SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૧૮ 0 અન્યત્વ ભાવના છે ನನನನನನನನನನನನನನನನನನನ વૈરાગ્ય દૃઢ થવા માટે માનવ જીવે અન્યત્વભાવનાનું ચિંતવવું આવશ્યક છે. અન્યત્વ અર્થાત્ સ્વ-દ્રવ્યથી ભિન્ન, અન્ય દ્રવ્ય, જેમાં જડ-ચેતન બન્ને સમાય છે. સ્વ-દ્રવ્ય તે સ્વયં પોતેજ આત્મતત્ત્વ અને એ સિવાય જે-જે પદાર્થોનો સંયોગ અનુભવાય છે તે સર્વ અન્ય છે, સર્વકાળે તે અન્ય જ છે, ક્યારેય તે પોતાના થવાનાં નથી, આવા સર્વે અન્ય પદાર્થો ક્યારેય મારા આત્માનાં) સુખ-દુ:ખનું કારણ બન્યા નથી કે બનનાર પણ નથી. તેવો નિશ્ચય કરવામાં આવે તો કોઈ પણ પર દ્રવ્ય પ્રત્યે રાગ-મોહ થતો નથી કે દ્વેષ પણ થતો નથી અને દીર્ઘ કાળના આવા અભ્યાસથી જીવને નિર્મોહી થઈને સ્વ-સ્વરૂપમાં સ્થિતિ કરવાનું સરળ બને છે. આમ સર્વ પર પદાર્થો પ્રત્યેની તેની દૃષ્ટિ-વિચારધારા બદલાયાથી, પર પદાર્થોનાં સંયોગમાં રહ્યા છતાં તે પરપદાર્થો પ્રત્યે ઉપેક્ષા-ઉદાસીનતા રહ્યા કરે છે. પરિણામે મોહભાવથી થતી કર્મ બંધની સ્થિતિથી બચી જવાય છે અને વૈરાગ્ય દૃઢ થતો જાય છે. Alaus euolx # 60 BRERA
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy