SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૭૭ 0 શ્રીમદજીનો તત્વબોધ-૫ ) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ શ્રીમદ્જીએ ૨૨માં વર્ષમાં પૂ. શ્રી જુઠાભાઈ ઉપર વધુ કેટલાક પત્રો લખ્યા છે અને કંઈ લેખ પણ લખાયા છે તે જોઈએ : “જગતમાં નિરામીત્વ, વિનયતા અને સત્પુરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો, પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે.” સાધક-મુમુક્ષુએ ફરી ભૂલ ન થાય અને યથાર્થ પુરુષાર્થ કરવાનો નિશ્ચય કરી જીવન વ્યતિત કરવું તે જ ઉચિત છે. “ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે.” માનવજીવો ધર્મનું રહસ્ય-સ્વરૂપ સમજ્યા વિના જ બાહ્ય પરંપરાગત ધર્મનાં સાધનો કરી, ધર્મ કર્યાનો સંતોષ માને તે ભૂલ છે તેમ સમજાય તો ધર્મ કે જે અંતરમાં આરાધવો જરૂરી છે તેનો લક્ષ થાય. ધર્મ આત્માએ આત્મામાં જ રહીને કરવાનો છે. આત્મવિચાર, આત્મચિંતન અને છેલ્લે આત્મ અનુભૂતિમાં સઘળો ધર્મ સમાયો છે તે સમજવું ની&િઇટને પ્રશાબીજ •195 base
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy