SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારનો થાક લાગ્યો છે, પ્રાણીમાત્ર તરફ હવે દયા ને અનુકંપા જાગી છે – આવી યોગ્યતા પ્રાપ્ત થઈ છે ત્યારે ભગવાન કહે છે, “હવે યોગાનુયોગ થવાનો છે. જીવની યોગ્યતા આવી. ‘સદ્દગુરુ બોધ સુહાય.” હવે તને સદ્ગુરુનો બોધ શોભશે કારણ કે તું દશાવાન જીવ છો. માટે હવે તને સદ્ગુરુના બોધનું કંઈક પરિણમન થશે. સુહાય એટલે શોભે. જેમ સોનામાં સુગંધ ભળે તે સૌહોય. સોના જેવી શુદ્ધતા હોય તો અત્તર ઠલવાય. ઉકરડાની અંદર અત્તરની બાટલી ખાલી કરીએ તો શું વળે ? એમ આ જીવની જ્યારે યોગ્યતા આવે, ઉદ્યાન જેવું જ્યારે જીવન બની જાય, સદ્ગુરુનો બોધ ત્યારે સુહાય અને તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.” અને એ બોધથી તારા જીવનમાં સુવિચારણા પ્રગટશે. સદ્દગુરુના બોધના આશ્રયે પ્રગટશે. તે વિચારણા પ્રગટ સુખ આપે એવી સુખદાયી હશે અને જ્યાં સુવિચારણા પ્રગટશે ત્યાં શું ચમત્કૃતિ થશે ? કૃપાળુદેવે આખો મોક્ષ માર્ગ આ બે-ત્રણ ગાથામાં સુંદર રીતે વણી લીધો છે. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિવણ. (૪૧) “જ્યાં વિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે ? અને જ્યાં પોતામાં સુવિચારણા પ્રગટી, ‘ત્યાં પ્રગટે નિજ જ્ઞાન.” તો પોતે જ સુવિચારણા પ્રગટી - એટલે વિચારમાં લીન થયો. આત્મચિંતનના કારણે એને પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રગટ થયું. હું કોણ છું ? એનો અહેસાસ થયો. કોઈ કહે, કે કોઈ ચોપડીમાં લખ્યું હોય તેથી આત્મા ન મળે. જીવ સ્વયં જ્યારે ચિંતનની ધારામાં જાય છે, જ્ઞાનની ધારા જ્યારે અંદર ઉપયોગમાં જાય છે, ઉપયોગથી ઉપયોગની એકતા થાય છે, વૃત્તિ જ્યારે બહાર સંસારથી પાછી ફરી અને જીવનું સામર્થ્ય, પોતાના સ્વરૂપની ચિંતન ધારામાં જ્યારે જાય છે ત્યારે આવી સંવેદનની ચિંતનધારામાં એને પોતાના સ્વરૂપનો ભાસ થાય છે. એટલે ત્યાં પ્રગટે નિજજ્ઞાન. આજ સુધી એને દુનિયાનું જ્ઞાન હતું. એને બધાની બધી જ વાતની ખબર હતી. દુનિયાની એવી કોઈ વાત નહોતી જેની એને ખબર ન હોય. કોણ કમાયું ? કોણે નુકશાન કર્યું ? કોઈ વ્યક્તિ એવી નહોતી કે જેના વિશે એને ખબર ન હોય એમ બને. આજ સુધી જીવ પરજ્ઞાનની અંદર મુસ્તાક હતો. હવે એને નિજજ્ઞાન પ્રગટે છે. અત્યાર સુધી એને દુનિયાદારીનું જ્ઞાન હતું. encyclopidia મોઢે હતું. પણ તારા આત્માનું તને ભાન નથી. સંસારનું પરિભ્રમણ ઊભું જ છે. encyclopidia લખનારો પણ ક્યાંય નરકની અંદર સબડતો હશે. તું એની ચિંતા શું કામ કરશે ? તે શાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.? જેવું તેને બીજજ્ઞાન થયું છે, કે જે બહારની દુનિયાનો મોહ હતો, પર પદાર્થ, પર-સંયોગ, પરસંગ અને પરભાવ – એની અંદર જે આસક્તિ હતી, તે આસક્તિમાં ઉદાસીનતા આવી ગઈ. અને તારો મોહ ક્ષય થવા માંડ્યો. હવે લાગ્યું કે આત્મા જેવું પ્રગટ ચૈતન્યદ્રવ્ય જગતમાં કોઈ નથી. બહારનું તો બધું વિનશ્વર છે. અંદર બેઠેલો શાશ્વત છે. જગતનું રૂપ તો પલટાતું છે. આજે તડકો, છે તો કાલે છાંયો છે. ઉગવું અને આથમવું – આ જગતનું સ્વરૂપ છે. હું જેને વળગી રહ્યો FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 129 =
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy