SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ દ્વારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજે વખત સમ્યકત્વ પામી ગયા તે મિથ્યાત્વમાં જાય, સમ્યકત્વમાં રહેલે ૧૭ પાપ સ્થાનકવાળો થાય, તો પણ અંતઃકોટકેટિ સાગરોપમથી વધારે સ્થિતિબંધ કરે નહિ. ક્રેડાઝેડ પલ્યોપમ ન્યૂન હેવાથી અંતઃકટાર્કટિ કહે વાય છે. ઉત્કૃષ્ટી તીર્થની આશાતના કરવાવાળે અર્ધપુદ્ગલપરાવત બાંધે, સમ્યક્ત્વવાળ સત્તર પાવસ્થાનકવાળે હોય તે પણ જે પાપ ન બાંધે. તેના કરતાં સજજડ પાપ (એકલા) મિથ્યાત્વવાળો બાંધે. સમ્યકત્વ પામેલો પડી જાય, અઢારે પાપસ્થાનકમાં આવે, એ પણ એટલું પાપ ન બાંધે જેટલું પાપ અનાદિનો મિથ્યાત્વી સત્તર પો.સ્થાનક વગરને બાંધે. વાડાબંધી બકનારા લુચ્ચા શિયાળ સરખા સમજવા એક શિયાળીઆએ બકરાને કહ્યું હતું કે–અરે તું કે કમભાગી, તને આ રબારી દરરોજ કેદમાં પૂરી રાખે છે. અમે ભાગ્યશાળી કે અમને કઈ વાડામાં પૂરતું નથી. ચોવીસ કલાક સ્વતંત્ર છીએ. નિર્ભાગી જાણી જોઈને શું કરવા વાડામાં ભરાય છે. વાડાથી તારી કમબખ્તી થઈ છે. દાઢારંગે બકરે આ વાત કાનમાં આવવાથી ભડફો, રબારી વાળવા આવશે ત્યારે હું સંતાઈ જઈશ, તે પછી મને ફક્યાંથી વાડામાં પૂરશે. અહંકાયેલા બકરે સાજે સંતાવાનું કર્યું. બકરીવાળો બધાને લઈને ઘેર આવ્યું. રાતને વખત એટલે જંગલમાં શું પૂછવું. તેજ રાત્રે વાઘે ફાડી ખાધો. વાડામાં રહેવું તે કેદ કે પોતાને બચાવ છે. તે જેઓ બચાવના સ્થાનને કેદ ગણાવે તે કેવા કુભંડી હોય? તેમના વચનને માનનારા કઈ અક્કલવાળા ગણવા? તેવી રીતે એજ જાતના બીજા બકરાને શિયાળીએ કહ્યું કે શાને માટે? એણે વાડે કરવાથી અમારા જાનના બચાવ થાય છે. એને દૂધ લેવું છે તેને વાડા સાથે સંબંધ નથી. અમે રાતે ફરતા રહીએ તો કયોએ ફાડી ખવાઈ જઈએ, નહિતર દહાડે છૂટા શા માટે મુકત માટે તું અમારા પ્રાણુને નુકસાન કરનાર છે એમ સાચું સમજેલા કહી શકે છે. વાડાબંધી કોનું નામ? ચોરી ન કરે, શાહુકારી રાખે, ઈમાનદારી કરે તે વાડે છે? પવિત્ર વર્તન તે વાડ છે? જે વર્તનને અંગે પવિત્રતાને અંગે સુંદરતાને અંગે વ્યપદેશ કરાય તે વાડે કહેવાય જ નહિ. અહીં શબ્દ સમ્યક્ત્વ, નહિ ઋષભ-મતવ કે વીર-મતત્વ. જે પદાર્થ જે રૂપે છે તે પદાર્થને તે રૂપે માને. જીવને જીવ તરીકે ને આશ્રવને -આશ્રવ તરીકે. બંધને બંધ તરીકે માને મેક્ષ તરીકે માને તેનું નામ
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy