SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન અમોને જણાવતાં અતિ હર્ષ થાય છે કે–અમારી આનંદ-હેમ ગ્રન્થમાલાએ સર્વજનપ્રિય પ્રાકૃત કુવલયમાલા મહાકથા, સમરાદિત્ય મહાકથા, સંસ્કૃત વિવરણ યોગશાસ્ત્રનાં ગૂર્જરાનુવાદના મહાગ્રન્થો સંપાદન કર્યા. અત્યારે શીલાંકાચાર્ય રચિત પ્રા. ચઉપજ મહાપરિસચરિયને ગૂર્જરનુવાદ છપાઈ રહેલ છે, જે ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. વચમાં મહેસાણામાં સં. ૧૮૮૦ ના ચાતુર્માસમાં પ, પૂ. આગમોદ્ધારક આ. શ્રીઆનંદસાગર સુરીશ્વરજીએ આપેલા ૫૪ પ્રવચની શ્રેણી રૂપ ૧લો વિભાગ ૧૫ મા પ્રત્થરત્ન તરીકે પ્રગટ કરતાં અમો અત્યંત હર્ષ અનુભવીએ છીએ. મુંબઈ ભાયખાલા શેઠ મોતીશા જૈન દેરાસર અને ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને કાર્યવાહક સુરતના પ્રસિદ્ધ ઝવેરી કુટુંબના શ્રાદ્ધવર્ય જ્ઞાનોપાસક દેવ-ગુરુ ભક્તિકારક પ્રવીણભાઈ અમરચંદ ઝવેરી વખતે વખત વંદન અને જ્ઞાનચર્ચા માટે આવતા હતા. કેટલાક વર્ષો પહેલાનાં આગમોદ્ધારકશ્રીના મારા અવતરણ કરેલા અને તેના આધારે પ્રેસ કેપીઓ કરાવેલા પ્રવચને પિતે સ્વાધ્યાય વાંચન મનન કરવા લઈ ગયા અને મોટી સંખ્યાના પ્રવચનના પાના હોવા છતાં નિરંતર કલાકોના કલાકો સુધી તાત્વિક વિષયના વાંચન સ્વાધ્યાયમાં રસિક હોવાથી સમગ્ર લખેલા પ્રવચનના અવતરણે તેઓ ટૂંક સમયમાં વાંચી ગયા અને વાંચીને ઘણા પ્રભાવિત થયા. એટલું જ નહિં પણ આવા તાત્તિક આગમ શાસ્ત્રોના ભાવગર્ભિત પ્રવચનો મુદ્રિત કરાવી ભાવિને તેમના જ્ઞાનને લાભ મળે તેવા શુભાશયથી અવતરણે સંશોધન કરી પેર પાડી વાચવા લાયક તૈયાર પુસ્તકો પ્રસિદ્ધ થાય તો અમારા દેરાસરના ટ્રસ્ટના જ્ઞાનખાતા તરફથી પણ તેમાં સહકાર આપીશું. તેમના પ્રયત્નથી તેમની કમિટીમાં પણ આ કાર્ય માટે નિર્ણય લેવામાં આવ્યો અને કાર્યારંભ કર્યો. અને આજે કાર્ય પૂર્ણ પણ થયું. આગમકારક પ્રવન શ્રેણી પ્રથમ વિભાગ તૈયાર કર્યો, તેમાં પ્રવચનો બે વિભાગ રૂપે યોજાએલા છે. પ્રથમના ૧૧ પ્રવચનો વિષષ્ઠીના એક શ્લોક ઉપર આપેલા છે, ૧૨-૫૪ સુધીના બીજા વિભાગમાં ધર્મરત્ન પ્રકરણ ગ્રંથના આધારે આપેલા છે. ૧૧ પ્રવચન છપાયા પછી તેના ટાઈપિ વાંચતા બહુ નાના જણાવાથી ૧૨ મા પ્રવચનથી ટાઈપિ બદલાવી નંખાવ્યા છે, જે વાચક–વૃન્દ સહેલાઈથી
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy