SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને નહીં મળે જ્યાં સુધી જીવમાં મતાર્થપણું છે. અને આ મતાર્થી કોણ ? ધર્મની અંદર જેની મિથ્યા માન્યતા છે તેની વાત થાય છે, જે ધર્મનું આરાધન કરે છે, જેને ધર્મ મેળવવો છે. આ વાત ધર્મને ન માનનારાની થતી નથી. આ મતાર્થ એવું આવરણ છે કે તે જીવને મોક્ષ માટે આત્માનો લક્ષ થવા દેતું નથી. હવે આ મતાર્થીના લક્ષણો ભગવાને બતાવ્યા છે તે આપણે જોઈએ. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. (૨૪) જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. આ મતાર્થીનું પહેલું લક્ષણ. ભગવાન કહે છે, “જીવ ખોટા સંગથી અને અસદ્ગુરુથી, અનંતકાળથી રખડ્યો છે. મતાથી તે કે જે ભ્રાંતિથી, કલ્પનાથી, ખોટા અભિપ્રાયથી ધર્મની આરાધના કરે છે, અને માને છે કે હું કરું છું તે મોક્ષનો માર્ગ છે. આવી જેની મિથ્યા શ્રદ્ધા છે તે મતાર્થી જીવનું લક્ષણ છે. ધર્મમાં ન માનતો હોય એવા નાસ્તિકને તો તરત પકડી પડાય કારણ કે તે તો આખો દિવસ વેપાર, વ્યવહાર, અનાચાર, અનીતિ, અધર્મ આ જ બધું આચરે છે. પણ ધર્મમાં રહેલો મતાર્થી કેવી રીતે પકડાય ? કે જે વધારે ધાર્મિક બની દંભ ને પોષતો હોય, અને અમે તો એ શ્રેણીમાં નથી ને ? હવે આપણે આપણને જ ઓળખવાનો પુરુષાર્થ કરવાનો છે કે, મુમુક્ષપણાના નામ હેઠળ અમે તો મતાર્થી નથી ને ? અમારી અમને પોતાને ઓળખવામાં ભૂલ તો નથી થતી ને ? અમે તો અમને મુમુક્ષુ માનીએ છીએ. માટે પરમકૃપાળુદેવે જે મતાર્થીના લક્ષણ કહ્યાં છે તે જાણીએ, કારણ કે તે લક્ષણો મુમુક્ષુતા સાથે સુસંગત થતા નથી. પહેલું લક્ષણ મતાર્થીનું એ કહ્યું છે કે બાહ્યત્યાગ પણ જ્ઞાન નહીં એવા ગુરુને સત્ય માને, એટલે કે સાચા માને. કે જે ગુરુએ બહારથી વસ્ત્રો બદલાવ્યા છે. વેશ બદલાવ્યો છે, મુપતિ બાંધી હોય, હાથમાં કમંડળ કે માળા રાખ્યા હોય, કપાળમાં ત્રિપુંડ તાણ્યા હોય. બાહ્ય ત્યાગ સામાન્ય આપણા જીવનમાં જે હોય તેનાથી થોડી વિશેષતા. વેશ-પરિવર્તન - બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. અંતરંગમાં જે જ્ઞાન જોઈએ તે નથી. ગુરુનું લક્ષણ જ્ઞાન છે. જેને આત્માનું જ્ઞાન છે. સ્વરૂપમાં જેને સ્થિરતા છે. જે સંસારથી કેવળ ઉદાસીન થઈને નિસ્વરૂપમાં સ્થિર થયો છે. ‘સ્વરૂપસ્થિત-ઇચ્છારહિત” આવા સદ્દગુરુનાં લક્ષણ કહ્યાં છે. આવું એકે લક્ષણ જેનામાં ન હોય અને બાહ્ય ત્યાગથી ખોટાં ભભકા કરી દીધાં હોય, દંભ, ડોળ, આડંબર આ બધું જેનામાં હોય એવો જ્ઞાન વિનાનો ગુરુ, અને બાહ્ય ત્યાગ જોરદાર પણ અંતરંગમાં ત્યાગ નહીં, એવા ગુરુને સત્ય માને – સાચાં માને એ મતાર્થી જીવનું લક્ષણ. એ બાહ્ય ત્યાગથી મુંઝાઈ જાય. બાહ્યથી ભરમાઈ જાય, બાહ્યથી પ્રભાવમાં આવી જાય, અને આવા ગુરુને સાચાં માને. ભગવાં કપડાં હોય અને હાથમાં ચિપિયા ખખડાવ્યા હોય એનું માહાભ્ય ગણે કે અહોહો ! અમારે ત્યાં સંત પધાર્યા છે. માર્ગ સ્પષ્ટ છે. FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 95 =
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy