SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુપદ ૧૪૯ કે ધર્મમાં તન્મય બનવાની વાત કરતા નથી. ત્યારે શ્રીપાળમહારાજાને તે અચાનક મત સામું મળે છે, ઘેરે અપાર સંપત્તિ છે; મયણાસુંદરી જેવી રૂપ અને ગુણના ભંડાર જેવી દિવ્ય પત્ની છે, છતાં તે બધું ભૂલી જવાય છે અને મોટું એકજ ઉચ્ચાર કરે છે કે નમે અરિહંતાણમ. આ કે વજપ સંસ્કાર છે! આપણે શ્રીપાળમહારાજાની રિદ્ધિસિદ્ધિને નીહાળીએ છીએ પણ એ રિદ્ધિસિદ્ધિ એ તે ગૌણ ફળ છે. ગૌણ ફળ આપણી આંખ સામે રહે છે, પરંતુ તેમની નવપદ વિષેની તન્મયતા તે આપણા ખ્યાલમાં નથી બેસતી ! રિદ્ધિસિદ્ધિ એ ફળ છે, એ સઘળું કાર્ય છે. તે કાર્ય આપણે વારંવાર નિહાળીએ છીએ, પરંતુ એ કાર્યનું કારણ જે આરાધનામાં તન્મયતા તે આપણી આંખે ચતું નથી ! શેરહેડર વ્યાજનો વાયદે ત્યારે કરી શકે કે જ્યારે તેણે શેરની ખરીદી કરી હોય તે ! શેર લીધા વગર તમે અમુક દહાડે મારા શેરનું વ્યાજ આવવાનું છે, ત્યારે તું પૈસા લેવાને આવજે; એ તમારા માગનારાને વાયદે કરે તે એ વાયદો ચાલી શકવાને નથી. તમારી પાસે શેરજ ન હોય તે પછી વ્યાજ કયાંથી આવવાનું હતું ? શું કોરે કાગળીએ વ્યાજ આવવાનું હતું ? કદી નહિ ! એટલાજ માટે શાસ્ત્રકાર મહારાજા રત્નશેખરસૂરિજી સંસ્કારના શેર લેવાની બધાને આજ્ઞા કરે છે. સંસ્કારના શેરો લીધા હોય તે પછી આરાધના રૂપી વ્યાજને વાયદે તમે ગમે ત્યારે કરી તેને વાંધો નથી ! હવે તમારી પાસે એ સંસ્કારની મુડી શી રીતે ઉભી થાય તેને વિચાર કરે. સંસ્કારની થાપણ મેળવવાને માર્ગ એ
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy