SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષણો જાણવા. “પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી જણાય.” એના લક્ષણ પ્રગટ થાય એટલે એની ખબર પડે. એમ આત્મા અને દેહ એ બંનેના લક્ષણ ભિન્ન છે. એક નથી. બંનેને એક જ લક્ષણ લાગુ પડતું નથી. બંનેના લક્ષણ ભિન્ન છે. પણ આ તો તને માત્ર દેહાધ્યાસ – દેહમાં આત્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ છે. આને અધ્યાસને કહેવાય છે મિથ્યા આરોપણ. ભ્રાંતિ દેહનું આરોપણ આત્મામાં કરી નાખ્યું છે. માટે તને આત્મા નથી એવો ભાસ થાય છે, અને આ દેહ છે તે આ આત્મા છે એવી તને મિથ્યા શ્રદ્ધા થાય છે. પણ હવે જો તું બંનેના લક્ષણ જોઈશ તો તને લાગશે કે બંને પદાર્થ જુદા છે. લક્ષણથી જુદા છે. ગુણથી જુદા છે. ધર્મથી જુદા છે. ભાઈ ! દરેક પદાર્થને પોતાના લક્ષણ છે. એ એનું પ્રગટપણું બતાવે છે. ધર્મ છે એ એની વર્તના બતાવે છે અને ગુણ છે એ એનું સામર્થ્ય બતાવે છે. તો દેહને અને આત્માને એક નહીં માન. એને લક્ષણથી જો. પછી ધર્મથી જો. અને પછી ગુણથી જો. તો પદાર્થનું પરિક્ષિણ કરવું હોય તો આ રીતે એને ગણથી. લક્ષણથી. ધર્મથી જોઈને બંને એકરૂપ છે કે ભિન્ન છે તે નક્કી કર. જે પદાર્થનું પ્રગટપણું છે એ એના લક્ષણથી છે, પ્રગટપણાથી જો તું જોઈશ તો તને દેખાશે કે ચૈતન્ય છે તે આત્માનું લક્ષણ છે. ઉપયોગ તે આત્માનું લક્ષણ છે. તત્વાર્થસૂત્રની અંદર ઉમાસ્વાતીજી મહારાજે – જૈન ધર્મનું જે તત્ત્વજ્ઞાન છે તેને સૂત્રાત્મક પરિભાષાની અંદર શમાવી લઈ સૂત્રો આપ્યાં છે. તેમાં બીજા અધ્યાયનું આઠમું સૂત્ર છે – “ઉપયોગો જીવ લક્ષણમ્.” જીવનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ એટલે જેનાથી અન્ય પદાર્થનો બોધ થવો તે. જાણકારી થવી તે. ભાન થવું તે. પ્રતીતિ થવી તે. તો પ્રતીતિ જીવને થાય. જડને ન થાય. જડને જાણકારી હોય નહીં. જડમાં ઉપયોગપણું સંભવે નહિ. જીવમાં જ્ઞાન દર્શન નામના ગુણ છે. એ ગુણનો ધર્મ ઉપયોગ છે. સતત પરિણમન છે. અને એ ધર્મને કારણે - એ ઉપયોગને કારણે જીવ ગમે તે ગતિમાં, ગમે તે યોનિમાં, ગમે તે અવસ્થામાં હોય તો પણ તેનામાં અંશે પણ જાણપણું હોય - હોય ને હોય જ. જેથી કરીને એ જીવને આખા જગતનો બોધ થાય. એમાં તારતમ્યતામાં ફેર પડે. પણ એની સંવેદના જાગૃત હોય. એનું જાણપણું જાગૃત હોય. નાનામાં નાના જંતુને પણ એક સંજ્ઞા તો હોય જ. પ્રત્યેક જીવને ઓછામાં ઓછી પણ આહારસંજ્ઞા તો હોય જ. ભય સંજ્ઞા હોય, મૈથુન સંજ્ઞા હોય, નિદ્રા હોય. ‘આહાર, નિદ્રા, ભય, મૈથુન ચ.” આ બધાં જ જીવોની અંદર જે સંજ્ઞા છે તે એનો જ્ઞાન દર્શન ઉપયોગ છે. નાનો જંતુ પણ તડકામાંથી છાયામાં જાય. અને એને પણ ભયની ખબર પડે. ધરતીકંપ થવાનો ભય પ્રાણીઓ પારખી શકે છે અને ભાગીને સુરક્ષિત સ્થાનમાં પહોંચી જાય છે. પક્ષીઓ - જો ભય જાગે તો ચિચિયારી અને કિલકિલાટ કરી મુકે છે. આપણને ખબર ન પડે. પણ જો ક્યાંક અગ્નિ પ્રગટ થયો તો અમુક પ્રકારનાં જંતુઓને, પક્ષીઓને તરત જ ખબર પડી જાય. કારણ કે એની આ સંજ્ઞા છે. અને એનું આ જાણપણું છે. અને જ્યાં જીવ છે તે જ જાણી શકે, જ્યાં જીવ નથી એવા પદાર્થ - જડ પદાર્થ - તે ન જાણી શકે. મકાનને ખબર ન પડે કે ધરતીકંપ થાવાનો છે. પણ મકાનમાં રહેલાં ઉંદરને ખબર પડે કે ધરતીકંપ થઈ રહ્યો છે. એટલે એ દર છોડીને ભાગી જાય. સાંપ એ પોતાના દરમાંથી નીકળી જાય. જ્યાં જીવ છે ત્યાં ઉપયોગ છે. ઉપયોગ છે તે જ્ઞાન-દર્શન નામના ગુણનું પ્રગટ લક્ષણ છે. ‘ઉપયોગો જીવ FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 151 =
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy