SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગુરુએ જે લક્ષ બંધાવ્યો છે, સદ્ગુરુએ જે લક્ષ કરાવ્યો છે – એમના બોધના લક્ષે જીવ જ્યારે વર્તવાનો નિર્ણય કરે ત્યારે આ પ્રત્યક્ષ કારણ ગણ્યું છે જીવને સમકિત થવાનું. એટલે કહ્યું છે કે, સદ્ગુરુની આજ્ઞામાં વર્તવાનો જેને દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે એને જ જ્ઞાન સમ્યપરિણામી થાય છે. એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં લેવા યોગ્ય છે. આ વચનના સર્વ જ્ઞાનીપુરુષો સાક્ષી છે.’ - પત્રાંક ૭૧૯માં કૃપાળુદેવે આ વાત મુકી છે. સદ્ગુરુની આજ્ઞામાં વર્તવાનો જેનો દૃઢ નિશ્ચય વર્તે છે.’ કે ગમે તે ધર્મ કરો પણ સત્પુરુષે બતાવેલ માર્ગે જ હું ચાલીશ. મારે તારું વચન પ્રમાણ.’ એ જ મારો ધર્મ. સત્પુરુષે કહેલ આજ્ઞા એ જ મારો ધર્મ. ‘બાળા, ઘમ્મો. ગળાપ તવો.' અનંતા પુરુષો આજ્ઞાનું આરાધન કરીને માર્ગ પામીને મોક્ષે ગયા. એમ સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું, જગત આખાનું દર્શન જેણે કર્યું છે એવા મહાવીરે અમને આમ કહ્યું. ‘સત્’ પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે તેણે સૌથી પ્રથમ એવો નિશ્ચય કરવો કે હું કંઈ જાણતો નથી. અને પછી સત્’ની પ્રાપ્તિ માટે સદ્ગુરુનાં શરણે જવું. તેને સત્ પ્રાપ્ત થાય છે.’ ‘સેવે સદ્ગુરુકે ચરણ, સો પાવે સાક્ષાત્.' આ એને સાક્ષાત્ પ્રાપ્તિ થાય છે અને અહીં ભગવંત કહે છે કે જેણે પોતાનો સ્વચ્છંદ, જેણે પોતાનો મત, જેણે પોતાનો આગ્રહ છોડ્યો છે અને સદ્ગુરુએ જે લક્ષ કરાવ્યો છે, સદ્ગુરુના બોધના લક્ષે જેણે લક્ષ બાંધ્યો છે તે અનુસા૨ વર્તવાનો જેનો દૃઢ નિશ્ચય છે – એમાં જે નિર્વિકલ્પ થયો છે, એમાં જે શ્રદ્ધાવાન થયો છે – આવા પુરુષને સમિકત છે. કારણ પ્રત્યક્ષ છે કે એણે પોતાના મમત, પોતાનું અહંત્વ અને મમત્વ એનો ત્યાગ કર્યો છે. છ પદના પત્રમાં ભગવાને લખ્યું છે કે, “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો જીવનો અહંભાવ અને મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીઓએ દેશના પ્રકાશી છે.' જેવો અહં અને મમત્વ ભાવ નિવૃત્ત થયો, અને જેવી આશા-આધીનતા આવી કે એને સમકિત થયું. આ પ્રત્યક્ષ કારણ - સૌભાગભાઈએ સમિકત અંગે પ્રશ્ન કર્યો છે. અને પત્રાંક ૭૫૧માં કૃપાળુદેવે લખ્યું છે કે, ‘આત્મસિદ્ધિ’માં ત્રણ પ્રકારનાં સમકિત કહ્યાં છે. એમાં પહેલું સકિત - જ્ઞાની પુરુષોના સત્પુરુષોના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, આપ્ત પુરુષની ભક્તિરૂપ આશ્રય – અને એ નિશ્ચયથી વર્તવાની જેને શ્રદ્ધા થઈ છે એને અમે પહેલું સમિકત કહ્યું છે. પહેલું સમિકત બીજા સમિકતનું કારણ અને બીજું સકિત ત્રીજા સમિતનું કારણ છે.’ કૃપાળુદેવે તો એનું એટલું મહત્ત્વ કહ્યું છે કે ત્રણેમાંથી ગમે તે સકિત આવે – પ્રાપ્ત થાય અને એ જીવ જો આજ્ઞાના આરાધનમાં રહે તો એને પંદરથી વધારે સોળમો ભવ નથી. = સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ.’ સત્પુરુષની પ્રત્યક્ષ આજ્ઞા, સત્પુરુષનો બોધ એટલે કે સત્પુરુષ અને સત્પુરુષ રચિત શાસ્ત્ર આ જીવને સમકિતનું કારણ છે. જીવ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્ઞાનીની આજ્ઞાનો ઉપાસક જ્ઞાન પામે.’ સમકિત પામે. એને જ આત્મદર્શન થાય. એટલે અહીં કહ્યું કે, તીર્થંકરના સમોવસરણમાં જે નિગ્રંથ-નિથિનીઓ શ્રાવક-શ્રાવિકાઓ હતા તે બધાને જીવાજીવનું તાત્ત્વિક જ્ઞાન હતું માટે સમકિત કહ્યું છે એમ નહીં. પરંતુ આ આપ્ત પુરુષ છે. આ સાચા પુરુષ છે. આ જેમ કહે છે એમ જ મોક્ષ માર્ગ છે. અને એ આપ્તપુરુષ પ્રત્યેની ભક્તિ એના કા૨ણે કંઈક જીવોને એ વખતે સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ છે. અને વાસ્તવમાં જીવાજીવનું જ્ઞાન પણ આવી સત્પુરુષ પ્રત્યેની આસ્થા શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર。 77 마
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy