SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૭૦ 0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૮ 0 = ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં આત્માનાં છ પદની ચર્ચા સંક્ષેપમાં છતા સચોટ કરી છે. કોઈ પણ મત-સંપ્રદાય સાથે જોડાયેલો મનુષ્ય કે જેને મોક્ષની ઇચ્છા છે, તેને આ છ પદનું ચિંતન અવશ્ય ઉપકારી છે, પ્રેરણાત્મક છે અને અધ્યાત્મનાં સંબંધમાં જે કંઈ સંદેહ હોય તેનું સમાધાન મળે છે. શરત એટલી કે મત-સંપ્રદાય વડે ગ્રહણ કરેલી માન્યતા અને આગ્રહને બાજુમાં કરીને વાંચન-ચિંતન કરવું પડશે. પાત્ર સ્વચ્છ ન હોય તો તેમાં દૂધ રાખવાથી દૂધ બગડે છે – ખરાબ થાય છે. એ પ્રકારે જેનું મન-ચિત્ત સ્વચ્છ નથી, તેને આ અમૂલ્ય પદાર્થમાં રૂચિ થશે નહીં, શ્રદ્ધા થશે નહીં. આત્માના આ છ પદ જેને સમજાય છે અને શ્રદ્ધામાં આવે છે તેને આત્મકલ્યાણનનું કારણ છે. આ છ પદ ભલે શ્રીમદ્જીએ લખ્યા છે, પરંતુ તે પરંપરાએ ચાલ્યા આવતા અનેક જ્ઞાની પુરુષોએ સંમત કરેલા છે અને બોધેલા છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભેદથી શૈલી-ભાષાનાં ભેદ હોય છે પરંતુ મર્મ એક જ છે, તે વાત ખુદ શ્રીમદ્જીએ તેમના એક પત્ર (આંક ૪૯૩)માં લખી છે તે જોઈએ : ની&િઇટને પ્રશાબીજ •17 base
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy