SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ વિતરાગશાસ્ત્ર માટે પણ આમ જ લખ્યું છે. આવો કરુણાવંત પુરુષ ! ધર્મના આચાર્ય તરીકે એનો જોટો પણ જડવો મુશ્કેલ છે. કારણ કે હવે તો બધા મતાચાર્ય થયા છે. દર્શનાચાર્ય મળવા મુશ્કેલ છે. છ યે દર્શન ‘આત્મસિદ્ધિ માં સમાવીને વાત કરનાર પ્રભુની વાણીમાં કોઈ નય દુભાતો નથી. એની વાણીમાં એણે કોઈ મતનું ખંડન સ્પષ્ટપણે કર્યું નથી. એની મંડનની શૈલી જ એવી છે કે આપોઆપ આપણને અનેક મતોનું સમાધાન થાય છે. તો હવે જીવને કર્મનો ભોક્તા બનાવવો છે, અને ફળનો દાતા કોઈ નથી તો ઈશ્વરનો આશ્રય ગ્રહણ કરે તો જ બને એવું છે. જો ઈશ્વરનો આશ્રય છોડી દઈએ તો ફળનો દાતા કોણ થાય ? પણ ત્યાં પાછું ઈશ્વરનું ઈશ્વરપણું નથી રહેતું - તો પછી ચિત્રગુપ્ત કે ધર્મરાજાને ફળદાતા ગણવા ? અધર્મ વધી ગયો તો ઈશ્વરે ફરી અવતાર ધારણ કરવો ? આવી કંઈક કલ્પનાઓ કરતાં ધર્મ સત્યથી દૂર ચાલ્યો ગયો. ધર્મના સ્વરૂપમાં કલ્પનાનો પ્રવેશ થઈ ગયો. તો વ્યવહારના હિસાબ-કિતાબ ધર્મમાં લાગુ પાડી દીધા. જીવે ખૂબ જાગૃતપણે ધર્મનો વિષય વિચારવો જોઈએ. ક્યાંય મતમાં તણાવું નહીં, લાગણી કે આવેશમાં આવવું નહીં. અંધશ્રદ્ધા કરવી નહીં. એનાથી નહીં ચાલે. જીવ ! તું જ્ઞાનીની ધારે ધારે ચાલ્યો જા. પરમકૃપાળુદેવે કહ્યું છે, “મારું કહ્યું ધાકડે ધાકડ માન્ય કરશો ?” આ તો મહાવીરનો સમીપગામી શિષ્ય છે એટલે એટલી પૂર્ણતા પ્રકાશે છે. કે, “તમારામાં જો યોગ્યતા હશે તો, માર્ગની પ્રાપ્તિ માટે, આવો સમર્થતાવાળો બીજો પુરુષ શોધવા જવું પડશે નહીં.” આ અભિમાન નથી. એ કહે છે કે પૂર્ણ માર્ગ વીતરાગનો જાણવો હોય તો આવો અમારી પાસે. “હે, દુષમકાળના દુર્ભાગી જીવો ! જન્મ-મરણના ચક્રમાં અટવાતા, સંસારતાપથી પીડાતા, એવા જીવો આ મહાવીર, આ બીજા રામ એને શરણે આવો. અમે તો અમૃતસાગર છીએ. અમે તો કલ્પવૃક્ષ સમાન છીએ.” જ્ઞાન અપેક્ષાએ. દર્શન અપેક્ષાએ. વ્યવહારમાં ભલે અમને પણ કર્મનો ઉદય છે, એ જે જ્ઞાન અમે જાણીએ છીએ એનું જ પરિણામ છે. જે તત્ત્વજ્ઞાનમાં અમને શ્રદ્ધા છે. તેનાથી જાણીએ છીએ કે આ કર્મો પણ અમારે જ ભોગવવા પડશે. અરે ! કમેં મહાવીરને છોડ્યા નથી. તો અમને ક્યાંથી છોડશે ? બાકી કેટલાંક કર્મો અઘાતિયાં છે. એના ઉપર તમે દૃષ્ટિ નહીં દો. એ કર્મોથી જ્ઞાન આવરીત થતું નથી. દર્શને આવરીત થતું નથી. એવું અદ્ભુત સ્વરૂપ પ્રગટ્યું છે એટલે કહે છે કે, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એ આ પુરુષ જ કહી શકે. અને છતાં એ કોઈ જ્ઞાનીની અશાતના નથી કિરતા. ઈશ્વર સિદ્ધ થયા વિના, ગત નિયમ નહિ હોય, પછી શુભાશુભ કર્મના, ભોગ્ય સ્થાન નહિ કોય. (૮૧) ‘તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી એટલે જગતનો નિયમ પણ હોઈ શકે નહિ. અને શુભાશુભ કર્મ ભોગવવાનો કોઈ સ્થાનક પણ ઠરે નહીં. એટલે જીવને કર્મનું ભોસ્તૃત્વ ક્યાં રહ્યું ?” શિષ્ય તર્ક સહિત દલીલ કરે છે કે ફળદાતા ઈશ્વર સિદ્ધ થાય એમ નથી. કેમ કે ભગવાન આપે જ કહ્યું છે કે કર્મ જડ છે અને ઈશ્વર સંપૂર્ણ શુદ્ધ છે. એટલે ઈશ્વર સિદ્ધ થાય એમ નથી. અને કર્મની તાકાત નથી તો પછી આ કર્મ ભોગવવાનો જગતનો નિયમ કેવી રીતે અમલમાં આવે ? કર્મ ભોગવવાનાં સ્થાન તો જોઈએ ને ? જો મેં ચોરી કરી હોય અને મને જેલની સજા થાય તો જેલ બનાવવા રાજા તો શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 205 ITE
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy