SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે.” જીવાત્મા-સાધકજીવ બહિરાત્મ દશામાં, સ્વરૂપનું વિસ્મરણ કરીને, જે કિંઈ પણ પ્રવૃત્તિ કરતો હોય તો તે જ્ઞાનીની દૃષ્ટિએ પ્રમાદ છે અને આવી પ્રવૃત્તિ કર્મબંધનું કારણ બને છે. જીવાત્મા સ્વ-આત્મ દશામાં જાગૃત પણે રહીને, બાહ્ય પ્રવૃત્તિ કરે તો પણ કર્મબંધન થાય. આવી પ્રવૃત્તિ ઉદયવશ હોય છે, ઇચ્છાએ કરી થતી નથી. “જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી અને અભોગવ્ય નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઇચ્છા નથી.” જ્ઞાની-સતુપુરુષનું આ વિલક્ષણ ચિંતવવા જેવું છે. પ્રારબ્ધકર્મ સમભાવે ભોગવીને કર્મથી મુક્ત થાય છે. ભોગવ્યા વિના મુક્ત થવાનું સ્વપ્ન પણ ઇચ્છતા નથી. આ જ્ઞાનીની ઓળખ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગવષયો અને આત્મા ગષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગવષવો, તેમ જ ઉપાષવો. સત્સંગની ઉપાષના કરવી હોય તેણે સંસારને ઉપાષવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો.” જે મનુષ્ય પરિભ્રમણનાં મહાદુઃખથી મુક્ત થવા ઇચ્છે છે, તેણે સર્વ પ્રથમ નિજઆત્મસ્વરૂપને શોધવા, અનુભવવા માટે સત્સંગને પ્રધાન માની સેવવાનું જરૂરી છે. જપ-તપ આદી ગૌણ કરવા અને સત્સંગને સફળ થવા અર્થે સંસારને બને તેટલો ગૌણ કરતા રહેવું યોગ્ય છે. સંસારબળ ઘટે તો સત્સંગ સફળ થાય. “મને એમ લાગે છે કે જીવને મૂળ પણે જોતા જો મુમુક્ષતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસારબળ ઘટ્યા કરે.” મુમુક્ષતાનું એક વિશેષ લક્ષણ અત્રે દર્શાવ્યું છે. મુમુક્ષુને પૂર્વ પ્રારબ્ધ ની&િઇટને પ્રશાબીજ • 220 base
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy