SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષ કહે છે કે તારા અનંત દુઃખનું કારણ તું સ્વરૂપને સમજ્યો નથી એ છે. તારું સ્વરૂપ શું છે ? કૃપાળુદેવ કહે છે કે સ્વરૂપ તો સહજ છે. પરદ્રવ્યથી મુક્ત છે. અસંગ છે. મન-વચન-કાયાના ત્રણે યોગથી રહિત છે. આ સ્વરૂપ તો સહજ છે. પરંતુ આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભુલ થતી આવી છે. જેણે પોતાના સ્વરૂપને ઓળખ્યું નથી. એણે પછી જીવનના બાકીના વ્યવહાર કેવી રીતે કરવા એની ખબર ન હોય. જેમ કે એક ગાંડો માણસ હોય, તેને હોશ ન હોય એ ગમે તેમ બોલે. ગમે તેવી ચેષ્ટા કરે, ગમે તે પ્રકારનો વ્યવહાર કરે, અભદ્ર વ્યવહાર કરે છે – કેમ કે એને ખબર નથી કે એ પોતે કોણ છે ? એને એ જાણકારી થવી જોઈએ કે એ પોતે કોણ છે. જેમ છોકરો તોફાન કરતો હોય તો આપણે કહીએ કે ‘આટલો મોટો થયો તોયે તોફાન કરે છે ?” એટલે એ મોટો થયો એ જાણકારીનો એને અભાવ છે. એ ક્યા ઘરનો છે ? એનું ખાનદાન કયુ ? આ બધી જાણકારીનો એને અભાવ છે. આ લૌકિક દૃષ્ટિનું દૃષ્ટાંત છે. જેટલાં-જેટલાં પ્રમાણમાં વ્યક્તિને પોતાનું ઓળખાણ હોય તેટલાં-તેટલા પ્રમાણમાં, તે વ્યક્તિનો વ્યવહાર ઓળખાણની સાથે સુસંગત હોય. માણસ જો વિશેષ પદવી ધરાવતો હોય તો રસ્તા વચ્ચે ખાવા કે લાઈનમાં ઊભા રહેવામાં એને પોતાની position નડે છે. કારણ કે પોતાનું ઓળખાણ છે તેથી તેવો જ વ્યવહાર કરશે; જે વ્યવહારમાં સુસંગતતા, ભદ્રતા, સાલસપણું અને સૌજન્યતા હોય. વિશ્વમાં જે છ દ્રવ્ય છે એમાં તું કોણ છે ? એ આ જીવને ખબર નથી. જ્ઞાનીએ પ્રારંભ કર્યો છે. પરમાર્થમાર્ગનો પ્રારંભ સ્વરૂપની સમજણ મેળવવાથી થશે. પોતાનું ઓળખાણ કરવાનું છે. જીવ પોતાને જ ભુલી ગયો છે. અને પોતાને ભૂલી જવા રૂપ અજ્ઞાનના કારણે જ એને સસુખનો વિયોગ છે. એટલે શરૂઆતમાં જ કૃપાળુદેવે મોક્ષમાળાની અંદર આ પાયાનો પ્રશ્ન કર્યો છે. હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું ?” હું કોણ છું ? ક્યાંથી થયો છું? મારું ખરું શું સ્વરૂપ છે ? અને આ બધા સંસારની વળગણા છે તે કોના સંબંધના કારણે છે ? કયા કારણે છે ? રાખવા કે છોડી દેવા ? મારાં છે કે મારાં નથી ? આનો વિચાર જેણે કર્યો છે, માત્ર સ્વરૂપનો જેણે વિચાર કર્યો છે, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં.” A journey towards Salvation begins with the first questions 'Who am I ? Hall યાત્રાનો પ્રારંભ “હું કોણ છું?” અહીંથી થાય છે. “કકત્વ ? કો અહં ? કો મે માતા, કો મે તાતઃ ? કુતઃ આગતઃ ?’ હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ? મારા મા-બાપ કોણ છે ? વેદ, ઉપનિષદ, આગમો, અધ્યાત્મનું આખું દર્શન, વેદકારથી માંડીને રમણ મહર્ષિ સુધી બધાની આજ શરૂઆત છે. Who am I? હું કોણ છું ? આ સ્વરૂપ જીવ સમજ્યો નથી. તેના કારણે અનંતકાળથી એ દુઃખી થાય છે. “સમજાવ્યું તે પદ નમું આવું કોઈ શાશ્વત પદ છે. જે મને “શ્રી સદ્દગુરુ ભગવંતે સમજાવ્યું. આજે આપણે જેને ઓળખીએ છીએ તે પર્યાય છે. પદ નથી. ‘પદ' તો મૂળ શુદ્ધ તે ‘આત્મપદ' મારું પદ છે એ તો આત્મા છે. પદ FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 39
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy