SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૨ મું આપણા મગજમાં આવે નહિ ત્યાં સુધી માણસાઈનો વ્યવહાર કરનાર શિક્ષાપાત્ર. માલિક છતાં અણસમજુ હોય તે સરકાર રીસીવર નીમી દે છે અને માલિકને ફરજિયાત રીસીવરના કબજામાં રાખવું પડે છે. મેટા સ્ટેટમાં અધિકારીઓ નીમવામાં આવે છે. મોટા રાજ્ય પોતાની વ્યવસ્થા ન કરી શકે, કિમત સમયે પણ વ્યવસ્થા બરાબર ન કરે તે એડમીનિસ્ટ્રેટ નીમાય છે. વ્યવસ્થા સુંદર ન થાય તે માલિક છતાં વહીવટ કરવાનો હક મળે નહિ. આ વાત લક્ષ્યમાં લઈશું તે માલમ પડશે કે કેટલાક દાઢારંગા તદન ગાંડા નહીં, કઈક ડાહ્યા અને કંઈક ગાંડા. કેટલાક ડાહ્યા સરકારને અરજી કરી સરકારને પિતાની મિલકત સેપે છે. કેટલાક રાજ્યો કે ગૃહસ્થો મારી મિલકત મારાથી સંભાળતી નથી માટે તેને વહીવટ થ જોઈશે. કિંમત તથા દુર્લભતા સમયે છે પણ વહીવટ કરી શકતું નથી. દાઢારંગા એવું કરે છે તો આ આપણે આત્મા કે સમજ. મોક્ષની નિસરણી આ મનુષ્યભવ મેક્ષની નિસરણી મલી. હજુ નિસરણ વગર મેડે કુદકે મારી ચડવાવાળા મળે પણ અનંતકાળની અપેક્ષાએ વિચારીએ તો આશ્ચર્ય તરીકે પણ આ નિસરણી સિવાય કોઈ મોક્ષને મેડે ચડ્યો નથી. અનંતકાળ ગયા, વર્તમાનમાં મેક્ષ પણ થાય છે પણ મનુષ્યભવ સિવાય કોઈ મેલે ગયે નથી. આનું નામ શું? તે કે મોક્ષની નિસરણી. આટલા માટે જ શાસ્ત્રકારોએ મનુષ્યપણાને વખાણ્યું છે. શાસ્ત્રોમાં રારિ virળ ચાર મોક્ષના પરમ અગે છે તેમ કહ્યું છે. તેમાં સુસ્ટ માધુણત્ત એટલે દુર્લભ એવું પ્રથમ મનુષ્યપણું જણાવ્યું. સુદે વજુ મryણે એ હે ગૌતમ ! મનુષ્યભવ ખરેખર મળવો બહુ મુશ્કેલ છે. એક અમુક પક્ષને ઝંડે લઈને ફરતા હોય એવા બીજા પક્ષ તરફ ઢળી જાય તો બેઈમાન કહેવો પડે, તેમ તીર્થકર મહારાજા બેઈમાન થયા. તીર્થકર મહારાજા ઝંડે ત્રણને ચે. કરમના ક્ષય, ઉપશમન, ક્ષયોપશમને. તીર્થકરના ઝંડાનો એકજ શબ્દ. કર્મનાશ, કૃષ્ણને અગે ગરૂડ, હનુમાનને અંગે ધ્વજમાં વાંદરે, એમને વજમાં અમુક ચિહ્નો તેમ તીર્થકરના વાવટામાં કર્મનાશ એ જ ચિહ્ન. આ વાત ખ્યાલમાં રાખશે ત્યારે જેમ કૃષ્ણને ગરૂડવિજ કહીને ગરૂડ દ્વારા શ્રીકૃષ્ણને ઓળખાવ્યા. અર્જુનને ધ્વજમાં વાંદરે હોવાથી કપિધ્વજ તરીકે અર્જુનને ઓળખાવવામાં આવ્યા.
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy