SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ભેગું થઈને એ પુદ્ગલ પરમાણુ દુઃખ રૂપે આવવાના હોય એટલે આવી જ જાય. શરીરમાં રોગ કે દુઃખાવો અમથા નથી થતાં. વગર મંગાવ્યું નથી આવ્યા. પુદ્ગલ પરમાણુ કહે છે અમે કોઈ સાથે રાગદ્વેષ નથી કરતાં. આ તો જીવનું કામ છે. અજ્ઞાન ભાવ જીવનો છે. જડનો નથી. કેટલી સરસ વ્યવસ્થા છે. એટલે કહે છે કે આ કારણો જીવનાં છે તે જીવે પોતે ઊભાં કર્યાં છે તો તેની છેદકદશા પણ તારે જ પ્રાપ્ત કરવી પડશે. તું પરપદાર્થની ઇચ્છાથી, તૃષ્ણાથી, રહિત થા. આ છેદક દશા છે. પણ છતાંય જ્ઞાની પુરુષોએ – આ જૈન દર્શનની પરિપાટીમાં નવ તત્ત્વમાં કહ્યું છે કે, “સંવર’ અને ‘નિર્જરા’ આ છેદકદશાનાં સાધનો છે. જો તું સંવરની આરાધના કર તો કર્મનો આશ્રવ અટકે. આશ્રવ અટકે એટલે કર્મ બંધાય એવા પુદ્ગલનું ગ્રહણ તારાં મન, વચન, કાયાના યોગથી થાય નહીં. અને ગ્રહણ ન થાય એટલે પુગલનું કર્મ રૂપે બંધાવું થાય નહીં, અને બંધાવું ન થાય તો ઉદયની કોઈ વાત રહેતી નથી. માટે છેદકદશા” એટલે “સંવર' અને ‘નિર્જરા.” સંયમ અને તપ. તપ અને તિતિક્ષા. વૃત્તિ અને વ્રત. સતત કર્યા કરો. કારણ કે નહીં તો છેદકાદશા નહીં આવે. જીવ બંધક દશામાં જશે. ત્રણ દશા છે. બંધકદશા, છેદકદશા અને મુક્તદશા. પણ મુક્તદશા મેળવવા માટે છેદકદશા જરૂરી છે. આજે જગતના જીવો ભ્રાંતિમાં છે. કે અજ્ઞાન છે તે બંધદશા છે અને મુક્ત દશાની વાત કરે છે. પણ છેદકદશા થયા વિના મુક્તદશા આવે ક્યાંથી ? સંવર અને નિર્જરાની આરાધના વિના, તપ અને સંયમની આરાધના વિના, વૃત્તિ અને વ્રતની આરાધના વિના છેદકદશા નહીં આવે. વૃત્તિઓને શમાવો. વ્રતને આદરી. તપની આરાધના કરો. અને તિતિક્ષા એટલે સહન કરો. પરિષહ તો સહન કરવો પડે. ઉપસર્ગની વાત તો જુદી છે. જે સ્થિતિમાં આપણે રહીએ છીએ ત્યાં શીત પરિષહ, ઉષ્ણ પરિષહ, ક્યાંક ક્ષુધા પરિષહ, ક્યાંક તૃષા પરિષહ, ક્યાંક જંતુનો પરિષહ, આવા જિનેશ્વર ભગવાને ૨૨ પ્રકારનાં પરિષહ કીધાં છે. જે સહન કરવા જીવમાં તિતિક્ષા-સહનશીલતા જોઈએ. જગતમાં બધી જાતનું વાતાવરણ છે. થોડું સહન કરતાં શીખ. તારી ઇચ્છા પ્રમાણેનું આ જગત નથી. અનેક જૂની ઇચ્છાઓનું મિશ્ર આ જગત છે. તેમાં કોઈની ઇચ્છા તારા કરતાં power-ful હશે. અને પુગલ પરમાણુંનું વિસસા પરિણામ પણ હશે. જેમ તારું પુદ્ગલ સાથે પોતાનું, નિમિત્ત પરિણામ, પ્રાયોગિક પરિણામ, વિશ્રા પરિણામ છે. તેમ પુગલનું પોતાનું પણ વિસ્રસા પરિણામ હશે. અને એ પરિણામ છે તો જીવે સહન કરવું પડે ભાઈ ! તિતિક્ષા. જૈન દર્શનમાં એને કહે છે ખંતી, ક્ષતિ, દેતી. ક્ષતિ એટલે ક્ષમાના ધારણ કરનાર એવા ગુરુવરો ! ભાઈ ! પરિસ્થિતિ તો છે તે છે. એનાં રોદણાં ન રોવાય. એને જોયા કરાય. સંયોગોના સ્વીકાર સિવાય એનો બીજો કોઈ વિચાર ન કરાય. સમભાવથી બધું જ વેદવું. આ છેદકદશામાં આવી જા. અને આ છેદક દશામાં આવવા માટે જૈન દર્શનમાં સંવર અને નિર્જરાનું મહાન તત્ત્વ, નવતત્ત્વમાં આપ્યું છે અને સંવરના પ૭ યોગ જ્ઞાની પુરુષોએ આપ્યા છે. સામાયિક છે એ સંવર છે. કાઉસગ્ગ છે એ સંવર છે. બધા જ પ્રકારના તપ, વ્રત, ઉદ્યમ એ છેદકદશા છે. બંધક દશાની નિવૃત્તિ માટે, મુક્ત દશાની પ્રાપ્તિ માટે, છેદકદશાની આરાધના અનિવાર્ય છે. આ છેદકદશા એટલે, જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ.” ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રમાં પ્રારંભનું સૂત્ર લખ્યું. સમ્યકૂજ્ઞાન સાથે કરવામાં HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 245 E
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy