SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કૅન્સર બધું ગયું. ફરીથી કાંઈ એ જ બીમારી સાથે નહીં જન્મ. એને કહેવાય (આ રોગોને, દેહયોગથી ઊપજે, દેહ વિયોગે નાશ.” એ પ્રકૃતિ દેહની છે. આ પ્રકૃતિ આત્માની છે. આત્માની પ્રકૃતિ તું સમજ. આત્માના સંસ્કાર તું સમજ. પણ જીવ વિચાર જ કરતો નથી ને ! જેને છાપું વાંચીને જ્ઞાન મેળવવું છે એનું શું કરવું ? જીવ મૅગેઝિન વાંચીને અને એકના એક સમાચાર દિવસમાં દસ વાર સાંભળીને પોતાને જાણકાર કહેવડાવે છે. પણ વારંવાર એ જ ઘટનાઓની બીજા જાણીને શું કામ કાળક્ષેપ કરવો ? આ જીવ, આ જ રીતે, આ પ્રકૃતિદોષથી, પર્યાયથી પલટાતો જાય છે, ‘આત્મા પ્રત્યે નિત્ય છે.” એની પર્યાય વિભાવ સાથે તદ્રુપ થઈ જાય છે. એટલે પલટાતું સ્વરૂપ જોયું પણ આ બધાનું જ્ઞાન કોને છે ? બાળપણનું, યુવાનીનું, વૃદ્ધત્વનું આ જ્ઞાન કોને છે ? આત્માને. ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યાંતર થાય નહિ તેને શ્રી જિન દ્રવ્ય કહે છે.” આ દ્રવ્યથી આત્મા નિત્ય છે. અને “વ્યય અને ધૃવત્વ પર્યાયને લઈને છે.” અજબ સિદ્ધાંત કૃપાળુદેવે અહીં આપ્યો છે. ૫.૭૬૬માં કહ્યું છે, “વ્યય અને ધૃવત્વ પર્યાયના કારણે છે.’ નહીંતર વ્યય કેવી રીતે ઘટાવી શકાય ? ધૃવત્વ કેવી રીતે ઘટાવી શકાય ? પણ આ પલટાતી જીવની સ્થિતિ છે એ પરિણમન એ જીવનો સ્વભાવ છે. દ્રવ્યનો સ્વભાવ છે પરિણમવું. “પર્યાયથી રહિત દ્રવ્ય ન હોય. દ્રવ્ય વિના પર્યાય ન હોય. બંને અનન્ય ભાવથી છે એમ મહામુનિઓએ કહેલ છે.” આવી નિત્ય સ્થિતિ છે આત્માની. બધી જ બદલાતી અવસ્થામાં એની નિત્યતા છે, બધી જ બદલાતી અવસ્થાઓનું જ્ઞાન આવે છે. અને આમ બનવું તો જ સંભવી શકે કે એક તત્ત્વ નિત્ય હોય, અને બાકીનું બધું બદલાતું હોય તો, બદલાતા બધા સંજોગોનું જ્ઞાન એક ને હોય, તો એ એક નિત્ય હોય તો જ એને જ્ઞાન હોય. એ અવસ્થાની સાથે જો પોતેય બદલાતો જાતો હોય તો જ્ઞાન કોને રહ્યું ? અને જ્ઞાન કોને થયું ? એટલે આગળની ગાથામાં એ તર્કને વધારે સ્પષ્ટતાથી કહે છે, અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. (૬૯) ‘વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાતુ. જાણનાર ક્ષણિક હોય નહીં, કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજી ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજી ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે ? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કરે.’ આત્મા ક્ષણિક છે. સમયે, સમયે ઉત્પન્ન થાય છે, સમયે સમયે નાશ થાય છે - તો જે ક્ષણે તને અનુભવ થયો ને – આત્માના કારણે - તો તે અનુભવ બીજી ક્ષણે કહી શકાય. તે જ સમયે કહી શકાતો નથી. જે સમયે અનુભવ થાય છે તે સમયે કહેવાતું નથી. જૈન દર્શનમાં સમય એટલે આંખના પલકારામાં અસંખ્યાતા સમય પસાર થાય છે. તો એક સમયે જે અનુભવ થયો તે બીજે સમયે કોણે કહ્યો ? કોણ કહેવા માટે બચ્યું ? ‘વદનારો તે ક્ષણિક નહીં.” આ અનુભવ જે કહે છે ને તે ક્ષણિક નથી. માટે કહે છે ‘કર અનુભવ નિર્ધાર.’ હું અનુભવથી આત્માની નિત્યતાનો નિર્ધાર કર. હે શિષ્ય ! તર્કથી નિર્ધાર કરવા FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 182 =
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy