SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જેનામાં નથી તે અસદ્દગુર, આત્મજ્ઞાન જેનામાં નથી, સમદર્શીપણું જેનામાં નથી. મારા-તારાનો ભેદ છે. આ સંપ્રદાય મારો, આ સંઘાડો મારો, આ શિષ્ય મારાં, આ શ્રાવકો મારા, આ પુસ્તકો મારાં. આ પોતાનું કુંડાળું કરીને બેઠા છે. એમાં એને ગમો ને અણગમો દેખાય. કોઈ મોટા શ્રાવક આવે તો એનો પક્ષપાત દેખાઈ આવે. આ સંસારનું સ્વરૂપ છે. આ વાસ્તવિકતા છે. આ મુમુક્ષુ સમુદાય આજે અસદ્દગુરુથી ઘેરાયેલો છે. ‘વિચરે ઉદયપ્રયોગ’ તે લક્ષણ પણ નથી. પૂર્વ પ્રયોગ નથી. આ તો ભવિષ્યના આયોજનમાં છે. તે ઇચ્છા પ્રયોગ’ અને ‘આયોજન પ્રયોગમાં વિચરે છે. ત્રણ પ્રયોગમાં આ જીવ ચાલે છે. ઉદય પ્રયોગમાં પોતાને કાંઈ કરવું નથી. જે કાંઈ આ દેહની ક્રિયા થઈ રહી છે. તે માત્ર પૂર્વે નિંબધન કરેલાં કર્મોનો વિપાક છે. જે રીતે ખાવા-પીવાની, આવવા-જવાની ક્રિયા ચાલી રહી છે તે કર્માધિન સ્થિતિ છે. આ પૂર્વ-પ્રયોગ. અને “ઇચ્છા પ્રયોગ પોતાની ઇચ્છાથી હું આમ કરું - હું તેમ કરું. હું અહીં જાઉં - ત્યાં જાઉં - આ બધું “ઇચ્છા પ્રયોગ’ અને ત્રીજું ‘આયોજન પ્રયોગ.’ હું આમ કરીશ - આનું ડેવલપમેન્ટ કરીશ. હજી આટલા project કરવાના છે. આ તો આયોજનવાળા છે. ક્યાં ઉદય ? ક્યાં ઇચ્છા અને ક્યાં આયોજન ? ક્યાં પૂર્વ પ્રયોગ, ક્યાં વર્તમાન પ્રયોગ અને ક્યાં ભવિષ્ય પ્રયોગ ? આ અસદ્દગુરુનાં લક્ષણમાં ‘આયોજનપ્રયોગવાળા અસદ્દગુરુ છે. આયોજન ન કરાય. ભારતવર્ષમાં એવા સંતો પણ વિદ્યમાન છે જે કાલે ક્યાં જવાના છે તે કહે નહીં. લોકો દર્શન કરવા જાય ત્યારે વિહાર કરી ગયા હોય. કોઈને ખબર ન હોય. કોઈ જાણે નહીં. પાછા ન આવે ત્યારે ખબર પડે કે સંત પધાર્યા નથી. અને તપાસ કરાવતાં ખબર પડે કે બાજુના ગામથી પણ આગળ નીકળી ગયા છે. આ સંતની દશા. ક્યાંય કોઈ આયોજન નથી, કોઈ ઇચ્છા નથી. નિરિચ્છાથી વિચરે છે. એ કહે નહીં કે આવતીકાલે અમે તમારે ત્યાં ગોચરી લેવા આવશે. જ્યાં જેવો યોગ થવાનો હશે ત્યાં થશે. જો કર્યતંત્રમાં અને શ્રદ્ધા ન હોય તો મારા તમારા જેવા મુમુક્ષુઓને શું શ્રદ્ધા આવવાની ? “ઉદય પ્રયોગ’ એ તો જ્ઞાનની કસોટી છે. આત્મા તત્ત્વજ્ઞાનને, બોધને પામ્યો છે કે નહીં ? ઉદયપ્રયોગ. શાસ્ત્રમાં મર્યાદા કીધી છે. શાસ્ત્રમાં આચારમાં બાંધા બાંધ્યા છે. ગૃહસ્થ માટે પણ. શ્રાવકો માટે અને સાધુ માટે પણ. જો અમુક રીતે કરતાં એની પ્રાપ્તિ થાય તો ભલે. અને અપ્રાપ્તિ થાય તો એનો હરખ શોક કરવો નહીં. શ્રાવકે પણ પ્રમાણિકતાથી, નીતિથી, નેકીથી, ન્યાયથી દ્રવ્યનું સંપાદન કરવું. ઉપાર્જન કરવું. પણ ન્યાયથી ન થાય તો બેઈમાનીની, અનીતિની ભ્રષ્ટાચારની આપણને છૂટ આપી નથી. સાધુ ધર્મની અંદર પણ અમુક પાંચ પચીસ ઘરની છૂટ રાખીને બીજી છૂટ આપી નથી. ધર્મના બાંધા બહુ સરસ છે. એને સિદ્ધાંત સાથે સંબંધ છે. પણ જ્યાં આત્મજ્ઞાનનો અભાવ હોય ત્યાં સિદ્ધાંત બાજુ ઉપર રહી જાય અને વ્યાવહારિકતા આવીને ઉભી રહી જાય. વિચરે - ઉદયપ્રયોગ. અસદ્દગુરમાં આ લક્ષણ પણ નથી. ‘અપૂર્વવાણી.” અને વાણીનું તો કંઈ ઠેકાણું જ નહીં. કોને શું કહેશે ? કાલે શું બોલ્યા ? આજે શું બોલ્યા ? આવતીકાલે શું બોલશે ? કાંઈ જ નિશ્ચિત નથી. વાત-વાતમાં ફરી જાય. એને કોઈ સમજી ન શકે. એને કોઈ ઓળખી ન શકે. એના અભિપ્રાય બદલાયા કરે. ‘અપૂર્વવાણી’ તો જ્ઞાનીની હોય. અને પરમશ્રત. છ દર્શનના રહસ્યને જાણે શ્રતના પારગામી ગીતાર્થપણું. આશય પકડે. ધર્મનો મર્મ ના શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 87 GF
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy