SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ અને સુગમમાં સુગમ શૈલી – એટલે કે પ્રશ્નોત્તરની શૈલી. જિજ્ઞાસુને સમાધાન આપવાની શૈલી. એક તત્ત્વજ્ઞાન જો તત્ત્વનારૂપે પિરસ્યા જ કરશું તો એ શુષ્ક બની જાશે કારણ કે નય, પ્રમાણ, તર્ક, ન્યાયના આધાર ઉપર તો આવા શાસ્ત્ર ગ્રંથો ઘણાં લખાઈ ગયા. ઉચ્ચ તત્ત્વજ્ઞાન છે. પણ સૌને એ સુગમ નથી. કારણ કે અનેક નય, પ્રમાણ, જુદાંજુદાં તર્કથી વાત એવી થઈ જાય કે સમજનાર વ પોતાની સાદી સમજથી સમજવા માંગે તો શાસ્ત્રનો પાર પામી શકે નહીં ત્યારે અહીંયા તો જિજ્ઞાસુ એવો શિષ્ય ગુરુને પ્રશ્ન કરે અને તે પ્રશ્નના જવાબ રૂપે, શંકાના સમાધાન રૂપે, એણે જે શંકા કરી છે એનું જ સમાધાન. આખું આત્માનું તત્ત્વજ્ઞાન, તત્ત્વબોધ, આ જગતની અંદર પૂર્ણ આત્મતત્ત્વ જેને કહીએ - આથી જગતમાં બીજું કોઈ શ્રેષ્ઠ તત્ત્વ નથી. એ તત્ત્વ - એ છ દ્રવ્યમાનું એક ચૈતન્ય દ્રવ્ય – તેની સ્થાપના – પ્રરૂપણા ભગવાને સરળભાષામાં કરી છે. શિષ્ય પ્રશ્ન પૂછે છે કે, ભગવાન ! આ દેખાતો નથી, આને રૂપ નથી, રંગ નથી, વગેરે વગેરે...’ એ શિષ્યએ જે પ્રશ્નો કર્યા છે એનું જ સમાધાન સુગમ શૈલી આને કહેવાય. શંકાજન્ય સમાધાન. શંકા કરી, પ્રશ્ન કર્યો અને તરત જ પ્રતિ-ઉત્તર આપ્યો. એટલે સમાધાન કરીને જે જિજ્ઞાસુપણું છે એને જ શાંત કર્યું, અને માર્ગ આપ્યો. આવી આત્મસિદ્ધિ આપણે રોજ - એની ૧૪૨ ગાથા બોલીએ છીએ. આ આત્મસિદ્ધિનું શતાબ્દીવર્ષ છે એટલે થયું કે એનો પૂર્ણ સ્વાધ્યાય કરીએ. ભગવાને એક એક ગાથામાં શું કહ્યું છે. આપણી પાસે આવો અમૂલ્ય ગ્રંથ છે જેના માટે એમણે પોતે આત્મસિદ્ધિ શાસ્ત્ર શબ્દ વાપર્યો છે. એમણે પદો લખ્યા છે, પત્રો લખ્યા છે, કેટલાક અનુવાદો કર્યા છે. મોક્ષમાળા, ભાવનાબોધ વગેરે ગ્રંથ એમણે લખ્યા છે. પંચાસ્તિકાય - સ્વરોદયજ્ઞાનનો અનુવાદ કર્યો છે. પદ ઘણા લખ્યા છે. - પરમાર્થના - પણ. આત્મસિદ્ધિ લખ્યા પછી ભગવાને એમાં શાસ્ત્ર શબ્દ ઉમેર્યો છે. શાસ્ત્ર સંપૂર્ણ છે. આવું શાસ્ત્ર આપણા હાથમાં આવ્યું છે. પર્યુષણ મહાપર્વ જેવું પર્વ છે. શતાબ્દી વર્ષ જેવું વર્ષ છે. આવો યોગ થયો છે. એટલે અહીંયા દશાન્તિકા મહોત્સવનું આયોજન કર્યું છે. આ આત્મસિદ્ધિની આપણે રોજ ભક્તિ કરીએ છીએ. તો ભગવાન એમાં કહેવા શું માંગે છે ? આ આત્મસિદ્ધિ દ્વારા ભગવાન આપણને આત્માની મુક્તિનો માર્ગ બતાવે છે. ચાલો આપણે આપણા વિશુદ્ધ અંતઃકરણથી ભક્તિભાવથી એમણે જે કહ્યો છે માર્ગ, એમણે જે બતાવ્યો છે ઉપદેશ, એમણે જે શબ્દો કહ્યાં છે એના ભાવ ઉકેલવાનો, એના આશયને પામવાનો, એના રહસ્યને સમજવાનો કંઈક પ્રયત્ન કરીએ. આપત્રી યાતિ, યથાશક્તિ અને ભક્તિના માથા સહિત આપણે બધા મુમુક્ષુઓ પ્રયત્ન કરીએ. એટલે આપણી દશા તો માનતુંગસૂરિશ્વરજી જેવી છે. શ્રી આદિનાથ તીર્થંકરના સ્તવનમાં એ કહે છે કે હું તારા ગુણગાન કેવી રીતે ગાઉં ? જ્યાં દેવોના ગુરુ ઇન્દ્રો પણ તારી સ્તુતિ કરવાને સમર્થ નથી. હું તો આ મહાસાગરનો પાર પામવાં નાની હોડી લઈને આવ્યો છું. મારી પાસે કોઈ સાધન નથી, હું કોઈ - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 26
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy