SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ આગમ દ્ધારક પ્રવચન શ્રેણી દેવું નથી અને કલ્યાણ કરનાર શાહુકાર તરીકે ખપવું છે. ત્રણ જ્ઞાની સમક્તિવાળા તીર્થકર પણ શાહુકારમાં ન ખપ્યા, તે જે તીર્થકરને અશક્ય લાગી તે આપણને રમત લાગે છે. વિચારયુક્ત હોય તે જાણો અorr ઘણ, આટલા પદને સમજીને પણ એવા શબ્દ નહિ બોલે? ગૃહસ્થ કે અન્ય લિગે સિદ્ધિ કેણ મેળવે? તે શું ગૃહસ્થપણામાં મેક્ષે ગયા છે એ વાત તમે નથી માનતા? તે સોનેરી ટેળીમાં રહેલે મેંબર શું શાહકાર થઈ શકે છે? અહીં ગૃહસ્થપણામાં કલ્યાણ સાધનાર ન હોય, તે ગૃહસ્થલીંગે મેક્ષ જવાની વાત બની શક્ત નહીં. તે તીર્થકર ભલે રાજીનામું આપી સાધુ થયા, પણ ભરત મહારાજાની જેમ ગૃહસ્થપણાનું રાજીનામું ન આપે તે પણ સિદ્ધિ મેળવી શકે છે, આવું કહેનારને કહી શકીશું કે રાજીનામું લખ્યું હોય, દેવા જતે હોય, તે મનુષ્ય સામે તહેમત થયું હોય તેમાંથી ઘણે બચી જાય તે સ્વભાવિક છે, પાસ ભલે હજુ નથી થયું, તે પણ ગુન્હેગારીમાંથી બચી જાય. કહે રાજીનામું પાસ ન થયું હોય તે પણ રાજીનામું દીધેલ હોય તે ગુન્હેગારીમાં ઘણું ઓછો રહે છે, તેમ અન્ય લિગે, ગૃહસ્થલિંગે રાજીનામા દઈ રહ્યા છે, માત્ર રાજીનામાં પાસ નથી થયા. અન્યલિંગ, ગૃહસ્થલિંગ, ત્યાજ્ય છે એમ માનનારા ગૃહસ્થલિંગે સિદ્ધ થયા છે. અહીં ગૃહસ્થલિંગે કે અન્ય લિગે સિદ્ધ કે? જેઓએ ગૃહસ્થપણું પાપરૂપ છે, છેડવાલાયક ધારેલું હોય, તે છેડવાને માટે તલપાપડ, તેમને જ ગૃહસ્થલિગે સિદ્ધપણું છે. પણ ગૃહસ્થપણામાં કલ્યાણ છે, કંઈ અડચણ નથી, ગૃહસ્થપણામાં મેક્ષે ગયા છે, માટે કંઈ અડચણ નથી, એમ કહેનારને સમકિત નથી. અહીં ગૃહસ્થપણને ખરાબ માને, છોડવાના ઉદ્યમ કરવા છતાં ન છૂટયું હોય તેવા ગૃહસ્થલિંગે સિદ્ધ થાય, એને મોઢે રામ આવ્યા તે જબરૂ થયું, એને અર્થ શું? તેના મેંમા રામ આવવાને સંભવ નથી, તેમ ગૃહસ્થલિગે સિદ્ધ શા માટે કહ્યું? ગૃહસ્થલિંગે સિદ્ધ થતા નથી, તેથી કોઈક એવા પ્રસંગમાં જેમ દુર્જનના મેંમા રામ મુશ્કેલ, તેમ તે સંભવ નથી. આશ્ચર્ય અનતિ ઉત્સપિણીઓ બને. તેમ કવચિત દ્રવ્યચારિત્ર વગર જે ભાવચરિત્ર આવ્યું તે પણ અનંતી ઉત્સર્પિણીએ અને ભરત મહારાજાને પહેલા ભવમાં અનુપમ
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy