________________
૧૩૧
પ્રવચન ૧૭૫ મું . ચોકકસ. તમે સાધમિકની ભકિત નાળીયેર સેપારી વિગેરે ઉચિત વસ્તુ આપીને કરી શકે છે, પણ અનુચિત પદાર્થો આપ તે શાસ્ત્રકાર તેને ભકિત કહે ખરા? અભક્ષ્ય અપેય પદાર્થોથી સાધર્મિક ભકિત ગણી શકે છે? શ્રાવકધર્મને અનુચિત ન થવું જોઈએ ? શ્રીપાળ ચરિત્રમાં ત્યાંના સાધર્મિકોએ મુનિચંદ્રના કથનથી બધું પુરું પાડયું છે. કહે કે સાધર્મિક સાચા હોવા જોઈએ. ધર્મને પ્રાણુ સાટે રાખનારા હોવા જોઈએ. એમાં પીકેટરે કામ ન લાગે, જેમને સટ્ટા બજારમાં હોટલમાં પીકેટીંગ કરવાનું સૂઝતું નથી, તેમને સાધર્મિક વાત્સલ્ય, મંદિરને સંઘમાં પીકેટીંગ કરવાનું સૂઝયું, આવાને સાધર્મિક ન ગણે તે વાત જુદી.
શાસ્ત્રીય રીતિએ ધર્મને અનુસરનાર હોય તેને અંગે શ્રાવકને ઉચિત દરેક રીતની ભકિત કરી શકે છે. ચંડપ્રદ્યોતનનું લીધેલું રાજ્ય ઉદાયને પાછું મેં ચું, કયા મુદ્દાએ? સાધર્મિકને અંગે. વાજંઘના ગએલા રાજ્ય પાછા મેળવી આપ્યા. ધરણેન્દ્ર નમી વિનમીને વિદ્યા આપી તે ધરમની અપેક્ષાએ, હેતુએ નહિ, અહીં ફરક કર્યો? એણે વિદ્યા માટે સેવા કરી હોય ને મળે તે ધર્મ હેતુએ વિદ્યા મલી. પ્રથમથી વિદ્યાને મુદ્દો ન હતો, વિદ્યા માટે ભકિત કરતા ન હતા. રાજ્યના ભાગની માગણી કરતાં હતાં, તે મળે તે હેતુ કહેવાય. ધરણેન્દ્ર જુદું સ્થાન આપ્યું તે ધરમની અપેક્ષાએ. સુલસા સમ્યકતવમાં દઢ રહીને દેવતાએ ગુટિકા આપી તે ધર્મ હેતુએ. સમ્યકત્વ રાખતી ન હતી? દેવતાએ શ્રેણિકને હારકુંડળ આપ્યા તે ધરમથી રત્ન, તે પણ ધર્મ રત્ન, હવે ધર્મનું રત્ન કોને કહેવું ? જે મંદીર જ્ઞાન વિગેરે આરાધ્ય ક્ષેત્રો તેનું જે રત્ન હોય તે ધર્મસ્ય રત્ન, ધર્મનું રત્ન, અમારે અહીં કયું' રત્ન સમજવું ? જયદેવ અને ચિંતામણિ રત્ન
ધર્મ રત્ન શબ્દો જુદા હોવાથી કયું સમજવું? એકકે નહિં, ત્યારે ધર્મ એ રત્ન, તપુરૂષ સમાસ ન કરતાં કર્મધારય સમાસ કરે. ધર્મ રૂપી રત્ન. એ માટે ધર્મરત્ન ઓળખાવ્યું છે. ત્યાં ધર્મ ચિંતામણી જે છે. જયદેવને તે મહામુકેલી મ હતો. તે ચિંતામણી રબારીના હાથમાં ટકશે નહીં. એક શેઠને છોકરા જયદેવ છે. હીરાની પરીક્ષામાં ઉતર્યા. એણે ગ્રંથે ભણતા ચિંતામણીના ગુણે સ્થિતિ ગ્રંથમાં સાંભળીને ખરેખર ચિંતામણી વગરના બધા રત્નને કાંકરાં ગણે છે. ચિંતામણીની