SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૪૨ મું ૩૮૭ વાત કરે, આ વાત ખ્યાલમાં લેશો! જેઓ આવતા ભવે કરીશું તે વાયદો કરનારા જૈન શાસનના જૂગારી છે, પણ શાસનના શાહુકાર નથી. આ સમજશો ત્યારે ધર્મદાસ ગણુએ જણાવેલું વચન ગળે ઉતરશે, અત્યારે જેનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેને અંગે ઉદ્યમ કરે નથી, તેને અંગે આળસ મોખરે ચઢે છે, કુટુંબાદિકની મમતા મેં મચડાવે છે અને પ્રાપ્ત થએલા ધર્મને સફળ કરતો નથી. તીર્થકર ભગવાનને સમય હેય, અવધિ, મનઃ પર્યવ, ચૌદ પૂર્વધરે વિચરતા હોય ત્યારે આત્માને તારીશું.” આમ કહેનારા ઘણું નીકળશે, પણ વિચારવાની જરૂર છે કે, આ અવસ્થામાં આરાધતા નથી તે, તીર્થંકરાદિકને સંજોગ, રસ્તામાં પડે છે ખરો ? કઈ કીંમતે મળવાને હાથ નહી કડી ને ઉભી બજારે દેડી” તે દોડે તેમાં વળે શું? તેમ આ ભવમાં મળેલ ધર્મ–સંગ સફળ કર્યો નથી, છેવ–સંઘયણું પ્રમાણે પણ ઉદ્યમ કર્યો નથી, પછી કઈ કીંમતે પામવાનો? બજારમાં માલ લેવા જવું હોય તો ખીસામાં પૈસા રાખવા પડે, તેમ તીર્થકર, પૂર્વઘર, ગણધરનો સંગ જોઈએ તો તે માટે પુણ્યનું ખીસું ભર, અત્યારે આરાધન નહીં કર્યું હોય તો ખુદ તીર્થકર, કેવલી, મનઃપર્યવ જ્ઞાની, અવધિજ્ઞાની મળશે તે પણ અંતે મેચીડો ને મેચીડે. આપણે તે સંગોમાં કંઈ પણ લાભ મેળવી શકવાના નથી. શાસ્ત્રકારની વાત એક બાજુએ રાખીએ ને દુનીયાદારીને વિચાર કરીએ. શહેનશાહનો ઢઢરો આવ્ય, શેરીફે વાં, સભામાં એવા નીકળતા નથી પણ કોઈ એમ કહે-શહેનશાહ હોય, તે વાંચે તે આ ઢંઢરે માનીએ, એ માણસની કઈ સ્થિતિ થાય ? શહેનશાહ કહ્યો અને શહેનશાહ પોતાને મેઢે કહેતે જ કબૂલ, નહીંતર હું વર્તવાને બંધાએલો નથી.–આમ કહેનારની શી વલે થાય? તો પછી અહીં સર્વ ભગવાને જે શાસન સ્થાપ્યું, ગણધર મહારાજાએ તીર્થકર મહારાજ તરફથી ઢંઢેરે બધે મેકલ્યો છતાં, તેના ઉપર જેને ભરોસો નથી. તે કહે કે તીર્થકર જાતે આવી કહે તે માનું, તો તે વગર ભાડાની કોટડી–જેલમાં જાય, તેમ સર્વજ્ઞ ભગવાને ગણધર દ્વારાએ, ઢઢરે મેક, તે તે હીસાબમાં નથી. શહેનશાહ મળે તે જ મારે કબૂલ,-એમ કહેનાર ગુન્હેગાર જ બને છે, તેમ જિનેશ્વરનું શાસન વિદ્યમાન, શાસ્ત્રો હાજર છતાં, હમણું કાંઈ નહીં, ભગવાન મળે ત્યારે વાત, તે કહેનારા ભગવાનના શાસ્ત્રની અવજ્ઞા કરનારા ને
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy