SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ‘મારી દુબળાઈ જોઈ જોઈને દાખવું શેલાણી સાંઈને હૃદયમાં રાખું.' ૦૦૦ હાવ હાવ કરી હાંકલું મારે, જોર બતાવે જાડો, ગુરુના વચનમાં સમજે નહીં, કસાઈએ બાંધેલ જેમ પાડી... સતી લીરબાઈની વાણીમાં ગુરુમહિમા : સતી લીરબાઈમા પોરબંદર પાસેના મોઢવાડા ગામનાં હતાં. મેર જ્ઞાતિનાં સંત લીરબાઈ કે લીરીબાઈ તરીકે ઓળખાતાં. એમની રચનામાં ખમીરવંતો અવાજ સંભળાય છે. ‘અધૂરિયા સે નો હોમ દલડાની વાતું મારી બાયું રે.. નરપૂરા રે મળે તો રાવું રેલિયે રે...' wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ડૉ. નિરંજન રાજ્યગુર નોંધે છે કે, તદ્દન નિરક્ષર છતાં ભરપૂર અધ્યાત્મજ્ઞાન ધરાવતાં આ સંતકવયિત્રી લીરબાઈએ માનવજીવનમાં વ્યાપી રહેલા દંભી આચરણ તરફ આંગળી ચીંધી બતાવી છે. સાધનાના પંથે પણ સાધક ઘણી વાર સિદ્ધિના અભિમાનમાં આવી ચમત્કારોમાં અટવાઈ જાય છે, આ સમયે જરૂર હોય છે સતત જાગૃતિની.” સંત દેવીદાસે રક્તપિત્તથી પીડાતા માનવીની સેવા કરતાં કરતાં વર્ણની વાડાબંધીથી પર રહીને મુસ્લિમને પણ સ્થાન આપ્યું છે. મૂળ નાથપરંપરાના જેસો અને વોળાંદાન કાઠીની સમાધિની બાજુમાં જ સંત દેવીદાસ અને અમરબાઈની સમાધિ આવેલી છે. પગથિયાં પર શાર્દુળ ભગતની સમાધિ છે. દેવીદાસનાં દર્શને જતા ભક્તો એના પર પગ મૂકીને જાય છે. પરબની સંતપરંપરા આજે પણ ચેતનવંતી ધારાને પ્રજવલિત રાખી રહી છે. પરબવાવડીની સંતધારા વિશે ડૉ. બળવંત જાનીના આ વિધાન સાથે સમાપન કરીએ “પરબવાવડી સ્થાનક મૂળ નાથપંથનું, જસોદાન વોળાંદાનની સમાધિ એમાં વૈષ્ણવ પરંપરાના લોહલંગરી શિખ્ય દેવીદાસ નિવાસ કરે. નાથ વૈષ્ણવ પરંપરામાં પાછળથી શાર્દુળ, અમરબાઈ, માંગલબા, જીવણ મોઢવાડિયો, રામવાળો, અમૂલાબાઈ, હીરબાઈ, ગંગાદાસ, સાંઈ સેલાની શાહ વગેરે શિષ્ય પરંપરા પાછળથી મહાપંથી બન્યા જણાય છે. પરબવાવડી સંત દેવીદાસની જગ્યા વિવિધ પંથનું અગમતીર્થ છે. ૧. મકરન્દ દવે, સમિધ -૨ (સં. સુરેશ દલાલ). ૨. બળવંત જાની, ‘મૂળ રે વિનાનું કાયા ઝાડવું.' ૩. સ્વામી હરિદાસ ભારતી, ‘મેરી નજરે મોતી આયા-૧', ૪. ડૉ. નિરંજન રાજ્યગુરુ, ‘મરમી શબ્દનો મેળો’. ૫. બળવંત જાની, ‘મૂળ રે વિનાનું કાયા ઝાડવું. ‘સંત ને સંતપણા રે, તેથી મફતમાં મળતાં, નથી મફતમાં મળતાં, એના મૂલ ચૂકવવા પડતાં રે...' ૦૦૦ “હાં હાં રે ગુરુજી કહો ભજન કેમ કરીએ ?' અમને મળિયા અંતરયામી રે હાં...' ૦૦૦ ‘રમતો જોગી રે ક્યાંથી આવ્યો રે, આવી મારી નગરીમાં અલખ જગાવ્યો રે, વૈરાગણ હું તો બની... સરની કૃપાથી લીરબાઈને સત્યદર્શન થયું છે. શબ્દરૂપી જોગીને કાયાનગરમાં રમતો જોઈ પોતે મીરાંની જેમ વૈરાગણ બની ગાય છે. લીરબાઈએ પણ સંત દેવીદાસ, અમરદેવીદાસના જયજયકાર સાથે જીવતા સમાધિ લીધી હતી. સ્વામી હરિદાસ ભારતી નોંધે છે કે, ‘અમર સંત દેવીદાસ-ભાગ-૧ના લેખક હરસુર ગઢવી લીરબાઈ માતાજીનાં ગુરુ તરીકે ઘોઘાવદરવાસી સંત જીવણદાસ (દાસીજીવણ) હતા તેવું કહે છે, પરંતુ ખરેખર તેમના ગુરુ મોઢવાડના મેર સંત જીવણ ભગત હતા’. લીરબાઈમાતાનાં સ્થાનકો મોઢવાડા, કેશવ, કંડોરણા, કોઠડી, ગોસા, સીસલી તથા પરબવાવડીમાં આવેલાં છે. પરબની સંતપરંપરામાં લીરબાઈની ભજનવાણી બીજમાર્ગી મહાપંથી નિર્ગુણ ઉપાસના અને ગુરુમહિમાનું ગાન રજૂ કરે છે. ૨૧૧ ૨૧૨
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy