SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય કર્મ, વેદનીય, નામ, ગોત્ર, આયુષ્ય કર્મ. જૈન દર્શનમાં આને ‘કર્મ' કહ્યાં છે. જે કામ કરીએ લુહારનું, સુથારનું, સોનીનું એ તો બધી પ્રવૃત્તિ છે. એ ઉપાધિજન્ય પ્રવૃત્તિ છે. મારે દુકાને જવું, રસોઈ કરવી, ઘરનાં બીજાં કામ કરવાં, નોકરી કરવી એ કર્મ નથી. એ ઉપાધિ છે. જેને જેટલી ઉપાધિ લાગી હોય, એટલી એને પ્રવૃત્તિ હોય. એટલે બહોળો વ્યાપાર કરે તો એની પ્રવૃત્તિ ઘણી હોય. તેથી તે બહુ કર્મ કરે છે. એમ કર્મની પરિભાષા સમજવાની નથી. કર્મ તો “આત્માના ગુણને આવરણ કરે તે કર્મ.” રાગાદિ સહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તેનું નામ કર્મ. શુદ્ધ અથવા અશુદ્ધ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ. અને તે કર્મ એ જડ વસ્તુ છે. ‘સહજ’નો અર્થ એ છે કે, પ્રારબ્ધ ઉદયથી પોતાની મેળે. થાય, જેમાં કંઈ કર્તવ્ય પરિણામ ન હોય, તે સહજ. એટલે શિષ્યએ કહ્યું, “સાહેબ ! તમે જે કર્મનું કર્તાપણું કહો છે તે પદ આતમાનું હોય એમ હું તો માનતો નથી. એટલે એણે વિકલ્પો આપી દીધાં અને શિષ્ય પણ સિદ્ધાંતમાં વાત કરી કે, “કર્મ જીવનો ધર્મ અને જો ધર્મ હોય તો ત્રણે કાળમાં લુપ્ત થાય નહીં. તો કાં તો કર્મનું કર્તાપણું છે નહીં, અને હોય તો કોઈ દિ જાય નહીં. હવે આ તો પરમગુરુ છે - તીર્થકરનું જેને સાન્નિધ્ય છે. તીર્થકરનો બોધ જેને યથાતથ્ય સાંભળી આવ્યો છે. તીર્થકર શું કહેતા હતા તે અત્યારે જેને અનુભવગમ્ય છે. એટલું જ નહીં એથી આગળ પણ કૃપાળુદેવે એક દશા બતાવી છે. પોતાના જીવનની – એમણે કહ્યું કે, ‘આ જે વાતો અમે લખીએ છીએ ને, તે તમને કદાચ સિદ્ધાંતના શાસ્ત્રમાં ક્યાંય નહીં મળે, ઉપશમ શ્રેણીનો આરાધક જીવ, ક્ષપક શ્રેણીનો આરાધક જીવ, અગિયારમેથી ઉપશમ શ્રેણી વાળો પડે, આજ્ઞાનું આરાધન હોય તો ન પડે, આવી બધી વાત - જેનો કોઈ શાસ્ત્રોની અંદર ક્યાંય તાણો-વાણો મળતો નથી. એટલે એમણે સૌભાગભાઈને લખ્યું છે કે, “કોઈ શાસ્ત્રની અંદર આ વાત મળે તો ઠીક છે, નહીં મળે તો એની ચિંતા કરશો નહીં. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી તે અમે જાણીએ છીએ. હવે જે પરમગુરુના શરણે(આશ્રયે) આપણે બેઠા છીએ, જે પરમગુરુના બોધથી - શ્રીમદ્ રાજચંદ્ર “વચનામૃત” એ સમકિતનું ઉત્કૃષ્ટ કારણ અને નિમિત્ત આપણને પ્રાપ્ત થયું છે – એમનાં વચનામૃત – એમણે આપેલી આત્મસિદ્ધિ’નો બોધ – એ માત્ર સમ્યક્દર્શન નહીં, પણ સમ્યક્દર્શનની સાથોસાથ, મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે એવો જબરદસ્ત યોગ, આ કાળની અંદર, આ પુરુષના પ્રતાપે આપણને પ્રાપ્ત થયો છે. એટલે હવે એ પુરુષ સમાધાન આપે છે કે હે શિષ્ય ! તેં કર્મ છે એટલું તો નક્કી કર્યું ને ? તો હવે કર્મનું કર્તાપણું કેવી રીતે છે તે સમજ. છે કર્તા નિજ કર્મ' – એ સમાધાન પરમગુરુ આપે છે. અને જો આ આત્મા કર્મનો કર્તા હોય તો ભૂલ મારી છે. આ સંસાર પરિભ્રમણની ભૂલ મારી છે. અને આ ભૂલ સુધારવી પણ મારે જ પડશે. આ ભગવાન મુમુક્ષુને એવી સરસ ભૂમિકા ઉપર મૂકે છે. હોય ને ચેતન પ્રેરણા, કોણ રહે તો કર્મ, જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. (૭) ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરે ? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ.’ નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર , 190 E
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy