SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને તેના ઉપાય છે. પણ હું તો કાંઈ જાણતો નથી. હવે શિષ્ય આશંકાના રૂપમાં પૂછે છે – શિષ્ય એટલે આપણે બધાં જીવો – આપન્ના મનની વાત, આપણા મનની મૂંઝવા, આપણી અનાદિની ગુંચ, અનંતકાળના પરિભ્રમણનું કારણ, આપણું અજ્ઞાન – એ અજ્ઞાનની વાત શંકાના રૂપમાં – શિષ્યના મોઢે આ વાત સદ્ગુરુ સ્વયં કહે છે. કારણ કે જ્ઞાની મુમુક્ષુને ઓળખે છે. જેમ મુમુક્ષુનાં નેત્રો – અજ્ઞાન હોવા છતાંયે – મુમુક્ષુતાને લીધે માત્માને ઓળખે છે તેમ આ મહાત્મા પણ મુમુક્ષુને ઓળખે છે કે આ સાચો મુમુક્ષુ છે કે નહીં ? સાચો ધર્મ પામવા આવ્યો છે કે ડોળ કરે છે ? જિજ્ઞાસુ છે કે નહીં ? સદ્ગુરુને તો આ બધી જ ખબર પડે કે આ શિષ્ય સાચો છે કે નહીં ? આ ગુરુને, આ શિષ્ય સાચો છે એવી પ્રતીતિ થાય છે. આ શિષ્ય સાચો છે, આત્માર્થી છે. આ તો કાળબળના કારણે, લુપ્ત થયેલા મોક્ષમાર્ગને કારણે, મતાર્થમાં ભેરવાઈ પડયો છે, કાં તો ક્રિયાજડમાં અને કાં તો શુષ્કજ્ઞાનમાં અટવાઈ ગયો છે. પણ છે સાચો. કારણ કે એના કષાય ઉપશમ થઈ ગયાં છે, મોક્ષની અભિલાષા જાગી છે, એને હવે ભવભ્રમણનો થાક લાગ્યો છે, એ સંસારથી કંટાળ્યો છે, અને પ્રાણીઓ ઉ૫૨ એને દયા વર્તે છે. સ્વાર્થી નથી. જગતના જીવો ઉપર અનુકંપાના ભાવ સાથે આવ્યો છે. ગુરુએ પણ આ શિષ્યને ચકાસી લીધો કે આ શિષ્ય સાચો છે. ? હવે અજ્ઞાન ભૂમિકામાં રહેલાં સાચા શિષ્યની જિજ્ઞાસા કેવી હોય છે ? તે આત્મસિદ્ધિમાં સમજવા જેવું છે. આત્મસિદ્ધિમાં જેમ ગુરુનું સમાધાન ઉત્કૃષ્ટ છે તેમ શિષ્યના પ્રશ્નો પણ ઉત્કૃષ્ટ છે. કારણ કે આ ગુરુએ છ યે દર્શન જે છે તે શિષ્યની શંકામાં મૂક્યાં છે. આશંકાનું પ્રથમ પદ : નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. (૪૫) **દૃષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી; તેમ સ્પર્શ આદિ બીજા અનુભવથી પણ જણાવાપણું નથી માટે જીવનું સ્વરૂપ નથી, અર્થાત્ જીવ નથી " શિષ્ય કહે છે, “સાહેબ ! આપે કહ્યું 'આત્મા છે.' પણ આત્મા ક્યાંય દેખાતો નથી. આ જીવ તો જેટલું દેખે એટલું માને. આ અજ્ઞાન અવસ્થાનું લક્ષણ છે કે જેટલું દેખે એટલુ માને. નથી જણાતુ રૂપ.’ આ દેખાતો તો નથી પણ આ આત્માનું એકેય રૂપ નથી. અમે સ્થૂળ દૃષ્ટિથી, નરી આંખોથી જોવાનો પ્રયત્ન કરીએ. પણ રૂપ હોય તો દેખાયને ? કાંઈક રૂપ હોય તો પકડાયને ? કારણ કે અમારી પાસે સાધન આંખ છે. આંખથી વસ્તુને પકડવી છે તો એની સ્થૂળતા હોય તો દેખાય. પદાર્થનું સ્થૂળ સ્વરૂપ હોય તો દેખાય. દા. ત. રસ્તા પર પડેલો પથરો અને જો પદાર્થનું સૂક્ષ્મ સ્વરૂપ હોય તો એનું રૂપ હોય તો દેખાય. પાણીમાં કચરો હોય, કસ્તર હોય, કાંઈ કાળુ-કાળુ દેખાય તો રૂપથી પકડાય. પણ આત્માનું તો કાંઈ રૂપ પણ નથી. બીજો કોઈ અનુભવ નહીં. આંખની વાત જવા દઈએ. તો કાનથી, નાકથી, જીભથી કે સ્પર્શથી પણ આત્માનો અનુભવ થતો નથી. માટે નિર્ણય આપી દીધો શિષ્ય) કે 'તેથી ન જીવ સ્વરૂપ.' આ જીવના આ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 144
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy