SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવા મન થતું નથી.” આ કારતક મહિના પછી પોષ મહિનાની સ્થિતિ. ગોશળિયા વિદ્વાન છે. એટલે એમને ગ્રંથ મોઢે થઈ ગયો છે. સોભાગભાઈને ૧૦૧ દોહા મોઢે થયા છે. અને રાતદિવસ ઉપયોગ એમાં જ રહે છે. આપણે મુમુક્ષુ છીએ, પરમાર્થની સાધના કરવી છે પણ આપણને એ ખબર નથી કે જીવનો ઉપયોગ શેમાં રહેવો જોઈએ ? સોભાગભાઈ પણ દુકાને બેસતા હતા, એને વેપાર, ઘરબાર, પરિવાર તથા બધો વ્યવહાર હોવા છતાં ઉપયોગ ક્યાં હતો ? ‘આત્મસિદ્ધિ-શાસ્ત્રમાં. કર્મ અનુસાર, ઉદય અનુસાર પ્રવૃત્તિ તો થયા જ કરે. જે થતી હોય તે થાય. પણ ચિત્તનો ઉપયોગ, આત્માનો ઉપયોગ, જે જ્ઞાન, દર્શન, ચૈતન્ય યુક્ત એવા આત્મામાં જ રહેવો જોઈએ. “મનમહિલાનું રે, વહાલા ઉપરે બીજા કામ કરત.” યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે પતિવ્રતા નારીનું ચિત્તઉપયોગ બીજાં અનેક કામ કરતાં હોવા છતાં પણ, એના પતિમાં જ હોય, એમ આ જ્ઞાનાક્ષેપકવંત - સદુગરનો બોધ જેને પ્રાપ્ત થયો છે એવો મુમુક્ષુ એના ચિત્તની ચૈતન્યની ધારા, જગતનાં અનેક વ્યવહાર કરતો હોય, અનેક કામ કરતો હોય પણ એનો ઉપયોગ તો સદ્દગુરુનાં બોધમાં જ હોય. એ બોધમાં જ ઉપયોગ ઘુમરાતો હોય. એ બોધનું જ રટણ અને ઘોલન ચાલતું હોવું જોઈએ. મુમુક્ષુની આવી દશા હોય. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય; દીઠા નહીં નિજ દોષ તો તરીકે કોણ ઉપાય ?' આ લય લાગી જાય ! બ્રાહ્મીવેદના જેને જાગી છે તેને જ જાગી છે. કપાળુદેવ લખે છે, આવી વેદના જેને જાગે, અહોરાત્ર એનું જ ચિંતન. દિવસ ને રાત, સુતાં ને જાગતાં, સંસારની કોઈપણ પ્રવૃત્તિ કરતાં દેહ, દેહનું કામ કરે, આત્મા, આત્માનું કામ કરે. દેહનું કામ – પૂર્વે નિબંધન કરેલાં કર્મો ઉદયમાં જે આવશે તેમ થશે. એમાં જરાક જ ઉપયોગ દેવાય. એટલે વાત પૂરી થઈ જાય. અને આત્માનો ઉપયોગ, આત્માના સ્વરૂપનાં ચિંતવનની અંદર રાખવાનો. સતત નિદિધ્યાસન, સતત ધ્યાન. એટલે કૃપાળુદેવે કહ્યું કે, જે જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનને ઇચ્છતો નથી. કારણ કે એની ભૂમિકા સતત ધ્યાનની અંદરની જ છે. આપણને પરમાર્થની સમજણ નથી. પરમાર્થની દૃષ્ટિ નથી. એટલે આપણી સ્થિતિ એટલી બધી વિચિત્ર અને ખતરનાક છે કે આપણે પરમાર્થના શાસ્ત્રો જાણીએ છીએ. પણ પરમાર્થની દૃષ્ટિ નથી. પરમાર્થની જાણકારી હોવી અને પરમાર્થ દૃષ્ટિ હોવી આ બંને વાત ભિન્ન છે. જીવનમાં જેને પરમાર્થમય દૃષ્ટિ હોય તેને સમયે-સમયે એ જ ઉપયોગની સાધના અને ઉપાસના હોય. આપણે તો ધર્મક્રિયા કરીએ છીએ ત્યારે પણ ઉપયોગ બહાર હોય છે. આ સમજવાનું છે. સ્વાધ્યાય, સામયિક, પૂજા, દેવવંદન, દેવદર્શન, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, ભક્તિ – આ બધી ધર્મક્રિયા કરતી વખતે પણ ઉપયોગની ધારા બહાર હોય છે. અને મનમાં એમ છે કે હું ધર્મ કરી રહ્યો છું. ઉપયોગ નથી. સાચો મુમુક્ષુ, સાચો સાધક, સાચો જિજ્ઞાસુ જે છે તે - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 28 E
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy