SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ આગામોદ્ધાર પ્રવચન શ્રેણી એમાં શાંતિ કોણ કરે છે ? હરડે ખાય તેમાં રેચ કેણ કરે? મરચાં ખાય તો આંખ અને પુંઠે ગરમીની બળતરાં કોણ કરે છે ? કહે કે પુગલને સ્વભાવ છે, ઝેર આદિના પુદ્ગલને સ્વભાવ છે કે પ્રાણ વિયોગ કરે, શાંતિ કરે, વિરેચન કરે, બળતરા કરે, એમ અનુક્રમે ઉપર કહેલી બાબતમાં પુગલને સ્વભાવ માનવામાં અડચણ નથી, તે કર્મ પુ નો સ્વભાવ માનવામાં અડચણ શી ? કેટલાક આકસ્મિક બનાવો બને છે, તેમાં પેસાબ કરવા બેઠા, નળીયું પડ્યું ને માથું ફૂટી ગયું, મરી ગયે, કેણ નળીયું ફેંકવા આવ્યું ? આખા જન્મમાં આપણે આપણા કર્મ પ્રમાણે ફળ મેળવીએ છીએ. ફળ આપનાર ઇશ્વર કે પિતાના કર્મ ? : સારા કે ખોટા કાર્ય ઈશ્વર કરાવતું હોય તે કર્મને તિલાંજલી આપે, જવાબદારીના મૂળમાં જોખમદારી છે, જે ખમદારીના મૂળમાં જવાબદારી છે. કસાઈ બકરીને મારવા તૈયાર થયે, અહીં કસાઈ મારે છે કે ઈવર ? ઈશ્વર કસાઈ પાસે મરાવતો હોય તો જહલાદ ખૂની ગણાય નહીં, કોરટની આજ્ઞાથી કરનાર હોવાથી ગુન્હેગાર ઠરતો નથી, તેમ કસાઈ પણ ઈશ્વરના હુકમથી મારે છે તે કસાઈ ગુન્હેગાર નથી પહેલા ભવમાં ઈશ્વરના હુકમથી માર્યા તે ધોલ મારી, ઈશ્વરે મરાવી, ધોલ મારનાર બે ગુન્હેગાર છે, તો બે ગુન્હેગાર બીજા ભવમાં કેમ માર્યો જાય છે ? મારનાર પણ ઈશ્વર, જૂઠું બોલનાર, ચોરી કરનાર, લુચ્ચાઈ લફંગાઈ કરનાર ઈશ્વર, એકનું ફળ એકનું કર્મ, ફળ કરનાર ઈવર થાય, તે કર્મ કરનાર છે એમ કહી ઘો, ઈકવરકતની વાત જુદી છે, અત્યારે કર્મ અને ફળની વાત કરીએ છીએ. કેરટ-કર્મના સિદ્ધાંતને ઉપર રાખી બીજા સિદ્ધાંતે વાત કરે છે, “ગુન્હેગાર છૂટી જાય તેની ફિકર નહીં, પણ બેગુન્હેગાર માર્યો ન જ જોઈએ.” એને અર્થ એ કે, ભવાંતરના ભોગવવા પર છેડે, બેગુનહેગાર માર્યો ન જેવો જોઈએ. બીજી બાજુ જે સરકાર ખૂનીઓને કબજો મેળવી શકતી હોય, તેમાં ક્ષણ પણ વાર કરે તો જગતના હિસાબે સરકાર ગુન્હેગાર થાય. ઈકવર–પાપીઓને કબજે લઈ શકે છે કે નહિં? તેમાં ક્ષણ વિલંબ કરે તો ઈકવર ગુન્હેગાર છે જે માસ્તર તરીકે હોય તે ૩૩ ટકા વિદ્યાર્થીઓ પાસ ન કરે તો ગ્રેડ ઉતરી જાય, તેમ જ્ઞાનીપણું લીધું તો ત્રીજા ભાગે પિતા જેવા ન બનાવે તે
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy