SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પ્રવચન ૧ મું મહાપુરૂષે શું વિચાર્યું? જડજીવનવાળાએ અહીં વિચારવું ઘટે છે. આ દશામાં ક્યારે આવી શકશો? માથે અંગારા સાસરે મૂકે છે. દીક્ષાના કારણે સાસરે પાળ બાંધી ખેરના અંગારા નાખે છે, તે વખતે મન જીવજીવનમાં પરોવી દે છે. જડજીવનને બંધનરૂપ ગણે છે. હવે આ જગે પર ગજસુકુમાલજીએ જડજીવનનો ખ્યાલ જ ન કર્યો, જીવજીવન વિકસ્વર કર્યું. સદા માટે જીવજીવન પ્રાપ્ત કરી ગયા. અહીં કૃષ્ણજી નેમનાથજી પાસે ગયા. ગજસુકુમાલને માટે પૂછયું કે ગજસુકુમાલે તે કાર્ય સાધી લીધું. દીક્ષાનો વરઘોડો કાઢનાર સાધુપણાનું આવું ખૂન થયું, તેથી રથગાડી પાછી કાઢી. પિતે રાજમાર્ગો નહીં જતાં પાછલે રસ્તે ઘેર જાય છે. મુનિહત્યા–આ કેવા રૂંવાડાં ઊભાં કર્યા હશે.? કેવી અસર થઈ હશે કે આખી રયવાડી ચૂંથી નાંખે છે. ચોરની માફક પેલો સોમીલ એ કૃષ્ણની શંકાએ બીજા રતે નીકળે છે. એ સામો મળે છે, જેમાં જ છાતી ફાટી ને મરી ગયે. નરકે ગ. દીક્ષાને અકર્તવ્ય તરીકે નથી ગણી, સસરે લૌકિક ઉપદ્રવ કરીને પરભવ પણ ખરાબ કરે છે. મર્યા ઉપર પાટું શા કામનું. કૃષ્ણથી સહન ન થયું. ભંગીને બોલાવ્યા. કુતરા માફક ઢસડીને દ્વારકાના ચૌટામાં ફેર ને બોલે કે આ દુષ્ટ સાધુહત્યા કરી તેની ઉપર થુંકે. એ કઈ સ્થિતિને જુલમ. પછી પાછી પાણી છાંટવા માણસો રાખો કે એના સ્પર્શ કરેલા આઓ પણ દ્વારકામાં ન જોઈએ. ગજસુકુમલજીએ છવજીવન કેવું પીછાયું. જડજીવન ને જીવજીવનને વિભાગ એજ સમ્યકત્વ. સમ્યકત્વ આવ્યા પછી આવેલું જ્ઞાન ચારિત્ર કામ લાગે છે. આત્મામાં જીવજીવન તરીકે સામ્યકત્વની કિંમત સમજે. હવે તે આગળ કેવી રીતે સમજવું તે અગ્રેવર્તમાન. પ્રવચન કર મું સં. ૧૯૮૮ શ્રાવણ શુદિ ૧ બુધવાર શાસકાર મહારાજા ધર્મોપદેશ દેતાં જણાવી ગયા કે કઈ પણ ચીજ કોઈને આપવાની હોય તો તેના ફાયદા નુકશાન પહેલાં જણાવવા જોઈએ. દાકતર ઝેરી દવા આપે તે તેની ઉપર જ કાગળનું લેબલ
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy