SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પરમકૃપાળુદેવ કહે છે, “અમે તો પરેચ્છા અનુસાર જીવીએ છીએ. અને પરેચ્છાનુચારીને શબ્દભેદ હોતો નથી.’ અન્યની (પરની) ઇચ્છા, એટલે કે જડ એવા કર્મોદયની – એવા ઉદયની ઇચ્છાને આધીન વર્તીને હરિઇચ્છાએ દોરેલો ક્રમ જેમ દોરે એમ દોરાઈએ છીએ. અમે બધી જ લેવા દેવાની પ્રવૃત્તિ કરીએ છીએ પણ એમાં આત્મા પ્રવર્તતો નથી. અને દેહભાવ દેખાડવો પણ પાલવતો નથી. આવી અદ્ભુત દશા જ્ઞાનીની વર્તતી હોય છે. સદ્ગુરુનાં લક્ષણમાં સદ્ગુરુનું આવું નિરિચ્છાપણું આપણને ભાસ્યમાન થવું જોઈએ. પ્રયોગ શબ્દ જ બર્હિદૃષ્ટિપણું સૂચવે છે. અને એ બર્હિદષ્ટિપણું જ્યાં સુધી જીવને વર્તે છે ત્યાં સુધી પર સાથેની એકતાબુદ્ધિ, પર સાથેની સ્પૃહા, એ જીવમાં રહેલી જ છે. ઇચ્છાનો જ્યારે નાશ થાય ત્યારે જ જીવ કર્મના બંધનથી છૂટી શકે છે. હે જીવ ! કયા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.’ જ્યાં સુધી આ ઇચ્છા, વૃત્તિનું બાહ્યપણું, પ૨સંયોગમાં, ૫૨ભાવમાં, ૫૨૫દાર્થમાં આ જીવની વૃત્તિ અંતરમાંથી ઉઠે અને એ વૃત્તિ બહાર જાય અને એને ઇચ્છા થાય એટલે તે પ્રકારનો વ્યવહાર પ્રગટે અને એ વ્યવહા૨ એકરૂપતાનો ભાવ સર્જે છે. અને આ એકરૂપતાના ભાવમાં રુચિ-અરુચિ, રિત-અરિત, રાગ-દ્વેષનાં પરિણામો થાય છે. આને ઉત્સુક પરિણામો કહે છે અને જે પરિણામો જીવનાં કર્મ બંધનું કારણ બને છે. આવી પ્રકારની સ્થિતિ માટે કૃપાળુદેવ કહે છે કે, વિભાવ-યોગ પણ બે પ્રકારે છે. એક વિભાવયોગ ઉદયનો છે અને બીજો વિભાવયોગ રંજીતપણાએ છે. ‘હાથનોંધ’માં કૃપાળુદેવે આ ઇચ્છાયોગને પણ સરસ રીતે મુક્યો છે કે, ઉદયયોગમાં – ઉદય પણ બે પ્રકા૨નો છે. એક પ્રદેશોદય અને બીજો વિપાકોદય. વિપાક ઉદય બાહ્ય છે. દેખીતી રીતે વેદાય છે. જ્યારે પ્રદેશ ઉદય અંદરથી વેદાય છે. પદાર્થ પ્રત્યેનો ગમોઅણગમો એવો જે ભાવ છે એ જ્યારે જીવની વૃત્તિ બાહ્ય પ્રવર્તે ત્યારે થતો હોય છે. એટલે એ બાહ્યભાવ જ્યારે પ્રગટે ત્યારે એમનો વિભાવયોગ છે તે રંજીતભાવે કરેલો વિભાવયોગ છે. કૃપાળુદેવ તો કહે છે કે અમારો વિભાવયોગ, રંજીતભાવે હોય કે ઉયિક ભાવે હોય, પણ જ્યાં સુધી એ મટ્યો નથી ત્યાં સુધી અમને ચિત્તની શાંતિ કે સમાધિ થવી સંભવિત નથી. આવો વિચરે ઉદય પ્રયોગ.’ આ ઉદયપ્રયોગ વર્તમાનમાં છે. અને એ વર્તમાનમાં થતો પ્રયોગ ઇચ્છા વિનાનો છે. ઉદયપ્રયોગ છે એ પૂર્વે નિબંધન કરેલાં કર્મો એ આજે ઉદયમાં આવ્યા છે અને એના કારણે જ્ઞાનીની વિચરવા આદિની ક્રિયા છે. ઇચ્છારહિતપણું હોવાને કારણે ત્યાં વર્તમાન ઉદયપણું સંભવિત નથી. વર્તમાન વિભાવયોગ ત્યાં સંભવિત નથી. પણ આજે તો હે પ્રભુ ! પૂર્વપ્રયોગની ક્યાં વાત કરીએ ? ઇચ્છાનાં કારણે આજે અમારે તો વર્તમાન પ્રયોગ પણ છે. ઇચ્છા પ્રયોગ પણ છે. અને હવે અમે તો આયોજન પ્રયોગમાં પણ છીએ. ભવિષ્યના બધાં જ આરંભ સમારંભનું આયોજન કરતો એવો આ જીવ સમરંભ, સમારંભ અને આરંભે કરીને ત્રિવિધ પ્રકારે કર્મોના બંધ કર્યા જ કરે છે. અને એનું કારણ પૂર્વના કોઈ કર્મના વિપાકના કારણે એની શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 61 11]
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy