SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ માટે. હે મુર્ખ જીવ ! આ આંખનો વિષય નથી. આ બહિરજ્ઞાનનો વિષય નથી. આનંદઘનજી મહારાજ કહે છે “નયણ તે દિવ્ય વિચાર !” આ દિવ્ય-વિચાર એ જ નયણ છે. આ અંતરીક્ષનો માર્ગ છે. અંતરદૃષ્ટિનો માર્ગ છે. આ અંતરીક્ષ - જ્ઞાનચક્ષુ જો ખુલી જાય તો માર્ગ દેખાય. અંતરચક્ષુ ખુલ્યાં નથી અને ચર્મચક્ષુના નંબર ઉતારવાનો પુરુષાર્થ ચાલે છે. આપણો બધો જ ઉપક્રમ બાહ્ય છે. પણ આ મોક્ષમાર્ગ એ ચર્મચક્ષુનો વિષય નથી. તું ઑપરેશન કરાવ, ગમે તેવા લેન્સ પહેર, અંદર મણી નખાવ કે જેથી બધું બરોબર દેખાય. પણ તારો અંદરનો મણી ઊઘડ્યો ? જ્ઞાનમણી, અચિંત્ય ચિંતામણી એવા આત્મ રત્નના ભેદ પ્રકાશિત થયા ? જ્ઞાનાવરણીય કર્મ હટાવવાના છે. અહિં તો મોતિયાના પડળ હટાવવાની વાત ચાલે છે. જો જ્ઞાનાવરણીયના પડળ હટશે તો આ અંતરદષ્ટિ પ્રાપ્ત થાય કેમ કે આ વિષય દિવ્ય-દષ્ટિનો વિષય છે. એટલે કહે છે કે, “સેવે સદ્દગુરુ ચરણને.” ‘સેવે સદ્દગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત.” આ નયન કોણ આપે ? આ દૃષ્ટિ પ્રાપ્ત ક્યાંથી થાય ? સદ્દગુરુના ચરણ વિના તારો કોઈ ઉદ્ધાર નથી. “પામે તે પરમાર્થને આજ સુધી સંસારાર્થ દૃષ્ટિ હતી. જેવો સદૂગરના ચરણમાં ગયો કે પરમાર્થ દૃષ્ટિ થઈ. પરમાર્થ એટલે પરમ શુદ્ધ આત્મા અને તેને પામવાનો માર્ગ. જગતમાં જો કંઈ પામવા જેવું હોય તો આ પરમાર્થ જ છે. શુદ્ધ ચેતન તત્ત્વ અને તેનું અનુસંધાને તે માર્ગ. તે પરમાર્થ. તે પરમાર્થ જીવને પરમપદ તરફ લઈ જનાર છે. એવા પરમાર્થની સાધના કરવી છે. હવે અમારે પરમાર્થ આરાધવો છે. જે પરમાર્થથી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે. તે પરમાર્થ પામે. કોણ ? જેણે સદ્દગુરુના ચરણ સેવ્યા છે. કેવી રીતે સેવ્યાં છે ? સદૂગરને મળ્યા પછી એક વિધિ કરવાની છે. ત્યાગી દઈ નિજપક્ષ'. પોતાનો પક્ષ પોતાનું ડહાપણ પહેલાં છોડીને પછી સરુનાં ચરણ સેવવાનાં છે. હે પ્રભુ ! હું કંઈ જાણતો નથી. આ ભૂમિકામાં આવીને સદ્દગુરુનું શરણ સ્વીકારવાનું છે. પાયાકી એ બાત હૈ, નિજ છંદન કો છોડ; પિછે લાગ સત્યરુષક, તો સબ બંધન તોડ.” આ વાત તો પાયાની છે. સદૂગરની પાછળ લાગ પણ પહેલાં જે તારા સ્વચ્છંદના છંદ કર્યા છે ને એને છોડવાનાં છે. અને તો જ તું પરમાર્થનો માર્ગ લઈ શકીશ અને તને નિજ પદનો લક્ષ થશે. આજ સુધી સંસારમાં આપણે કરેલો પુરુષાર્થ નિજપદની પ્રાપ્તિ માટેનો નથી. અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, આપણે કરીએ છીએ. પણ કોઈને ધનવાન થવું છે, કોઈને માલિક થવું છે. કોઈને સંપત્તિ પ્રાપ્ત કરવી છે. કોઈને પદ જોઈએ છે. કોઈને પ્રતિષ્ઠા જોઈએ છે. કોઈને સંસારના અનેક પ્રકારનાં લાભ છે તે પ્રાપ્ત કરવા છે. આ અર્થ પરષાર્થ અને કામપુરુષાર્થ તે નિજ પદ માટેનો નથી. આ દેહપદમાં જીવને ઊંચામાં ઊંચી અવસ્થા જોઈએ છે. આને શરીરને હૃષ્ટપુષ્ટ કરવાની ચિંતા છે. ઓફિસમાં પ્રમોશન મેળવવાની ચિંતા છે, શરીરને દેખાવડું, રૂપાળું કરવાની ફીકર છે. આ જીવને દેહપદમાં રસ છે. એને બંગલા, ફેક્ટરી, માન, પ્રતિષ્ઠા, સત્કાર, બહુમાનમાં જ રસ છે. એને દેહપદને આડે ક્યારેય નિજપદનો લક્ષ થયો જ નથી. સવારથી રાત FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 58 =
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy