SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે ૨૬૧ અસ્વાધ્યાયમાં પઠન-પાઠનની મનાઈ કેમ ? ફલાણા સાથે કેઈએ લેવડદેવડ કરવી નાહ, તે જાહેર ક્યારે કરાય? અંદર લેવડદેવડના કારણથી લાભ-નુકશાનની જરૂર જણાતી હેય. સંધ્યા સમયે અપવિત્રતાની વખત પઠનને નિષેધ કર્યો. સો ડગલામાં સુવાવડ કે મરણ હેય તે સાધુઓએ અભ્યાસ ન કરે, શા માટે? કારણ અપવિત્ર પુદગલે ભાષા વગણના પુદગલો સાથે મળી વિચિત્ર રીતે આત્માના અસંખ્ય પ્રદેશને અસર કરે છે. એ અસરને સમજવાની તાકાત એ મહાપુરૂષમાં છે, તેથી જ તે જણાવે છે કે આ વખતે તમારે સ્વાધ્યાય કરે નહિં. આકાશમાં ઉલ્કાપાત થયો હોય વિગેરે પ્રસંગો કેવળીઓએ નિયમિત કર્યા છે. આટલા કારણસર તમારે આટલી વખત સ્વાધ્યાય કર નાહ. દુણાએલી દાળ નાહ કોઠારની કે કઠાની. એવી વખતમાં થએલે સ્વાધ્યાય જ્ઞાનાવરણયના ક્ષય ઉપશમ કરવાને બદલે જ્ઞાનાવરણીયને ઉલટા તીવ્રપણે બાંધે, જ્ઞાનાવરણીય બંધાઈને આત્મા વધારે મલીન બને તે માટે પઠન નહીં કરવાનું કહ્યું છે. જેમ આપણે શરીરમાં કૌવત હોય તે શરદીના પુદગલે ફાયદો કરે અને અશક્તિ હોય તો તે જ શરદીનાં પુગેલે કફાદિકની વૃદ્ધિ કરે, તંદુરસ્તીમાં નુકશાન કરે છે. અપવિત્ર પુદગલે જ્ઞાનાવરણયની વધારે અસર અભ્યાસ વખતે કરે છે. પવિત્ર ભાવનાને નિષેધ નથી કર્યો, જેને પઠન-પાઠન કહીએ છીએ તેનો નિષેધ છે. હવે કહેવાનું તત્ત્વ એ છે કે–આત્મિય વસ્તુમાં પણ જે પ્રવર્તવાનું તે કેવળીના હુકમ પ્રમાણે જ, તો પછી પગલિકસ્થિતિ તેમાં કેવળીના હુકમ સિવાય વર્તવાનું હોય જ ક્યાંથી? આ વાત લક્ષ્યમાં આવશે ત્યારે શ્રી ભગવતી સૂત્રમાં ભગવાને મટુક શ્રાવક માટે કથન કરેલું ખ્યાન ખ્યાલમાં ઉતરશે. મટુક નામનો એક શ્રાવક ભગવાન મહાવીર આવ્યા સાંભળીને વંદન કરવા માટે નીકલ્યો છે. વંદન કરવા જતાં રસ્તામાં મિથ્યાત્વના આગેવાને કાલેદાયી અને સેલેદાયી રસ્તામાં બેઠા છે. એ બંને જણે મટુકને બોલાવ્યા. સમ્યગુદષ્ટિને સમ્યકત્વને અંગે જે ખરી રીતે વિચારીએ તે મિથ્યાત્વને બોલાવવાને હક નથી. એટલી પણ સેહ આપણું ઉપર મિથ્યાત્વીની ન જોઈએ. પહેલો બેલાવનાર સામાની હેમાં તણાએલ છે. મિથ્યાત્વીને
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy