SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર-સમાધાન ૫૦૯ કરવા. તે અન્ય લેકે પણ ધર્મની અનુમોદના કરે તેવી રીતે તેઓની ભક્તિ કરવામાં જે ધનનો વ્યય થાય તે શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં ધનને વ્યય ગણો. સાવી અને શ્રાવિકા, અનુક્રમે સર્વવિરતિ અને દેશવિરતિવાળી છતાં પણ સ્ત્રીપણાના કેટલાક સ્વાભાવિક દોષોને લીધે તેના તે અવગુણો તરફ દષ્ટિ જાય અને તેના સર્વવિરતિ દેશવિરતિ ગુણે તરફ બહુમાનની નજર ન રહે તે અવિવેક ટાળવા માટે સાધ્વી અને શ્રાવિકાનું ક્ષેત્ર જુદું ગણવાની જરૂર પડી છે. ઉપર જણાવેલા સાતેક્ષેત્રોમાં ધનવ્યય કરવા માટે ઉપદેશ દે એ દરેક ઉપદેશકનું કર્તવ્ય છે. યાદ રાખવું કે એક પણ ક્ષેત્રના ભેગે કોઈને પિષવાનો ઉપદેશ અપાય તો તે ઉપદેશ શાસ્ત્રાનુસારી કહી શકાય નહિ. પદાર્થના નિરૂપણમાં જેમ એક પણ ધર્મને ઓળવે તે તે નયાભાસને ઉપદેશ કહેવાય છે, પણ સર્વ ધર્મોની અપેક્ષા રાખીને અપાતે ઉપદેશ જ યથાર્થ ઉપદેશ કહેવાય છે. તેવી રીતે સર્વ ક્ષેત્રની અપેક્ષાવાળો ઉપદેશ જ યથાર્થ ઉપદેશ કહેવાય. કેઈપણ ક્ષેત્રમાં દુર્લક્ષ્ય કરાવીને કે ઉઠાવીને જે ઉપદેશ અપાય તે યથાર્થ ઉપદેશ કહેવાય જ નહિ. જેનશાસ્ત્રમાં અખિલ કાર્યો ભવ્યજીવોએ પિતાની ઈચ્છાથી જ કરવાનાં છે અને તેથી જ વંદના સરખા કાર્યમાં પણ શાસ્ત્રકારોએ ઈચ્છાકારેણુને પાઠ રાખી ઈચ્છાકાર નામની સામાચારી સૂચવી, મુખ્યતાએ બળાત્કારને સ્થાન નથી એમ જણાવેલું છે. તે પછી સાતક્ષેત્રમાં દ્રવ્ય વાપરવા માટે આજ્ઞા કે બલાભિગ ન હોય તે સ્વાભાવિક જ છે, તેથી બીજાં પ્રયોજનની માફક આ સાતક્ષેત્ર અંગે પણ સાધુનો અધિકાર માત્ર ઉપદેશનો જ હોઈ શકે. (જો કે ચૈત્યદ્રવ્યનાં ગામ-ગાયે વિગેરે કઈ રાજા આદિક મનુષ્ય હરણ કર્યા હોય અગર હરણ થતાં હોય તેની ઉપેક્ષા થતી હોય તેનું નિવારણ કરવાની રજ ગચ્છની અંદર રહેલા સાધુઓ અને ગચ્છથી નિરપેક્ષપણે વિચરતા સાધુની પણ છે. તે પણ તે ફરજ બતાવનાર ગાથાની જેડેજ એમ જણાવવામાં આવ્યું છે કે તે જ ચિત્યાદિકને માટે નવા માગવાના કે ઉત્પત્તિનાં કાર્યો કરતાં સાધુઓના મહાવ્રતની શુદ્ધિ રહે નહિ. માટે સાધુઓએ સાતક્ષેત્રની અને શ્રેતાના ઉદ્ધારથી અપેક્ષાએ માત્ર ઉપદેશ જ કરવો ચગ્ય છે.) પ્રશ્ન-એક ઘરમાં દશ માણસ હોય, તેમાં કેટલાક પાપી હોય અને કેટલાક ધર્મ પણ હોય, તે પાપીએ કરેલાં પાપથી ધર્મી લેપાય ખરો ?
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy