SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧લું ક્ષેત્રને મહિમા છે. મૂર્તિને તેટલો મહિમા નથી. અઢીદ્વીપમાં એક એક કાંકરે અનંતા સિદ્ધો થયા છે, તે સિદ્ધાચલમાં શું વધારે સિધ્યા છે? પણ જે અપેક્ષાએ અકીકીપમાં કાંકરે કાંકરે અનંતા સિધ્યા તે કરતાં પણ અહીં અનંતગુણા સિદ્ધિ પામ્યા છે. વીશતીર્થકરો સમેત શિખરજી ઉપર મોક્ષે ગયા. અષ્ટાપદ પર્વત ઉપર એક તીર્થકર મોકો ગયા. પણ સિદ્ધાચલ ઉપર કઈ તીર્થકર ભુજાબલે તે મોક્ષે ગયા નથી તે પછી તીર્થકરો મે ગયા એ સ્થાન સર્વોત્તમ માનવું કે, તીર્થ કરો મોક્ષે નથી ગયા એ સ્થાન સર્વોત્તમ માનવું? બીજા તીર્થો ઉપર તીર્થકરો મેક્ષે ગયા તે ભૂજબળથી ક્ષે ગયા. પણ સિદ્ધાચલ ઉપર જે મોક્ષે ગયા તે ક્ષેત્રબળે મોક્ષે ગયા. ભૂજબળે ગયા તે સ્થાન તીર્થ તરિકે આદરવાલાયક છે પણ આપણા આત્માને ક્ષેત્ર બળવાળું સ્થાન વધારે લંબન ભૂત છે. ક્ષભદેવજી ભગવાનપુંડરિક સ્વામીને પોતાની પાસેથી છૂટા પાડી, સિદ્ધાચલજીમાં રોકે છે. કારણ ક્ષેત્ર મહાપ્રભાવવાળું છે ને ત્યાં તેમનું કલ્યાણ ભગવાને દેખેલું છે, તેથી તે પછી આવા પ્રભાવવાળું સિદ્ધાચલ જેવું તીર્થ દેખે તે ભવ્ય કહેવાય તેમાં ખાટું શું છે? મોક્ષ મળે એવી ઈચ્છાવાલાને જ્યારે એક પુદગલ પરવર્તમાં મોક્ષ આપે. તે વાત તે ઠીક પણ “મોક્ષ મળશે કે નહિ?' એવી શંકા થાય તેને પણ મોક્ષ આપવા જૈન શાસન બંધાયું છે. પ્રશ્ન- શંકા થાય તેટલા માત્રમાં મેક્ષ આપવા કેમ બંધાયા? ઉત્તર- અભવ્યજીવને હું ભવ્ય છું કે અભય છે એવી શંકા પણ ન થાય. માટે શંકા થાય તે ભવ્ય. વહેલો મોડો તે મોક્ષને અધિકારી છે. તેથી તેને મિક્ષ કોઈક સ્થિતિ પફવકાળે પણ મલશે તેમ જાણવું. તમને કદાચ એવી શંકા થશે કે- માની શંકા, એ શું મોક્ષનું જાણપણું અને મોક્ષની માન્યતા થવાવાળી ચીજ છે? તેના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે હા, શંકા થવી તે પણ તે વસ્તુને આપવાવાળી ચીજ છે. દૃષ્ટાંત તરીકે સાપ છે કે? આવી શંકા કોને થાય? સાપ એ વસ્તુ જગતમાં છે એમ જાણતામાનતા હો તે સાપ છે કે નહિ? એવી શંકા ઉદ્ ભવે. નાના બાળકને સાપની શંકા થાય? કહો કે નહિ, કેમકે તેને તે વસ્તુનું જાણપણું નથી. માટે જે મનુષ્ય જે પદાર્થ જાણેપછી માને, પછી ઈષ્ટ અનિષ્ટ બેમાંથી એક કોટિમાં નાખે, સાપની શંકા થાય ત્યારે મેટા માણસને પરસેવો છૂટે છે. તેવી રીતે જે વસ્તુને જાણે, માને અને ઈષ્ટ ગણે તે તેની શંકામાં કાળજું ફલી જાય. બીજાં દૃષ્ટાંત એ છે કે જંગલ ગયા હો, પહાડ હોય, તેમાંથી હીરા માણેક નીકળતા હોય, તેમાં વળી ચાંદની રાત હોય ને લાલ અકીક પત્થર ઉપર ચંદ્રનું અજવાળું પડતું હોય, ચકમક થાય તે વખત માણેક લેવા માટે ફલી જાય ત્યાં માણેક મળવાને અંગે શંકા થાય છે, તેથી ઈષ્ટ વસ્તુ જાણી હોય તે તેને અંગે શંકા થતા આનંદથી ફલી જવાય. તેવી રીતે અહીં પણ ભવ્યપણું ને અભવ્યપણું એ બે
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy