SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. મુક્તિની અભિલાષા કહેતાં સંવેગ છે. ૧૨. ભવભ્રમણને વિશે ખેદ કહેતાં નિર્વેદ છે. ૧૩. પ્રાણીમાત્ર પ્રત્યે દયા કહેતાં અનુકંપા છે અને ૧૪. સાચા સદ્ગરના બોધની આસ્થા કહેતાં અસ્તિત્વનો ગુણ છે. દશાના ચૌદ લક્ષણોથી યુક્ત જે જીવ છે અને જ્યારે સદ્દગુરુનો બોધ થાય છે ત્યારે એ બોધ એના જીવનમાં સુવિચારણાને પ્રગટ કરે છે. જે સુવિચારણાના પ્રભાવે કરીને એને નિજજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ નિજજ્ઞાનના આધાર ઉપર એ અનાદિના મોહ કર્મનો ક્ષય કરે છે. અને એ મોહનો ક્ષય થતાં એ નિર્વાણપદને પામે છે. આવી દશા બતાવીને હવે પરમકૃપાળુ દેવ આત્માનું જે સ્વરૂપ છે, આત્મસિદ્ધિમાં જે મંત્ર છે, તે આપણને હવે કહે છે. ષટ્રપદ નામ કથન. આત્માની આત્માના ષટ્રપદની સ્થાપના કરતાં સદ્ગુરુ પ્રકાશે છે. આત્મા છે, તે નિત્ય છે', “છે કર્તા નિજ કર્મ'; છે ભોક્તા', વળી “મોક્ષ છે, “મોક્ષ ઉપાય સુધર્મ.” (૪૩) આત્મા છે, તે આત્મા નિત્ય છે', ‘તે આત્મા પોતાના કર્મનો કર્યા છે, તે કર્મનો ભોક્તા છે, તેથી મોક્ષ થાય છે, અને તે મોક્ષનો ઉપાય એવો સધર્મ છે.” પટુ-સ્થાનક સંક્ષેપમાં, પદર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. (૪૪) ‘એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્રદર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે એ છ પદો કહ્યાં છે.' ભગવાને આજ વાત કહી છે. જે આત્મસિદ્ધિ - છ પદના પત્રમાંથી ઉદ્ભવી તે પત્રનાં પ્રારંભમાં પરમકૃપાળુદેવ લખે છે કે, “શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગુદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.” આ છ પદ છે તે સમ્યગુદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક છે. જીવને સમ્યગુદર્શન પ્રાપ્ત થયે જ મોક્ષમાર્ગ સમજાય છે. અને મોક્ષમાર્ગ સમજાયાથી જ મોક્ષમાર્ગની આરાધના થાય છે. અને મોક્ષમાર્ગની આરાધના કરવાથી જ મોક્ષની ઉપલબ્ધિ થાય છે. માર્ગના આરાધન વિના લક્ષની સિદ્ધિ થતી નથી. તો આ છ પદ કોણે કહ્યાં છે ? શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવાં જ્ઞાની પુરુષોએ – આત્માનું જેવું સ્વરૂપ છે યથાતથ્ય - તેવા સ્વરૂપની જેણે પ્રાપ્તિ કરી છે, એવાં જ્ઞાની પુરુષોએ આ છ પદ કહ્યાં છે. જ્ઞાનીની પૂર્ણ કક્ષા છે. નિરાવરણ જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન જેને પ્રગટ્યું છે. અંશિકની વાત નથી. પૂર્ણતાની વાત છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એવાં જ્ઞાની પુરુષો. નિજ સ્વભાવમાં અખંડ સ્વરૂપે FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 133
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy