SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ ગયું. કોઈ પદાર્થ ખોવાઈ ગયો તો લૂંટાવાનો ખેદ, લોટરી લાગી તો લાભ થવાથી હરખ થવો, હર્ષમાં - શોકમાં બધામાં એકપણું આ જીવ કર્યા કરે છે. આ એકપણાના કારણે આ પુદ્ગલ પરમાણુમાં એક એવી વર્ગણા છે, કાર્મણ વર્ગણા, એ આવીને જીવને ચોંટી જાય છે. આ કાર્મણ વર્ગણાના જ્ઞાનીઓએ આઠ ભાગ પાડ્યા છે. અત્યારે જે બોલાય છે ભાષા વર્ગણાના પરમાણુ છે. દુનિયામાં બધે જ જે બોલાતું હોય છે તે બધા ભાષા વર્ગણાના પરમાણુ છે. આપણે આપણા રેડિયો કે T.V. પર એ સાંભળી શકીએ. જો એના receptionના સાધન આપણી પાસે હોય તો પકડી શકાય. આ જે હું બોલું છું – તે શબ્દો - It can be Expanded - It can be louded, It can be stored. મારા બોલેલા શબ્દોના પરમાણુ (કેસેટમાં) સંગ્રહિત થાય છે. આ જેમ ભાષા વર્ગણાના પરમાણુ છે તેમ જગતની અંદર કાર્મણવર્ગણાના પરમાણુ છે. આ કાર્મણવર્ગણાના પરમાણુ જીવની આસપાસ ફરે અને જીવ જો આસક્તિ ભાવમાં, મમત્વમાં, રાગ-દ્વેષના ભાવમાં હોય તો એ જીવ એ પરમાણુ એના તરફ ખેંચે. અને ખેંચાયા પછી એ પરમાણુઓ જે કર્મના રૂપમાં પરિવર્તિત થાય. અને એ જે પરિવર્તિત થયા, કર્મના રૂપમાં, તે દ્રવ્યકર્મ છે. જીવના ભાવનું નિમિત્ત પામીને જગતમાં રહેલા કર્મના પુગલ પરમાણુઓ જીવની સાથે જોડાયા અને જેવો જીવનો ભાવ, જેવો જીવનો અધ્યવસાય, જેવી જીવની લેયા – એ પ્રકારે એ પરમાણુનું કર્મના રૂપમાં બંધારણ થયું. અને એ બંધારણમાં તે કર્મનાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને રસ – એ ચારે ભાગ એના નિર્માણ થયાં. એટલે બંધનું સ્વરૂપ આવી ગયું. કોઈક જ્ઞાનાવરણીય કર્મનો બંધ પડ્યો તો કોઈક દર્શનાવરણીયનો, મોહનીયનો અથવા અંતરાય કર્મનો. આમ તો કર્મ અનંત પ્રકારનાં છે પણ જ્ઞાનીઓએ એના આઠ ભાગ પાડ્યાં છે. એની સ્થિતિ અમુક અમુક સમય સુધીની નક્કી થાય – એનો રસ. એટલે કે ત્યારે કેવો અધ્યવસાય હતો, તીવ્ર હતો, મંદ હતો, ઉત્કટ હતો – એ પ્રમાણે બંધ થાય. આવી રીતે આ પરમાણુ કર્મરૂપે બંધાઈને જીવની સાથે જોડાઈ જાય. જીવને પાંચ જાતના શરીર હોય. ઔદારિક, તેજસ, કાર્પણ વગેરે. આ હાડકાં, માંસ, મજ્જા, લોહીચામડી એ ઔદારિક શરીર છે. અને કાશ્મણ શરીર – જીવ જ્યાં સુધી કર્મથી મુક્તિ ન મેળવે ત્યાં સુધી આ કાર્મણ શરીરના રૂપમાં અનંત કાળનાં પરમાણુઓ એની સાથે જ છે. જીવે જે કર્મો બાંધ્યા છે તે કર્મો એની સાથે જ છે. અનાદિકાળના અનંત કર્મો જીવની સાથે જ છે. નાના જંતુમાં પણ એ કર્મો શમાઈ જાય છે. આવું આ જૈનદર્શન છે. વિતરાગ વિજ્ઞાન છે આ. જેનાથી કર્મની સુક્ષ્મતા ખ્યાલમાં આવે. આવા કર્મના પરમાણુઓ જે પ્રકારે ઉદયમાં આવે તે પ્રકારનાં સ્થિતિ અને સંજોગોમાં આ જીવ મુકાય. ક્રોધ, માન, હાસ્ય, શોક – આ બધાં કર્મો ઉદયમાં આવે. ઉદયમાં આવે એટલે જીવ વિભાવ ભાવ કરે. એમાં ભળી જાય. એટલે પાછો નવા કર્મ બાંધે. આમ એનું કર્મનું ચક્કર ચાલુ ને ચાલુ રહે. આ કર્મ જીવને બાંધે છે. સંસારના પદાર્થથી મુક્ત થવા દેતાં નથી. એટલે જીવને કર્મની વળગણા છે. એટલે કપાળદેવે એક પદમાં મુક્યું, “કોના સંબંધે વળગણાં છે, રાખું કે એ પરિહરું ?” આ વળગણા કોના સંબંધે છે ? આ સંસાર, આ જંજાળ, આ ઉપાધિ, રાખવી કે છોડી દેવી ? જ્ઞાનીઓએ કહ્યું કે આ વળગણાં તારી જ છે. અજ્ઞાનભાવે તેં જે બાંધી છે તે જ ઉદયમાં આવી છે. સંસાર તો આખો અતિ વિસ્તીર્ણ છે. પણ મારો સંસાર તો એટલો HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર , 197 E
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy