલકંઠ પડયું. શિષ્યની ઘણી મર્યાદાઓને ગુરુ પોતાનામાં સમાવી લે છે. ક્યારેય તા એ મર્યાદાઓ માટે પોતાને સ્વયં કારણભૂત ગણીને આત્મવિશ્લેષણ કરે છે. આ રીતે ‘ગુર સાક્ષાત્ પરબ્રહ્મ' બને છે. એનો મર્મ એ કે ગુરુની નિકટ વસવાથી પરબ્રહ્મનો સતત અનુભવ થતો રહે છે. ગુરુની વાણીમાં એ પરબ્રહ્મની વાણીની ઝાંખી મેળવી શકે છે. એના ગાનમાં અધ્યાત્મના આનંદનું સંગીત અનુભવી શકે છે. એના પ્રત્યેક તાલમાં પરબ્રહ્મની લીલાના દર્શન થાય છે. આ રીતે જ્યારે ભક્તની આંખથી એ ગુરુને જોશે, ત્યારે એને અસીમમાં બેઠેલા પરમાત્માના દર્શન થશે. ૨૦.
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy