SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૬૫ 0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૩ 0 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ શ્રી ગુરુ શિષ્યની આ શંકાનું નિવારણ ગાથા ૭૪થી ૭૮માં રૂડી રીતે કરે છે. પ્રશ્ન ઘણો પેચિદો છે. વળી ધર્મ પુરુષાર્થ પણ આ કર્તા-ભોક્તાની અવસ્થાને સમજવામાં છે અને તેનાં નિવારણમાં છે. પ્રથમ બે પદ જે આત્માનું અસ્તિત્વ અને નિત્યત્વ દર્શાવે છે તે માટે કોઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી. જીવ તેનો સ્વીકાર કરે કે ન કરે તો પણ આ બે પદની અવસ્થા શાશ્વત છે. જીવે સર્વથા આ ભૌતિક સુખ-દુઃખનાં કારણરૂપ જીવનો કર્તાભાવ અને ભોક્તાભાવ સમજવાનો છે અને સમજીને જે કંઈ બન્ને ભાવ સંબંધી દોષ જાણવામાં આવે, તેનું નિવારણ કરવાનો પુરુષાર્થ કરવો જ પડશે, તો જ પરિભ્રમણનો અંત આવશે. જન્મ-મરણ થયા જ કરે છે તેમાંથી મુક્ત થવાશે. “જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં, તેમ જ નહીં જીવ ધર્મ.” – ગાથા ૭૫ હાઇakી પ્રજ્ઞાબીજ 159 k 9.
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy