SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખનું કારણ એવો સંસાર જેનો વિનષ્ટ થયો એવા ગુરુ પ્રત્યે વિનય-ગુરુ છદ્મસ્થ હોય તો પણ. કારણ કે જેના કારણે મને આ જ્ઞાન પ્રાપ્ત થયું. જેના કારણે મને ભવકટી થઈ, જેનાથી હું મુક્ત થયો. સત્ય ધર્મની મને ઉપલબ્ધિ થઈ. એ ગુરુ, એ પોતાની સાધનામાં ગમે તે પ્રકારે હોય પણ એ ગુરુ પ્રત્યેનો આ જીવોનો વિનય કેવો હોય ! આત્માને શું ઉપકાર થાય ? તો ભગવાન કહે છે વિનયભક્તિ એ તો મુમુક્ષુઓનો ધર્મ છે. આ વિનયની શરૂઆત મુમુક્ષતા આવે ત્યારથી શરૂ કરવી તે સિદ્ધ થાય ત્યાં સુધી. સાધક દશામાં વિનય. શ્રાવક દશામાં વિનય. આ વિનયથી ધર્મની શરૂઆત થાય. એ ભગવાન થાય, સિદ્ધ પરમાત્મા થાય ત્યાં સુધી વિનયનો માર્ગ આરાધવાનો છે. કારણ કે એનો મૂળ હેતુ એ છે કે પ્રથમ અવસ્થામાં વિનય એ અહંનું વિસર્જન કરે છે. અહંનું વિલોપન કરે છે. અને એથી આગળ વધતી અવસ્થામાં મૂળપદની પ્રાપ્તિ કરાવે છે. મૂળહેતુ એનો એ છે કે જીવ મૂળપદને પામે. આ વિનયમાર્ગનો હેતુ છે. મૂળપદ એટલે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ. એટલે કૃપાળુદેવે કહ્યું છે કે જેણે પ્રાપ્તિ કરવી છે એણે સદ્દગુરુના ચરણ સેવવા. અને જેણે સદ્દગુરુનાં ચરણ સેવવાં છે એણે “હું કાંઈ જાણતો નથી’ એવો નિશ્ચય પહેલાં કરવો. અને જાણ્યા પછી પણ જે કાંઈ હું જાણું છું તે આ ગુરુના કારણે જાણું છું. આમણે મને દૃષ્ટિ આપી છે. આ ગુરુએ મારી આંખમાંના તિમિર અંધકારને તોડી, જ્ઞાન અંજન શલાકા કરી મારા અંતરીક્ષ ઉઘાડ્યા છે. તે ગુરુનો મારા ઉપર ખૂબ ઉપકાર છે. હું ગમે તે અવસ્થા આજે પામ્યો છું તે આ ગુરનાં કારણે. આ એનો ઉપકાર વેદે છે. અને આ ઉપકારનું વેદન જીવને નીચે પડવા દેતો નથી. કપાળદેવે પત્રાંક-૧૭માં બીજી એક રહસ્યભૂત વાત લખી છે કે ઉમશમ શ્રેણીમાં ચડેલાને પડવાનો બહુ ભય છે. ક્ષપકશ્રેણીવાળો જીવ સીધો નીકળી જાય. પણ ઉપશમ શ્રેણીવાળો પણ આજ્ઞાનું આરાધન કરે ત્યાં સુધી પડતો નથી. માર્ગનું જાણવું, ન જાણવું ગુરુને સોંપી દીધું. આપણે તો આજ્ઞાનું આરાધન કરવું. આજ્ઞાનો. આરાધક છેલ્લે સુધી પતિત થતો નથી. કોઈ શાસ્ત્રમાં આ વાત મળે તો ઠીક છે. ન મળે તો ચિંતા કરતા નહીં. આવી અદ્દભુત વાતે ! આ શ્રીમદ્ રાજચંદ્રજીની વચનામૃતની અંદર વીતરાગધર્મના મર્મ, રહસ્ય, આ ભેદ-પ્રભેદ, આ અંતર આશય, ભરી-ભરીને પડ્યા છે. કૃપાળુદેવે તે વચનોને બિરદાવ્યા છે. આ જે વચનો લખ્યા છે તે સર્વ મુમુક્ષુઓને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે અને સમ્યક્ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે છે. અને આ વિનય માર્ગમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી નિગ્રંથ પ્રવચન' ભગવાને ગણધરોને કહ્યું. ‘ભંતે તત્વ કીમ્ ?” “હે પ્રભુ ! તત્ત્વ શું છે ?’ એમ ગણધરોએ ભગવાનને પૂછ્યું. એટલે ભગવાને કહ્યું, ઉપનેવા, વિઘનેવા, ધ્રુવેવા.” ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. ગુણ અને પર્યાયથી યુક્ત એવું આ દ્રવ્ય તે ધ્રુવ છે. અને એની પર્યાય પલટતી છે. એનો વ્યય થાય છે. અને તે દ્રવ્ય તો નિત્ય છે. સદાય છે. દ્રવ્ય દ્રવ્ય તરીકે સનાતન છે. ત્રિકાળ છે અને એના ગુણ પણ ત્રિકાળ છે. એક પણ ગુણ એમાં વધઘટ થાતો નથી. એક એના આધાર ઉપર દ્વાદશાંગીની રચના ગણધરોએ કરી દીધી. કૃપાળુદેવ કહે છે, આ દ્વાદશાંગીનો સાર વિનય માર્ગ છે. “નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી અને ષટ્રદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીઓના બોધનું બીજ આ છે.” – સદ્દગુરુના શરણે જવું. વિનયથી G શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 85 GિE
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy