SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ છે, સ્વભાવમાં મૃદુતા-કમળતા એ માર્દવ છે, (૩) આર્જવા એ સરળતા છે; તે માયાને જીતવાનું સાધન છે, (૪) શૌચ–ત્યાગ અથવા નિર્લોભતા; એ લોભને જીતવાનું સાધન છે, (૫) સત્ય એ જીવન વ્યવહારની સરળતાનું સાધન છે, (૬) સંયમ ઈન્દ્રિય નિગ્રહ એ વાસનાના નિયંત્રણનું સાધન છે, (૭) ત્યાગ બાહ્ય ઉપાધિને ત્યાગ એ આસક્તિ જીતવાનું સાધન છે, (૮) આકિંચન્ય ભિક્ષુકવૃત્તિને સ્વીકાર; એ માન મર્દનનું સાધન છે. (૯) તપ એ કાયકલેશ રૂપ છે અને તે ઈન્દ્રિયોને કાબુમાં રાખવાનું સાધન છે. અને (૧૦) બ્રહ્મચર્ય એ ગુરૂકુળવાસમાં રહી શીલ પાળવું એ છે કે જેથી અનેક ગુણ, શક્તિ આદિ ખીલે છે. પૂર્વ કર્મના પરિણામ રૂપે અકસ્માત રૂપે આવી પડતા એવા ઉપસર્ગ છે. તેના બે પ્રકાર છેઃ (૧) પ્રતિકૂળ અને (૨) સાનુકૂળ. પ્રતિકૂળઉપસર્ગમાં જીવ સમતા સહેલાઈથી જાળવી શકે છે. સામાકૂળ ઉપસર્ગમાં જીવને સમતા જાળવવા ખૂબ શ્રમ લે પડે છે. આ ઉપસર્ગને સમાવેશ પરીષહમાં થાય છે. સ્વીકારેલ ધર્મજીવનના કારણે તે જીવન જીવતાં આવી પડતા કુદરતી ઉપદ્રવે એ પરીષહ છે. આવા પરીપહથી કંટાળ્યા વિના ધાર્મિક જીવનમાં સમતા ટકાવવાની જરૂર છે, આમ સમતા કેળવતાં જીવને આધ્યાત્મિક વિકાસ થાય છે. પરીષહ બાવીશ છે –(૧) સુધા. (૨) પિપાસા, તૃષા, (૩) શીત, (૪) ઉષ્ણ, (૫) દંશમશક, (૬) નગ્નત્વ, (૭) અરતિ, (૮) સ્ત્રી અથવા પુરુષ અથવા વિજાતીય આકર્ષણ, (૯) ચર્યા, (૧૦) નિષદ્યા, (૧૧) શય્યા, (૧૨)
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy