SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ છે. બંને ભિન્ન છે. different entity. “પણ સંબંધપણે સહચારી છે. સાથે જ છે - જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. પણ જ્ઞાન દશા આવ્યા વિના જીવ, કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે; તે જીવને ભાસ્યામાં આવતું નથી. તથાપિ ક્ષીરનીરવત્ જુદાંપણું છે. જ્ઞાનસંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે.’ છે જુદાપણું છતાં સહચારીપણું છે. કૃપાળુદેવે પત્રાંક ૬૯૨માં કહ્યું, “સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે.’ દેહનો વિયોગ ક્યારે થાય ? કે જે જે કર્મો ભોગવવા માટે આ દેહ બંધાયો છે, એ કર્મો પુરાં થઈ જાતાં, આ દેહનું પ્રયોજન રહેતું નથી. તે દેહ પછી ગમે તેવો રૂડો, રૂપાળો, નિરોગી હોય તો પણ હવે આત્માને તેનું કાંઈ કામ નથી. કેમ કે જીવને કર્મનો ભોગ છે, તે દેહથી ભોગવવાનો છે. અને એટલા માટે દેહને ‘નોકર્મ’ કહ્યું છે. ‘નોકર્મ’ દ્વારા કર્મ ભોગવાય છે. મારા કર્મો અનંત પ્રકારના ઉદયમાં આવતા હોય, ધારો કે મને અશાતા આવવાની હોય અને મારી તાકાત હોય તો બહારના બીજા બધાં જ નિમિત્તોને હું દૂર કરી દઉં – પણ શરીરમાં જ વ્યાધિ ઉત્પન્ન થાય તો ? આ અશાતાનો ભોગવટો આ દેહથી જ ભોગવાશે. દેહ સાધન થઈને આવ્યું છે. હવે આનાથી છટકી શકાય ખરું ? બીજાં કોઈ સગાં-સંબંધીથી તકલીફ પડતી હોય તો જુદા રહેવાય, ગામ છોડી દેવાય, છૂટાં થવાય, એને ગામ છોડાવી દેવાય. બધું થઈ શકે. પણ શરીર થકી અશાતા આવીને કર્મનો ભોગવટો આવ્યો તો હવે શું કરીશ ? જ્યાં સુધી પ્રારબ્ધયોગે, આ દેહથી, જીવને કર્મ ભોગવવાના છે, ત્યાં સુધી એનું સંબંધપણે સહચારીપણું છે. પણ જે સમયે એ કર્મો ભોગવવાના પૂરા થયાં તે સમયે દેહ રહેતો નથી. કૃપાળુદેવે બહુ સરસ કહ્યું છે કે આ જીવ નિર્વાણપદ ક્યારે પામે છે ? ‘તો જ્યાં કર્મ શેષ રહેતાં નથી. કર્મ બચતાં નથી, ત્યાં એને દેહ ધારણ કરવાપણું રહેતું નથી. આ જીવ દેહ ધારણ કરવાપુર્ણ કરે છે કારણ કે એના શેષ કર્મો બાકી છે. જો જીવે બધા જ કર્મો ખપાવી દીધાં હોય તો દેહ ધારણ કરવાપણું ન રહે.’ એટલે એમણે લખ્યું છે, અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ ! આ અહો ! આ અહો !' તેમણે જોયું કે આ દેહથી ભોગવાય નહીં એવા થોડાં કર્મો અવશેષ બાકી રહી ગયાં. અને આયુષ્યનો કાળ પુરો થઈ ગયો. આયુ પૂર્ણ થયું અને કર્મ અવશેષ રહ્યાં. જ્ઞાનદશા યથાવત્ રહી. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. તે જ અદ્ભુત આશ્ચર્ય છે.’ આત્માની જે અદ્ભુત દશા છે કર્મ ક્ષય કરવાની, અને એ અબંધ દશા છે એ તો પ્રાપ્ત થઈ ગઈ છે. પણ કોઈ એવો વિચિત્ર યોગ થયો છે અને એ વિચિત્ર યોગમાં જો કેવળજ્ઞાન થઈ ગયું હોય તો શેષ કર્મોને ભોગવવાં ‘સમુદ્દાત' કરી લેત. ચૌદ રાજલોકમાં પોતાના આત્મપ્રદેશોને ફેલાવીને જેટલા કર્મ પરમાણું બાકી હોય એનો સ્પર્શ કરી, ચાર સમય જાતાં અને ચા૨ સમય વળતાં-માં સંપૂર્ણ કર્મને નામશેષ કરી નાખત. પણ કેવળજ્ઞાન પ્રગટ થયું નથી. અને કર્મનો અવશેષ બાકી રહી ગયો છે. અને એથી જ આ જ પુરુષ કહે છે કે, કોઈ પણ કાળે જન્મવાની ઇચ્છાને એણે સર્વથા રૂંધી છે. અને હવે ફરી જનમવું નથી એવી નિશ્વળ પ્રતિજ્ઞા છે.’ એ જ પુરુષ કહે છે કે કર્મનો ભોગવટો તો દેહ સિવાય થાશે નહીં અને ન શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 154 (E
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy