SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ નિધાન, મુખ આગળ, જગત ઉલ્લંઘી જાય જિનેશ્વર !” આનંદઘનજી મહારાજ કહે છે કે હે પ્રભુ ! ધર્મનાથ સ્વામી, તારી ભક્તિ કરવાથી, તારા ગુણ ગાવાથી, એવું પરમ નિધાન આ જીવમાં પ્રગટે છે. “પરમ નિધાન’ જેમ સાગર, રત્નાકરના પાણી હટી જાય અને મહા અમૂલ્ય નવ રત્ન નિધાન ખૂલ્લા થઈ જાય. તો પણ તારો આરાધક આ નિધાન ઓળંગીને ચાલ્યો જાય. છોકરાં તો પાંચીકા વીણવાય રોકાય. પણ આ જીવ રત્ન વીણવાય રોકાતો નથી. આ આત્માની સાધનાની, મુક્તિના માર્ગમાં આગળ વધો તેમ નિધાન પ્રગટે. ગૌતમ ગણધરને વિશે આવો મહતુ પ્રભાવી, લબ્દિ નિધાનનો યોગ - અનંત નિધાન - એમને એ યોગ સહજ હતો. સૂર્યના રમિ-કિરણ. એ કિરણને પકડીને ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત ઉપર આરોહણ કરે છે. અને પંદરસો તાપસીને પોતાના અંગુઠાની લબ્ધિથી ખીરનું પારણું કરાવે છે. આ બધી લબ્ધિ છે. પુદ્ગલના ચમત્કાર છે. પણ એમાં જીવનો ભાવ યોગ હોય છે. પરમ સત્ રીબાતું હોય ત્યારે સત્પુરુષો પોતાના પરચાં પણ આપે છે. અને “ભક્તામર સ્તોત્ર'ની ‘ઉવસગ્ગહરં સ્તોત્રની આ બધી રચના શું કામ થઈ ? જૈન મુનિઓએ આવા બધાં ચમત્કારો કેમ બતાવ્યાં છે ? તો જ્યારે-જ્યારે શાસનની પ્રભાવનાનો પ્રશ્ન ઉભો થયો છે - જ્યારે જ્યારે એ પરમ તત્ત્વની, મહાસત્તા પ્રગટ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, ત્યારે આ આચાર્યોએ, એમની આત્માની જે મહાન શક્તિ છે, ચૈતન્યની શક્તિનો પરચો આપી વિતરાગ શાસનને ફરીથી ઊંચું કર્યું છે. જૈન શાસનને જયવંતુ કર્યું છે. પછી હીરવિજયસૂરી અને અકબરનો પ્રસંગ હોય, મહારાજા કુમારપાળ અને સિદ્ધરાજનો પ્રસંગ હોય કે એમની સાથે હેમચંદ્રાચાર્ય સૂરિશ્વરજીનો પ્રસંગ હોય, એક એક આચાર્યોએ ધારા નગરીના રાજા ભોજની સાથે, માનતુંગસૂરિનો પ્રશ્ન હોય, એક-એક આચાર્યોએ, ધર્મની આવી કસોટીની પળની અંદર, એક પણ જાતની પોતાની કોઈ પણ વાંછના રાખ્યા વિના, કોઈ માનની અપેક્ષા રાખ્યા વિના, કંઈ બદલાની અપેક્ષા વિના, શાસનને પ્રભાવી કર્યું છે. પણ જગત પાછું ચમત્કારમાં મોહી ગયું છે. અને ભક્તિને ભૂલી ગયું છે. એ ચમત્કાર એ તો side business છે, by product છે. જિનેશ્વરની ભક્તિ, મૂળ જિનેશ્વરની ભક્તિ કરીએ તો આ બધું તો સહજ સાધ્ય છે. “કર્મ ભાવ અજ્ઞાન છે.” જીવે આ પુદ્ગલને જે પોતાનાં માન્યાં છે, અને આ પુદ્ગલમાં જે ક્ષણિક સુખ છે, સુખાભાસ છે, જેની પાછળ દુ:ખ ચાલ્યું આવે છે, દુઃખની છાયા જેની સાથે જોડાયેલી છે, એવા પુદ્ગલના સુખ નામના પદાર્થની પાછળ આ જીવ અજ્ઞાન બુદ્ધિનાં કારણે એ જ ભાવમાં નિરંતર રહે છે. એટલે શુભાશુભ ભાવ એ કર્મ ભાવ છે. એ કર્મ ભાવની અંદર જીવની જે સતત પરિણતિ છે તેને જ્ઞાની પુરુષો અજ્ઞાન કહે છે. મોક્ષનો અવિરોધ ઉપાય જોતો હોય તો મોક્ષભાવ નિજવાસ.” તું તારા પોતાના સ્વરૂપમાં વાસ કર. રહે. જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે. પણ સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. નિજ વાસ.” સ્વરૂપ સ્થિતિ. આત્મરમણતા. સ્વભાવની સ્થિરતા. આ અંતર્મુખપણું આવે તો આ થાય. “સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ નિગ્રંથનો પરમ ધર્મ છે.” આપણી સાધનાનું સુત્ર અંતર્મુખતા. થવી જોઈએ. નિજવાસ.” પરમાર્થની કોઈ પણ સાધના કરીએ, ધર્મની આરાધનામાં કોઈપણ સાધનનો સ્વીકાર કરીએ – ચિંતા નહીં કે ક્યું સાધન છે – પણ સદૂગરના આશ્રયે કરીએ અને એનો લક્ષ એવો - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 240 [E]=
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy