SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ એમ કૃપાળુદેવ કહે છે. કારણ કે વિચારનું સૂત્ર સત્ છે. સતુ'ને બતાવનાર 'સતુ જોઈએ. આ વિચારનું સૂત્ર સત્ હોવાથી એ વિચારણાથી જ્ઞાન પ્રગટે છે. જેમ આપણે બધા ઉદાહરણો જોયા. ચંડરૂદ્રાચાર્યના શિષ્ય-વિચારણા, પુષ્પચુલા વિચારણા, ભરતચક્રવર્તી વિચારણા, આત્મલક્ષી વિચારણા, સત્ કેન્દ્રિત વિચારણા. સનો યથાતથ્ય વિચાર કરવાથી નિજ્ઞાન પ્રગટે છે. અને નિજ્ઞાન પ્રગટતાં અનાદિનો જે મોહ હતો તે વિનષ્ટ થાય છે. મોહ નષ્ટ થતાં, મોહ આધારિત જે કર્મો હતાં તેનું જોર તુટી જાય છે. સાધન ગમે તે હોય પણ આપણે ખૂબ સમજીએ કે માર્ગ કેવા પ્રકારનો છે ? ગાંધીજીને ફરી આગળ કહે છે કે, પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી, એ છ કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે.' જો પૂર્વનો અભ્યાસ - એનું બળ કામ આવતું હશે તો જ ભગવાન આમ કહે ને ? આ આત્માની નિત્યતાની વાત સમજાય છે ? ધર્મની આરાધના, મુક્તિના માર્ગ તરફ લઈ જાય એ વાતની શ્રદ્ધા બેરો છે ? - આ કુટુંબનો પનારો, આ શારીરિક નબળાઈ, સ્વાસ્થય સારું ન હોવું, સગાં-સંબંધીઓનો સાથ ન હોવો, સંસારની ઉપાધિ, ઉકળાટ, ઉતાપ - આ બધાંને લઈને કાંઈ થાતું નથી એમ ન સમજ. તું તો નિત્ય છે. આ બધી તો સ્વપ્નની દુનિયા છે. બધું જ ચાલ્યું જાશે. કાં તો તું ચાલ્યો જઈશ. અને કાં તો એ બધાં ચાલ્યા જશે. આ તો તું જીવે છે ત્યાં સુધીનો બધો જમેલો છે. અરે ! એક સમય માટે પણ જો સદ્ધર્મની આરાધના કરી હશે તો તે કદાપિ નિષ્ફળ જતી નથી. અને દેહધર્મની આરાધના જીવનભર કરી હશે તો પણ જેવો શ્વાસ ગયો કે નિષ્ફળ - કરોડોની ઉપલબ્ધિ કરી, કેટલીય પદવી લીધી, નોબલ prize મેળવ્યું, International નામનાઓ મેળવી, પણ જે ક્ષણે છેલ્લો શ્વાસ લીધો કે બધું નિષ્ફળ. એ દેહની સાથે એનો પૈસો, એની નામના, એની પદવી, એની પ્રતિષ્ઠા બધું સળગી જાય છે. પણ આત્માની અંદર જે સંસ્કાર પ્રાપ્ત કર્યો છે, સના બોધથી અને પરમતત્ત્વની શ્રદ્ધાથી આ સંસ્કાર - જીવ ગમે તે ગતિમાં જાય પણ - એના આત્માને જાગૃત કરે છે. અને થંભાવી દે છે. એના પરિભ્રમણને રોકી દે છે. આવો સંસ્કાર જીવમાં જોઈએ. કૃપાળુદેવ કહે છે, પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી, અત્યારે પણ અભ્યસ કરવો. જેટલો સમય મળે એટલો, જીવનમાં છેલ્લા શ્વાસ સુધી વિતરાગ દર્શનનો અભ્યાસ કરવો. સત્પુરુષનાં બોધનું વાંચન વારંવાર કરવું, એનું જ પુનરાવર્તન, સતત એ જ શબ્દોનું ઘોલન, એનું જ રટણ, એ જ કર્યા કરવાથી સમ્યક્દર્શનને પ્રાપ્ત કરાવે એવા આત્માના છ પદનો વિચાર ઉત્પન્ન થશે. અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે.' જો પૂર્વના અભ્યાસનું કંઈ ભાથું લઈને જીવ ન આવ્યો હોય તો આ જન્મમાં પણ શક્ય છે. ભાથું બાંધી લે. સત્સંગના આશ્રયથી - તેનો તું આશ્રય કર. મોટા પુરુષોએ જે બોધ કહ્યો છે, જ્યાં સત્ વસે છે, જ્યાં સત્ન પ્રાપ્ત પુરુષ બીરાજમાન છે, અથવા જ્યાં સને પ્રાપ્ત એવા આપ્ત પુરુષોના વચનની વિચારણા થાય છે, એવાં મુમુક્ષુ વો, આત્માર્થી જીવો જ્યાં ભેગાં થાય અને કેવળ સની વિચારણા થાય અને સત્સંગ કહેવાય. અને પરમકૃપાળુદેવે આ સત્સંગનું અદ્ભુત માહત્મ્ય મુક્યું છે. પ્રત્યેક જીવને પોતાના સમવયી, સમસ્વભાવી, આવાં તો બે-ચારપાંચ, સંસારના કોઈ પણ ક્ષેત્રમાં બેધ છે, અને કોઈ પણ અવસ્થામાં સંસાર પ્રાપ્ત થયો હોય, તો પણ સતપુરુષનાં વચનને લઈને રોજ કલાક-દોઢકલાક સતુની વિચારણા કરવી. ભક્તિભાવથી કરવી. નિર્મળ = શ્રી આત્માસિદ્ધિ-શાસ્ત્ર - 138
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy