SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૯મું ૭૯ આવે છે. ગધેડીને પણ તડકો લાગે છે, ગધેડી ધીમે ધીમે ચાલે છે, કુંભારણને ક્રોધ ચડે છે. ડફણું ઠોકતાને “ચાલ બેન ચાલ! સામેથી કોઈ આવતો હશે, આ શું? બેન બોલે છે ને ડફણું મારે છે. ઝાડ આવ્યું. બેટી થઈશ પણ મને જવાબ આપ. ડફણ ક્રોધ વગર મરાય નહીં, ને ચાલ બેન ચાલ તે શી રીતે? કુંભાણ કહે છે કે બજારમાં જઈશ ત્યારે ઠાકરડી આવશે, કટકટ કરશે, હાંલ્લું ગમશે ત્યારે કિંમત કરવામાં કાયર કરી નાંખશે, બે પૈસાના વેપારમાં મારી આ દશા. એમાં જો રાંડ–કભારા. તારી મા મરે, આટલી ટેવ અહીં પડે છે. ત્યાં ઘરાક પાસે એ શબ્દો નીકળે તે શું થાય? આજકાલ રાંડ-કભારજા તમારા સંતાન માટે વાપરો છો, મૂઈ વગેરે કોને માટે આવા હલકા શબ્દો વાપરો છો? ગાંડાના હાથમાં તરવાર આવી પછી ફેરવતો જાય તે વચમાં કોણ આવશે તેને તેને ખ્યાલ ન હેય. કોના ઉપર ફેરવશે, તેની દરકાર નથી, તેમ તમને મોંમાં એક ચાર આંગળની જીભરૂપી તરવાર પ્રાપ્ત થઈ, એટલે ગમે તેના ઉપર ચલાવો છે. છોકરી હોય તે કરી. ક્રોધમાં કુટુંબ ઉપર કરવત ફરી વળે છે. ક્રોધ કોના ઉપર કેર વર્તાવે છે તેનું ભાને નથી. ક્રોધના છાકમાં તેનું ભાન રહેતું નથી. એકકું ભારણ કહે છે કે જીભરૂપે કુરકૃપાણને ચાહે જેની પર ચલાવું તો મારી શી વલે થાય? માટે આ ગધેડી ચાલતી નથી. તડકો ચડવો છે, ભૂખ તરસ લાગી છે, તેથી ચાલ બેન ચાલે એમ કહું છું. આ આદતજ પાડી દેવામાં આવે તો વગર ઉપયોગે પણ એજ શબ્દો બોલાય. આવી આદતથી ક્રોધાદિક પાતળા પાડવા જોઈએ, વિચાર કરવો પડે તેમ નહીં. સ્વભાવે કપાયે પહેલા ભવમાં પાતળા કર્યા છે તે પુરાંતમાં છે. મનુષ્યપણામાં આવ્યા કયારે? જ્યારે કષાય પાતળા કર્યા ત્યારે, મનુષ્યની પેઢીમાં પ્રથમ પૂરાંત સ્વભાવે પાતળા કષાય, જેટલા પાતળા કપાય સ્વભાવે ન હોય તેની પહેલી રકમમાં પોલ. સ્વભાવે પાતળા કપાય શું કરે? કોઈકે ઓર્ડર લખી આપ્યો, જાવ આખું રાજ્ય તમને આપ્યું પણ અમલમાં મેલવાની વાકાત ચીઠી લેનારમાં જોઈએ. તેમ અહીં આયુષ્ય કર્મો તમને મનુષ્યના આયુષ્યની ચીઠી આપી, પાતળા કપાય રાખ્યા, તેના પેટે તેને અમલ કરવામાં તમારામાં પરાક્રમ જોઈએ. જગતમાં પારકી આશાએ આયુષ્યને વહેનારા કેવળ પુરુષ છે. છએ કાયના આધારે મનુષ્ય જીવન ટકે પૃથ્વીકાય તમારાથી જીવે કે તમે પૃથ્વીકાયને જીવાડી કહે તમે પૃથ્વીકાયના દેવાદાર. પાણી તમારાથી જીવે કે તમારાથી અગ્નિ જીવે? હવા અગ્નિ ને વનસ્પતિમાં પણ સમજો ઢોર-ઢાંખરથી તમે કે તે તમારાથી જીવે? દેવાળીયો દેવાળું કાઢવું હોય તે જે આવે તેનું જમે માંડે. દેવાવાલો ભૂલે એમ પાટીયું ફેરવવાની દાનતવાલાને પૃથ્વી, અપ, વાયુ, અગ્નિ, વનસ્પતિ તથા ત્રસકાય એ છએ કાયને ઉપકાર જમે માંડવામાં વાંધો નથી. દેવા કેને છે? આપણે આખા જગતના દરેક પદાર્થોના દેવદાર, એના આધારે આપણું જીવન તપાસો, આપણે આધારે કોનું જીવન છે? બીજ આધાર તરીકે ન રહે તો આપણું
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy