SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે જે આવી રીતે કામ કરતાં વેશ્યા બીજે ન હોય તે જ વૈમાનિકનું આયુષ્ય બાંધે. એટલે ધર્મના રંગમાં રંગાય હાય, સમકિતી તેજ કે જેની લેશ્યા ધર્મ સ્થાને રમી રહી હોય. સમ્યક્ત્વ હોય તે જ વખત આ વેશ્યા જોઈએ. ક્ષયપશમ ઉપશમ અને ક્ષાયિક એ ત્રણેમાં આજ લેશ્યા જોઈએ. એટલે કહેવાનું તત્ત્વ એ છે કે પોતાના આત્માને સમકિતી કહેવડાવવા તૈયાર હોય તેવા એ શું કરવું જોઈએ. કેઈપણ અવસ્થામાં આ શુભ લેશ્યાને ટકાવવી જ જોઈએ. ધર્મની કિંમત એવી જાણેલી હોય કે ઝવેરી વેપાર માટે દાગીને દેખીને આવ્યા પછી. પિતાની સવડ કરતે હોય, ભલે તે ખાય પીએ કે હરે ફરે, પણ દષ્ટિ કયાં? કહેવું પડશે કે જે જાપર સુંદર દાગીને દેખ્યો છે, જેમાં પાંચ સાત લાખને ફાયદો દેખ્યો છે, ત્યાં ચિત્ત રમ્યા કરે. શું વચમાં ખાતે નથી, ફરતો નથી, સુતો નથી? છતાં દષ્ટિ દાગીના ઉપર હોય, તેવી રીતે ચાહે ઘેર જાવ, ચૂલે સળગાવે, લડા, ઝઘડો, લહેણું દહણ કરે, પણ બધામાં આ નિર્મલ દષ્ટિ રહે કે-આ પ્રભુદરબારમાં દેખેલી ચીજ મેળવવાની છે. જૈન શાસનમાં દેખેલી ચીજ, મંદિરમાં ગુરુ પાસે દેખેલી ચીજ, ઉપર ચિત્ત ચુંટી જાય. ઉખાડયું ના ઉખડે ત્યારે સમ્યફવને રંગ. તેમને કદાચ નાણાંની સવડ ન થઈ છતાં તે દાગીને ભૂલાયો નથી. તેવી રીતે દેવ ગુરુ પાસે દેખેલો ધર્મ અને સાધર્મિકોની મહેરબાનીથી જણાએલે ધર્મ ભૂલવા માગે તો ન ભૂલાય, તેવી દશા આવે ત્યારે વૈમાનિક સિવાય બીજુ આયુષ્ય બાંધે જ નહિં. દુનિયાદારીમાં અને તેના કાર્યોમાં આ હૃદય ઉદાસીન, ધગધગતું છે. કાળજામાં વચનમાં ઝાંખું પડયું કે સમાજજે કે અમારા જેવા બેઈમાન કેણ? આવું કોણ કહે છે? પેલા કાળા મહેલના ચાર શ્રાવક ઉપર પ્રમાણે બોલે છે. જેમ વીંછી કરડ હોય ને ઝાટકે મારે તેની સાથે એ વિચાર ન હોય કે આ વેદના ધીમે ધીમે જાય તે ઠીક, એમ ધારનાર જગતમાં પણ ન હોય. ઉપાધિને સંપત્તિ ગણીએ તે નિશ્ચયથી અગર વ્યવહારથી પણ સમકિત ગયું. જ્યારે જીવ સમકિત પામે ત્યારે અવિરતિ અને કષાય એ વીંછીના ડંખ જેવા ખરાબ લાગે. જ્યાં સુધી ખરાબ નથી લાગ્યા ત્યાં સુધી સમકિત સેંકડો કેશ દૂર છે. આ પારમાર્થિક સમ્યક્ત્વની વાત થાય છે. તેને જ લીધે શાસ્ત્રકાર કહે છે કે તેનું જ નામ સમ્યફવ કે ચારે ગતિને બંધી ખાનું દેખે, અવિરતિથી અકળામણુ હોય, કષાયને કંટાળો હોય, ત્રણ ગની પાછળ અધમુઓ થયે છું, આવી વિચારણામાં સમ્યકત્વ છે.
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy