SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૪૯ મું ૪૫૫ અહીં આત્માના ગુણોને તફાવત, ઈન્દ્રિયોનું જ્ઞાન, આત્માને ગુણ, રસનાનું જ્ઞાન થાય ત્યારે એકેદ્રિયમાંથી ઉત્કૃષ્ટ થઈ બેઈદ્રિયમાં આવે, ઘાણ-નેત્ર–શ્રોત્ર-તથા મનનું જ્ઞાન થાય ત્યારે, જાતિ કરતાં આત્માને ચડાવ પડે. પેલામાં પુણ્યને ફેર. આથી ચક્રવતી કરતાં પણ મનુષ્યપણું દુર્લભ છે, આ વિચારીએ ત્યારે બધી એનિ પ્રાપ્ત થઈ પણ ભાવિતાત્મપણું, ધર્મા પણું પ્રાપ્ત થયું નથી. ચકવતીના છોકરાને દુર્લભતા પૂછીએ તો કંઈ નહીં. બની ગયું તે જાણ બહાર છે, પુણ્યાઈ જાણ બહાર બની ગઈ છે. પુણ્યાઇથી બન્યું છે, પુણ્યાઇ વગરનું બન્યું નથી. તો પ્રથમ તો ચકવતી કરતાં મુશ્કેલ એવી મનુષ્યપણાની સ્થિતિ મળી. તમારામાં ને ચકવતના છોકરાની ધારણામાં ફરક નથી. તમારી પુણ્યા અને તેની પુણ્યાઈ ધારણા બહાર છે. તેમ મનુષ્યપણુમાં આવ્યા છતાં કેવી દુર્લભતાથી મળ્યું, તે ધારણ બહાર હોવાથી ચક્રવતી પણાની ખુમારી હજુ આવી નથી. સમજણે થયો ત્યારે માલીક થયો છું એમ સમજે, પણ પૂર્વને ઈતિહાસ યાદ કરતો નથી. તે માટે જણાવ્યું કે, પહેલવહેલા મનુષ્યપણું દુર્લભ મેળવ્યું. સિદ્ધ વાત હતી. થઈ ગએલી વસ્તુને કરવાનું હાય નહીં. રંધાયા પછી તેને રાંધવાનું હોય નહીં, હવે તેની ભાંગફોડ શા માટે ? આને તું ચૂકે નહિં, મળેલી વસ્તુમાં મુશ્કેલી જણાવવનું કારણ–એ કે મળેલી મેલી ન દેવાય, મળેલી ચીજ મટ્ટીમાં ન મેલવ, સહેજે ફરી મળે તેવી ચીજ નથી. મળી ગઈ તે ખરીને? મળી ગઈ તેને ઉપયોગ કરે ? સોનું મોંઘુ માન્યું, તેને ચોવીસ કલાક જાપ કરવાથી શું? સોનાનો ઉપગ ધ્યાનમાં લેવો જોઈએ. તેમ મુકેલ મનુષ્યપણું ગેખ્યા જઈએ તેમાં ન વળે. મનુષ્યપણને ઉપગ કર્યો? દરેકને મુખ્ય ઉપગ એક જ હેય, દીવાને પ્રકાશ કરવો એ મુખ્ય ઉપગ, તેમ મનુષ્યપણાનો મુખ્ય ઉપયોગ કર્યો તે તપાસ! તે માટે જણાવ્યું કે, આહાર, શરીર ઈન્દ્રિય, વિષ તેના સાઘને દરેક ગતિમાં તું મેળવતો આવ્યો છે, તે મનુષ્યપણાને ઉપગ ન ગણાય. બીજી ગતિમાં જે ન બને તે તેને ઉપગ. તરવારે તણખલું કાપી મૂછે હાથ દે તે ? એતો ચપ્પથી પણ કપાઈ જાય, તેથી માન ન પામે, બીજી હલકી ગતિને લાયકના કાર્યો કરી મનુષ્યપણુમાં મૂછે હાથ મૂકે તેમાં શું વળે? બીજી ગતિમાં ન હોય તેવું ઉત્તમ કાર્ય કર્યું?
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy