SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુતઃ જીવે વધુ બળવાન પુરુષાર્થ કરવો પડે તેવું આ કાળનું સ્વરૂપ છે તેમ સ્વીકારવું પડે, કેમ કે આત્મજ્ઞાની પુરુષો કે જે જીવોને મોક્ષમાર્ગમાં પ્રવર્તવાની પ્રેરણા અને બળ આપે તેનો યોગ અતિ અલ્પ, દુર્લભ છે. માર્ગ સર્વથા બંધ હોતો નથી. જે જીવો બાહ્યક્રિયા (એટલે દાનાદિ અને શુભ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ સમજે છે તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણભાવે ગ્રહણ કરીને સમજે છે.” મોક્ષમાર્ગમાં નિશ્ચય અને વ્યવહાર બન્ને અપેક્ષાઓ સમજવાનું જરૂરી છે. એકાંત દ્રષ્ટિ ન્યાય યુક્ત બનતી નથી. માટે તો વીતરાગ ભગવાને અનેકાંત દૃષ્ટિ આપી છે. બાળજીવો-સાધકો બાહ્યક્રિયામાં જોડાઈને થોડી યોગ્યતા મેળવીને નિશ્ચયમાર્ગને સમજવાનું કરી શકે છે, સીધુ જ નિશ્ચયમાર્ગ સમજવાનું ઘણું કઠણ છે. આમ વિવેક કરવો ઘટે છે. એ ખરું છે કે માત્ર બાહ્યક્રિયા જીવને મોક્ષનું કારણ બની શકે નહીં, પરંતુ પાત્રતા માટે બાહ્યક્રિયા કોઈ પ્રકારે ઉપકારી છે તેમ સ્વીકારીને ક્રમથી આગળ વધતું રહેવું તે યોગ્ય છે. નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સોય.” “ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગનાં વિચારમાં સ્થિતિ કરાવે છે અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે.” જે જીવને આત્મહિત કરવાનો સંકલ્પ થયો છે, રૂચિ છે, પ્રવર્તન પણ કરે છે તે જીવે પ્રમાદ ન થાય તેવી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. પ્રમાદવશ કેટલીકવાર થોડું જે પ્રાપ્ત થયું હોય તેમાં જ તે સંતોષ માનીને રોકાય જાય તેમ બને છે અને પરિણામે પ્રાપ્ત થયેલું પણ ગુમાવી દે છે. ઉપયોગ પૂર્ણ જાગૃતપણે વર્તે તેની કાળજી લેવી જરૂરી છે. "પુનર્જન્મ છે - જરૂર છે. એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ %e0%ઇ પ્રશાબીજ •25 હજતાદિષ્ટિ
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy