________________
૧૫૬
પ્રવચન ૧૪૯મું
થાય તે સમજી, કરતા નથી. મારી પ્રવૃત્તિઓ કઈ કઈ થાય છે? એ બંધ રૂપે કેટલી બધી છે ? જે પરિણતિ અને પ્રવૃત્તિ થયા વગર નકામા કર્મ બંધ ને કેમ બધાઉં?
એનાર્કોસ્ટની પાપની ટોળીમાંથી રાજીનામું આપે તે પાપથી છૂટી શકાય
જેમાં તમારી પ્રવૃત્તિ નથી, છતાં તમે દંડાઓ છે. એનાકીની ચેપડીમાં તમારું નામ નોંધાયું હેય ભલે તે માટે તમે વિચાર ન કરતા હે પણ નામ આવ્યું હોય તે શું થાય? વગર પ્રવૃત્તિઓ વગર વિચારે તમારે એક જ બચાવ. જે રાજીનામું મોકલી દીધું હોય તે તમે બચી જાવ. તમે અઢાર પા૫સ્થાનકની એનાકીસ્ટમાં નામ નંધાવ્યું છે કે નહિં? એમાં રાજીનામું આપ્યું છે? હવે અત્યારે તમે એને વિચાર ન પણ કરતા હોય પણું, પણે રાજીનામું આપી નામ કાઢી દેવાય તેમ ૧૮ પાપ સ્થાનકની કંપનીમાંથી રાજીનામું ન આપે તે પણ, પાપના ભાગીદાર થાવ. આથી પાપની પહેલી જડ અવિરતિ. સમ્યગદર્શનની જડ અહીં આવશે. અન્ય મતે “પાપ કરે કે વિચારે તે પાપ લાગે એમ માનનારા છે. જ્યારે સમ્યગદર્શન “પાપની નિવૃત્તિ ન કરે તે પાપ લાગે આ માન્યતાવાળું છે. દુર્ગતિને પાપની પરિણતિ સાથે સંબંધ. કર્મ આવવા સાથે સીધે સંબંધ નથી. જે પાપની પ્રવૃત્તિ બંધ કરવાની પ્રતિજ્ઞા ન કરે તેને પાપ સાથે સંબંધ છે. બારમા ગુણઠાણુના છેડા સુધી પાપને ઉદય છે. જ્ઞાનાવરણીય આદિ ઘાતિકર્મોને ઉદય છે, ત્યાં સુધી પાપને બંધ કહે કે નહિ ? પંચેન્દ્રિયની હિંસા એ નરકનું સાધન ગણું પણ પચંદ્રિય હિંસાની અવિરતિ પાપનું સાધન છતાં નરકનું સાધન નહીં. જો કે આ ઉપરથી જેઓ કહેનારા છે કે જીવ બધા સરખા છે. સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ, ચાહે બે ઇંદ્રિયવાળે હેય કે ચાહે સિદ્ધને જીવ હેય, બધા જીવ રૂપે સરખા છે. ચાહે પચંદ્રિયની હિંસા કરે કે એકેન્દ્રિયની હિંસા કરે, બધી હિંસા નરકનું સાધન છે એ જૂઠું છે. નરકનું સાધન પંચેન્દ્રિયની હિંસા છે. સામાન્ય હિંસા લેવી હોય તે મહારંભ આવી ગયું હતું. મહારંભ એટલે ઘણા ઓની હિંસા.