SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ મિનિટ સંકલ્પ સાથે કરેમિ ભંતે ! સામાઇયે, સાવજુ જોગ પચ્ચખામિ.’ બધા જ સંસારના એવા પાપ વ્યાપારનો ત્યાગ કરીને હે પરમાત્મા ! તમારી સામે પ્રતિજ્ઞા કરું છું - “પચ્ચખામિ.” અને આ જીવ તો સામાયિક લે તો ચારે બાજુનું ધ્યાન રાખે. દૂધવાળો આવ્યો કે નહીં ? બેલ કોણે મારી ? બાજુમાં કોણ આવ્યું ? સામાયિક એવી જગ્યાએ બેસીને કરે કે પોતાનું ઘર અને આજુબાજુના તથા શેરીના બધા ઘર દેખાય અને બધાની ચોકી રખાય એમ ઘરના ઉંબરે બેસીને સામાયિક કરે. અરે ! આ જીવની દશા તો જુઓ. સામાયિકમાં સિવણકામ લઈને બેસે. અથવા ઘરનું અનાજ તપાવવા નાખ્યું હોય એની સામાયિકમાં ચોકી કરે – અરે ! સામાયિકમાં તો વિચારનો યોગ થવાનો છે અને વિચાર કરવાનો છે. એક સામાયિકમાં મોક્ષ છે. શ્રેણિક મહારાજાએ ભગવાન મહાવીરને પૂછ્યું, “ભગવાન ! આ તમારા સેવકની નરકગતિ ? કાંઈ ઉપાય ખરો કે નરકગતિનો બંધ તૂટે ?” ભગવાન કહે કે, “પૂણિયા શ્રાવકની એક સામાયિકનું ફળ તને મળે તો તારી આ ગતિમાંથી તારો છૂટકારો થઈ જાય. આ સમ્રાટ, મગધપતિ પૂણિયા શ્રાવક પાસે જાય છે અને એક સામાયિકનું ફળ માંગે છે. પૂણિયો કહે છે, “મને સામાયિકની કિંમત ખબર નથી. હું તો પૂણીનો વેપાર કરું છું, અને જે બે આના મળે એમાંથી મારું અને મારા કુટુંબનું ભરણપોષણ થાય છે. એક દિવસ હું ઉપવાસ કરું છું અને એક દિવસ મારાં ઘરવાળાં ઉપવાસ કરે છે. અને એમ અમારું ગુજરાન ચાલે છે. પ્રભુ ! મને મારા સામાયિકના ભાવની ખબર નથી. સામાયિકના સોદા ન થાય.” શ્રેણિક, ભગવાન પાસે જાય છે. ભગવાનને તો આ જ બોધ કરાવવો હતો કે જીવને પોતાનું સત્કર્મ જોઈએ. બીજાનું પુણ્ય પોતાને પણ ફળતું નથી. જીવે પોતે કરેલાં કર્મો પોતાને જ ભોગવવા પડે છે માટે ઉત્કૃષ્ટ એવી તું આરાધના કર. કે જેથી તારા આ જે નિકૃષ્ટ કર્મો બંધાયા છે તે કર્મનો બંધ તૂટે. આ કર્મશાસ્ત્રનું એક બીજું પણ રહસ્ય છે કે બંધાયેલા કર્મો તોડી શકાય છે સાધનાથી, આરાધનાથી, અને એટલા જ માટે નવ તત્ત્વની વિચારણામાં સંવર અને નિરા છે. જો બંધ થયા પછી વાત પૂરી થઈ જાતી હોય તો આ બે તત્ત્વ ક્યારેય આવે નહીં. એ તત્ત્વ છે સનાતન અને શાશ્વત. પણ એનો કોઈ વિચાર જ કરતું નથી. સંવર છે તે – આશ્રયથી તું રોકાઈ જા. અને પૂર્વે અનંતકાળના, અનંત પરિભ્રમણમાં કરેલાં અનંત કર્મો, એને ખપાવી દેવા માટે એની પ્રકૃતિ બદલાવીને સંક્રમણ કરવા માટે તું નિર્જરાનો માર્ગ લે. અને નિર્જરાના માર્ગમાં, ‘તપસા સંવર, નિર્જરા ચ.” તપથી સંવર પણ થય અને નિર્જરા પણ થાય. અને એ તપ છ પ્રકારનું બાહ્ય અને છ પ્રકારનું અત્યંતર – આ બાર પ્રકારનું તપ ભગવાને કહ્યું છે અને એમાં પણ ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર કહે છે સ્વાધ્યાય જેવું ઉત્કૃષ્ટ તપ એકે નથી. કેવો મહિમા છે ! સંવર અને નિર્જરાનો માર્ગ આ જૈન દર્શનની અંદર આપ્યો છે. આખું કર્મ બંધારણ જેણે જાણ્યું છે, આખી સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થઈ રહ્યું છે, અને એની અંદર શું શું પ્રકારનાં તત્ત્વો - પરમ રહસ્ય - અહીં જ્ઞાની પુરષોએ મુક્યા છે પણ આ જીવને એનો વિચાર કરવો નથી. પરમકૃપાળુદેવે લખ્યું છે કે નવ તત્ત્વની યથાર્થ શ્રદ્ધાન થાશે તો પણ તારાં કર્મોના બંધન તુટી જાશે. આ નવ તત્ત્વની શ્રદ્ધાન કરવા માટે એ તત્ત્વની વિચારણા કરવાનો આપણી પાસે ટાઈમ નથી. સમય નથી આપણી પાસે. જેટલો સમય છે એટલો પરિભ્રમણનો જ સમય છે. છૂટવાનો સમય નથી આપણી પાસે. શિષ્ય કહે છે, પ્રભુ ! આપે જે વાત કરી તેનો મેં અંતરમાં HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 169 EE
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy