SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ દૃષ્ટિએ જોવે છે. જગત પર્યાય દૃષ્ટિએ જોવે છે. પર્યાય ક્યારેય સ્થાયી ન હોય. જે જીવ જ્ઞાનીની જેમ તત્ત્વદૃષ્ટિએ જોતો થાય તે સમિકતને પામે છે. બૃહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધકર્મ ભોગવવાને અર્થે, અને જીવોનાં કલ્યાણને અર્થે. તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે.” જેમનો સંસાર પ્રત્યેથી મોહ નાશ પામ્યો છે તેવા મહાત્માઓની આવી નિસ્પૃહ અવસ્થા હોય છે. આ જ તો તેમની ઓળખ છે. “ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઇચ્છા કરવી યોગ્ય નથી.” સાધક-મુમુક્ષુ-શિષ્ય, બધાંએ આવો નિશ્ચય અનિવાર્ય સમજવો. ૫૨માર્થ સિદ્ધ ક૨વાને જ્ઞાની પાસે વિનમ્રભાવે માર્ગદર્શન લેવાય. “દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી.” સુખ-દુઃખનું કારણ જીવના પૂર્વકર્મ છે, કર્મનું કારણ જીવનું અજ્ઞાન છે. અજ્ઞાનવશ રાગ, દ્વેષ, કષાય આદિ ભાવથી કર્મ બંધાય છે. “સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો, અસત્સંગતનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે.” સત્સંગ = સત્નો સંગ. સત્ તે પોતાનાં સહજસ્વરૂપનો સંગ તે મુખ્ય છે, ગૌણતાએ સત્પુરુષ, સદ્ગુરુ, સત્શાસ્ત્રનો સંગ છે. જીવને પ્રથમ ગૌણ સાધનને સેવવાનું જરૂરી છે, યોગ્યતા આવ્યે મુખ્ય એવા નિજસ્વરૂપનાં સંગમાં અસંગ થઈને રહેવું ઉત્તમ છે. જે જે સ્થાનકો સત્સંગનાં છે, પણ લોક દૃષ્ટિએ મનોરંજનરૂપ પ્રવર્તતા હોય તો બહુ ઉપકારી થતા નથી, માટે સાધકે સાવધાની રાખવી ઘટે છે. આરંભ-સમારંભ સત્સંગના સ્થાનમાં ન હોવા ઘટે. Æ4848 પ્રશાબીજ + 211 @CKCK: @
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy