SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. (૨) પરમકૃપાળુદેવ હવે કહે છે, આ વર્તમાન કાળ, હુંડાવસર્પિણી કાળ, કરાળકાળ, કળિયુગ, દુઃષમકાળ, દુઃખે કરીને સત્સંગ પ્રાપ્ત થાય એવો આ કાળ, દુ:ખે કરીને ‘સત્’ સાંભળવા મળે, સત્પુરુષ મળે. સત્સંગ મળે, એ બધું આ કાળની અંદર ઘણું દુષ્કર છે. બાકીનું બધું સરળ છે. પુદ્ગલનું સાધન, પુદ્ગલની સામગ્રી, પુદ્ગલના સુખો એ તો આ કાળમાં વધારે ને વધારે સુગમ છે. રોજ નવાં-નવાં સુખો અને નવીનવી રોજની પ૦૦ આઈટમો દુનિયામાં બહાર પડે છે. Worldની Marketમાં સુખની સામગ્રી, ભોગ ઉપભોગની સામગ્રી રોજની minimum ૫૦૦ બહાર પડે છે. એક cosmetic ની કેટલી item હશે ? એક સાબુ કેટલા પ્રકારનાં હશે ? કપડાં કેટલાં પ્રકા૨ના હશે ? Hair oil કેટલા પ્રકારનું હશે ? દાઢી કરવાના સાબુ અને બ્રશ કેટલા પ્રકારના હશે ? દંત-મંજન કેટલા પ્રકારના હોય છે ? વિચાર કરો ! આ જીવની શરી૨ અને શરીરના ભોગ ઉપભોગના સાધનોની રોજ કેટલી આઈટમ બજારમાં આવતી હશે ? આ કાળમાં એની દુઃષમતા નથી. એ તો વધતું છે, કેવાં Telephone, કેટલા પ્રકારના T.V., કેસેટો, મનોરંજનના સાધનો, સંચારના માધ્યમો કેવા કેવા પ્રકારનાં શોધાયાં છે ! ૫૦ વર્ષ પહેલાં આમાનું કાંઈ જ નહોતું. છતાં જ્ઞાની પુરુષો આ કાળને દુઃષમ કહે છે કારણ કે મોક્ષમાર્ગનો લોપ છે. આ કાળમાં બાકી બધુંય છે. પરિભ્રમણનો માર્ગ વધુ સુગમ થયો છે. સંસારમાં રખડવાનો માર્ગ વધુ મજબુત થયો છે. એમણે first-class roads બનાવ્યા છે. ચૌદ-રાજલોકમાં પરિભ્રમણ કરવું હશે તો હવે ગાડી ક્યાંય અટકે નહીં એવા national highway આપણી પાસે છે. ક્યાંય પંચર પણ ન પડે એવી પ્રકારના ચારે ગતિમાં પરિભ્રમણના રસ્તાઓ બની ગયા છે. સંસારમાં રઝળપાટના રસ્તા ખુલ્લાં થઈ ગયા છે. અને મોક્ષમાર્ગ લોપ થઈ ગયો છે. પહેલાં મોક્ષમાર્ગની કેડી હતી. જે કેડી જ્ઞાની પુરુષોએ કંડારી હતી. તેના ઉપર સંતપુરુષો ચાલતા હતા. જે કેડી પણ આજે અદૃશ્ય થઈ ગઈ છે. વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ’ જગતના જીવોને આવું આ પોતાનું સ્વરૂપ સમજવા માટે, પદ પ્રાપ્ત કરવા માટે, માર્ગ તો જોઈએ જ. અને અત્યારે આ કાળમાં આ માર્ગ અદૃશ્ય થઈ ગયો છે. લુપ્તપણાને પામ્યો છે. વિચારવા આત્માર્થીને, ભાખ્યા અત્ર અગોપ્ય.’ પરમકૃપાળુદેવ કહે છે, આ વર્તમન કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ થઈ ગયો છે; જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે પ્રગટરૂપમાં કહીએ છીએ.’ અમે જીવને પોતાની મુક્તિનો માર્ગ, મોક્ષમાર્ગ, સંસારના પિરભ્રમણથી છૂટવાનો માર્ગ, જો સ્વરૂપ નહીં સમજે તો ભવિષ્યમાં પણ અનંત દુઃખ પામશે, એનાથી છૂટવાનો જે માર્ગ તે મોક્ષમાર્ગ – જે આ કાળમાં લોપ થયો છે, તે ફરીથી પ્રગટરૂપમાં કહીએ છીએ. 回 શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 0 41 11]
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy